<cesDoc id="guj-w-misc-txt0g008" lang="guj">
<cesHeader type="text">
<fileDesc>
<titleStmt>
<h.title>guj-w-misc-txt0g008.txt</h.title>
<respStmt>
<respType>Electronic file created by</respType>
<respName>Central Institute for Indian Languages, Mysore</respName>
<respType>transferred into Unicode and CES format by</respType>
<respName>"Unicodify" software by Andrew Hardie</respName>
</respStmt></titleStmt>
<publicationStmt>
<distributor>UCREL (on behalf of CIIL)</distributor>
<pubAddress>Department of Linguistics, Lancaster University, Lancaster, LA1 4YT, UK</pubAddress>
<availability region="WORLD"></availability>
<pubDate>03-08-17</pubDate>
</publicationStmt>
<sourceDesc>
<biblStruct>
<monogr>
<h.title>unknown</h.title>
<h.author>unknown</h.author>
<imprint>
<pubPlace>India</pubPlace>
<publisher>Unknown - unknown</publisher>
<pubDate>unknown</pubDate>
</imprint>
<idno type="CIIL code">txt0g008</idno>
</monogr></biblStruct></sourceDesc></fileDesc>
<encodingDesc>
<projectDesc>Text collected for the CIIL Corpus, subsequently integrated into the EMILLE/CIIL Monolingual Written Corpora.</projectDesc>
<samplingDesc>Simple written text only has been transcribed. Diagrams, pictures and tables have been omitted. Sampling begins at page unknown.</samplingDesc>
<editorialDecl><conformance level="1"></conformance></editorialDecl>
</encodingDesc>
<profileDesc>
<creation><date>03-08-17</date></creation>
<langUsage>Gujarati</langUsage>
<wsdUsage>
<writingSystem id="ISO/IEC 10646">Universal Multiple-Octet Coded Character Set (UCS).</writingSystem>
</wsdUsage>
<textClass>
<channel mode="w">print</channel>
<constitution type="composite"></constitution>
<domain type="public"></domain>
<factuality type="fact"></factuality>
</textClass>
<translations></translations>
</profileDesc>
<revisionDesc></revisionDesc>
</cesHeader>

<text><body>

<p>+ 
 30ફાઈલનું નામ - TXT0G008 . GNS 
 30પુસ્તકનું નામ - ધોરણ - 8 
 30લેખક - 
 30આવૃત્તિ - પ્રથમ આવૃત્તિ - 1991 
 30પ્રકાશક - ગુજરાત રાજ્ય શાળા 
 30પાઠ્યપુસ્તક મંડળ , ગાંઘીનગર 
 30મળવાનું ઠેકાણું - ડી . ઓ . ઈ . 
 30વિભાગ - Natural , Physical And 
 30Professional Science 
 30ઉપવિભાગ - Text - Book 
 30કિંમત - રૂપિયા = 7 - 00 
 30શબ્દ = 
 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
 
 પાન નં 42 
 
 પ્રકરણ - 5 
 
 3પરમાણુ  અને પરમાણુ ઊર્જા 
 
 વિજ્ઞાનની અનેક શોધખોળોમાં આજના યુગની સૌથી મહાન શોધ પરમાણુમાંથી 
  મુક્્ત થતી ઊર્જા  અને તેનું નિયમન કરવાની પ્રક્રિયાને ગણાવી શકાય .  જો  કે પરમાણુ - 
 ઊર્જાની શોધની થવાને લીધે જ  માનવી પરમાણુબ૊મ્બ  અને  તેનાથી પણ  વધારે ભયંકર શસ્ત્રો 
 બનાવવા લાગ્યો છે . પરમાણુઊર્જાની શોધ થયા  પછી  માનવી આજે એવા વળાંક  ઉપર 
 આવીને ઊભો થયો છે  કે તેણે  હવે તો યુદ્ધ  અથવા શાંતિ બેમાંથી એકની પસંદગી કરવી પડે . 
  સમગ્ર જીવનસૃષ્ટિનું અસ્તિત્વ નાબૂદ કરી  શકે એવી તાકાત ધરાવતી પરમાણુઊર્જા  શું છે  એ 
 સમજવું જોઈએ . 
 
 0કુદરતી  અને  કૃત્રિમ તત્ત્વો 
 
  જે  કોઈ જગ્યા રોકે છે  અને દ્રવ્યમાન ધરાવે છે  તે પદાર્થ કહેવાય છે . પદાર્થને 
 જુદીજુદી સ્થિતિ  અને આકાર હોય છે . વજનમાં હલકા હાઈડ્રોજન વાયુથી  માંડીને સીસા 
 કરતા  વધુ ભારે  ધાતુનો પદાર્થમાં સમાવેશ થાય છે .  માનવી  અને પથ્થર પણ પદાર્થ ગણી 
 શકાય . એક  સજીવ પદાર્થ છે તો  બીજું  નિર્જીવ પદાર્થ છે . રોજ હજારોની સંખ્યામાં અનેક 
 પદાર્થ આપણી નજરે ચડે છે . એમાંના કેટલાક પદાર્થ એવા છે  કે જેમાંથી બીજા  અન્ય 
 પદાર્થો બનાવી શકાય છે . આ પદાર્થો વિજ્ઞાનની ભાષામાં તત્ત્વ તરીકે ઓળખાય છે . પૃથ્વી 
 પર  મળતા પદાર્થો એક   અથવા એકથી  વધારે તત્ત્વોના બનેલા છે . આ તત્ત્વોમાંથી 92 તત્ત્વો 
 કુદરતમાં મળી આવે છે આથી  તે કુદરતી તત્ત્વો કહેવાય છે . ત્યાર પછીનાં  જે તત્ત્વો છે  તે 
 માનવીએ પરમાણુના  કૃત્રિમ વિભાજન દ્વારા  અથવા  કૃત્રિમ રૂપાંતર દ્વારા બનાવેલાં છે ,  તે 
 માનવસર્જિત  કૃત્રિમ તત્ત્વો તરીકે ઓળખાય છે . 
 
 0પરમાણુ  શું છે ? 
 
 તત્ત્વનો નાનામાં નાનો ભાગ પરમાણુ છે . પરમાણુ  એ તત્ત્વનો એકમ છે .  તમારી 
  પાસે લોખંડનો ટુકડો હોય  અને  તેના બે  ભાગ કરો તો બંને  ભાગ લોખંડના જ હોય છે . 
 
 ટુકડાના  તમે અનેક 
 નાના ભાગ કરતાં જાઓ 
 તોપણ  એનો આખરી ભાગ 
 લોખંડ તરીકે રહે છે .  આમ , 
 લોખંડનો નાનામાં નાનો ભાગ 
  જે લોખંડના બધા ગુણધર્મો 
 ધરાવે  તેને લોખંડનો પરમાણુ 
 કહેવામાં આવે . 
 
 પાન નં 43 
 
 દરેક તત્ત્વનો નાનામાં નાનો ભાગ પરમાણુ છે .  તેથી દરેક તત્ત્વ પરમાણુથી બનેલું 
 છે  એમ કહી શકાય . કોઈપણ એક  તત્ત્વના બધા પરમાણુ સરખા હોય છે . પણ બીજા 
 તત્ત્વના પરમાણુથી  તે જુદા પડે છે . એક  તત્ત્વનો પરમાણુ બીજા તત્ત્વના પરમાણુથી જુદો 
  કેમ પડે છે ,  એ સમજવા  માટે પરમાણુની  અંદર  શું છે  તથા પરમાણુનું બંધારણ કેવું છે  તે 
 જાણવું જોઈએ . 
 
 પરમાણુ કદની દૃષ્ટિએ એટલો તો  સૂક્ષ્મ છે  કે  કોઈએ  તે જોયો નથી .  તેને ચીપિયાથી 
 પકડી સૂક્ષ્મદર્શકયંત્ર  નીચે મૂકી તેનું અવલોકન કરી શકાતું નથી .  જો 2 . 5 સેમી લાંબી 
 રેખા દોરી હોય તો તેમાં એક  હજાર  લાખ  પરમાણુ સમાઈ  શકે .  તમને એવો સવાલ થશે  કે 
 તો  પછી પરમાણુ વિશેની જાણકારી મળી કેવી રીતે ? પરમાણુનું અસ્તિત્વ  અને  તેના 
 ગુણધર્મો વિશે  જે કાંઈ માન્યતા મળી છે  તે સઘળી માહિતી આડકતારા પુરાવાઓ પરથી મળી છે . 
 
 0ઇલેક્ટ્રોન , પ્રોટોન  અને ન્યુટ્રોન 
 
 વિજ્ઞાનીઓ પરમાણુમાં રહેલા અનેક કણોને ઓળખી શક્યા છે , પણ  હજી 
 પરમાણુમાં રહેલા કેટલાક કણોની જરૂરિયાત પૂરેપૂરી સમજી શકાઈ નથી .  છતાં પરમાણુમાં 
 ત્રણ  કણ એવા છે  કે  જેને  મૂળભૂત કણ ગણાવી શકાય છે . આ  મુખ્ય કણ ઇલેક્ટ્રોન , 
 પ્રોટોન  અને ન્યુટ્રોન નામથી ઓળખાય છે . 
 
 પરમાણુ ઈલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતા હોય છે . વાહકમાં વીજળીનો પ્રવાહ 
 પસાર  થતો હય છે  ત્યારે  એમાં ઈલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો હોય છે . પ્રોટોન ઘન  વીજભાર 
 ધરાવતા હોય છે .  સજાતીય વીજભારવાળા ઈલેક્ટ્રોન - ઈલેક્ટ્રોન  વચ્ચે  તેમજ 
 પ્રોટ્રોન - પ્રોટોન  વચ્ચે અપાકર્ષણ થતું હોય છે .  વિરુદ્ધ (  વિજાતીય ) 
 વીજભારવાળા પ્રોટોન  અને ઈલેક્ટ્રોન  વચ્ચે આકર્ષણ થતું હોય છે . પરમાણુ બંધારણ 
  માટે આ બાબત ખૂબ  જ મહત્ત્વની છે . ન્યુટ્રોન કણો કોઈપણ વીજભાર ધરાવતા નથી . આ 
 દૃષ્ટિએ ન્યુટ્રોન તટસ્થ છે . 
 
 પરમાણુના મધ્યભાગમાં પરમાણુકેન્દ્ર હોય છે .  તેને ન્યુક્લિયસ કહે છે . તેમાં 
 પ્રોટોન  અને ન્યુટ્રોન હોય છે . ઈલેક્ટ્રોન  અત્યંત વેગથી ન્યુક્લિયસને કેન્દ્રમાં રાખી  તેના 
 વર્તુળાકાર માર્ગ પર  ફરતા હોય છે . ઈલેક્ટ્રોનના માર્ગને તેની કક્ષા કહે છે . બધા ઈલેક્ટ્રોન 
 એક  જ કક્ષામાં ઘૂમતા નથી . 
 
 પરમાણુની સરખામણી સૂર્યમંડળ  સાથે થઈ  શકે છે . સૂર્યને 
  અનુલક્ષીને ભ્રમણ કરતા ગ્રહોની  જેમ ન્યુક્લિયસને  અનુલક્ષીને 
 ઈલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે .  જે રીતે સૂર્યના 
 ગુરુત્વાકર્ષણબળને લીધે ગ્રહો સૂર્ય તરફ ખેંચાયેલા રહે છે તેવી જ 
 રીતે ઋણ વીજભાર ધરાવતા ઈલેક્ટ્રોન ન્યુક્લિયસમાં રહેલા 
 પ્રોટોનના ઘન  વીજભારના આકર્ષણને કારણે ન્યુક્લિયસ તરફ 
 આકર્ષાયેલા હોય છે . 
 
 પાન નં 44 
 
 વીજભારની દૃષ્ટિએ બધા જ પરમાણુ તટસ્થ હોય છે .  એટલે  કે પરમાણુ પ્રોટોન 
  અને ઈલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે . આ સંખ્યા પરમાણુક્રમાંક તરીકે ઓળખાય છે . 
 પરમાણુનો  જે ક્રમાંક હોય તેટલી જ સંખ્યામાં ઈલેક્ટ્રોન ન્યુક્લિયસની  આસપાસ ફરતા 
 હોય છે ,  અને ન્યુક્લિયસમાં પણ એટલી જ સંખ્યામાં પ્રોટોન હોય છે . 
 
 જૂદાજુદા તત્ત્વોના પરમાણુક્રમાંક જુદાજુદા હોય છે . 
 હાઈડ્રોજન તત્ત્વનો પરમાણુક્રમાંક એક  છે .  એટલે  કે હાઈડ્રોજન 
 પરમાણુના ન્યક્લિયસમાં એક  પ્રોટોન હોય છે  અને તેની કક્ષામાં 
 એક  ઈલેક્ટ્રોન ફરતો હોય છે . ઓક્સિજનનો પરમાણુક્રમાંક આઠ  
 છે .  તેના ન્યુક્લિયસમાં આઠ  પ્રટોન  અને જુદી જુદી કક્ષામાં આઠ  
 ઈલેક્ટ્રોન ફરતા હોય છે . 
 
 આવી જ રીતે યુરેનિયમનો પરમાણુક્રમાંક 92 છે . 
 યુરેનિયમના ન્યુક્લિયસમાં 92 પ્રોટોન  અને તેની કક્ષામાં 92 
 ઈલેક્ટ્રોન ફરતા હોય છે . 
 
 0સમસ્થાનિકો 
 
 કોઈપણ એક  તત્ત્વના બે   કે 
  વધારે પરમાણુમાં પ્રોટોનની સંખ્યા 
  સામાન્ય હોય છે .  પરંતુ ન્યુટ્રોનની 
 સંખ્યામાં થોડો ફેરફાર હોય તો એક  
 જ તત્ત્વના પરમાણુ - વજનમાં ફરક પડે 
 છે . પરમાણુના ન્યુક્લિયસમાં 
 ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય ,  પરંતુ 
 પ્રોટોનની સંખ્યા સમાન હોય તો તેવા 
 પરમાણુ એકબીજાના સમસ્થાનિક 
 ( Isotopes ) કહેવાય છે . 
 
 હાઈડ્રોજનના ઉદાહરણની મદદથી સમસ્થાનિક વિશે સમજી શકાય છે .  સામાન્ય 
 રીતે હાઈડ્રોજનનો પરમાણુભારાંક એક  છે . 1932 ની સાલમાં અમેરિકાના રસાયણશાસ્ત્રી 
 હેરોલ્ડ યુરીએ હાઈડ્રોજનનો એવો પરમાણુ શોધી કાઢ્યો  કે જેનું દળ એકને બદલે બે  હતું . 
 ત્યાર  પછી તો ત્રણ  પરમાણુભારાંક હોય એવો હાઈડ્રોજન પણ શોધાયો .  આમ હાઈડ્રોજનના 
 
 પાન નં 45 
 
 ત્રણ  સમસ્થાનિકો છે . હાઈડ્રોજનના પરમાણુમાં ન્યુક્લિયસમાં એક  પ્રોટોન  અને એક  
 ઈલેક્ટ્રોન હોય છે .  સામાન્ય હાઈડ્રોજન પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન નથી . ડ્યુટેરિયમ 
 તરીકે ઓળખાતા ભારે  હાઈડ્રોજનના ન્યુક્લિયસમાં એક  પ્રોટોન  અને એક  ન્યુટ્રોન હોય છે . 
 ટ્રિટિયમ  જે સૌથી ભારે  હાઈડ્રોજન છે ,  તેના ન્યુક્લિયસમાં એક  પ્રોટોન  અને બે  ન્યુટ્રોન 
 હોય છે . જુદાજુદા વજનના હાઈડ્રોજન તત્ત્વોને જુદાંજુદાં નામ આપવામાં આવ્યાં છે . 
 
 0રેડિયો - એક્ટિવ તત્ત્વો 
 
 પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા  મૂળભૂત ઘટકો ( પ્રોટોન  અને ન્યટ્રોન )  વચ્ચે બે  
 પ્રકારનાં બળો પ્રવર્તે છે . 
 
 ( i ) પ્રોટોન - પ્રોટોન  વચ્ચે  તેમના  સજાતીય વીજભારને કારણે અપાકર્ષણ હોય છે . 
 ( II ) પ્રોટોન - પ્રોટોન  વચ્ચે ન્યુટ્રોન - ન્યુટ્રોન  વચ્ચે  તથા પ્રોટોન - ન્યુટ્રોન  વચ્ચે પરસ્પર 
 આકર્ષણબળ પણ પ્રવર્તે છે . આ બળ ઘણું જ પ્રબળ હોય છે . ( આ આક્રષણબળ  શાને 
 કારણે છે તેની ખોજ  હજુ પણ ચાલુ  જ છે . તેનું નિરાકરણ  હજુ પણ આવી શક્યું નથી . ) 
 
  આમ પ્રોટોન - પ્રોટોન  વચ્ચે અપાકર્ષણ બળ હોવા  છતાં , આ ગૂઢ  આકર્ષણબળને 
 કારણે પ્રોટોન - પ્રોટોન  કે પ્રોટોન - ન્યુટ્રોન  કે ન્યુટ્રોન - ન્યુટ્રોન એકબીજા  સાથે જોડાયેલા રહે 
 છે .  પરંતુ બારે તત્ત્વોમાં પ્રોટોનની સંખ્યા ઘણી મોટી હોવાથી , તેમની વચ્ચેનું અપાકર્ષણબળ 
 એટલું વધી જાય છે  કે આ કણો  વચ્ચે પ્રવર્તતા આકર્ષણબળની ઉપરવટ જઈને કણો 
  બહાર ફેંકાવા લાગે છે . આવાં ભારે  તત્ત્વોને 0રેડિયો - એક્ટિવ 0કહેવામાં આવે છે . 85 
 પરમાણુક્રમાંક ઉપરનાં બધાં તત્ત્વો રેડિયો - એક્ટિવ છે . 
 
 રેડિયો - એક્ટિવ તત્ત્વોમાંથી કણો  બહાર ફેંકાવાના પરિણામ સ્વરૂપે બનતા નવાં 
 તત્ત્વોનું સ્વરૂપ બદલાઈ જાય છે . યુરેનિયમ , રેડિયમ , થોરિયમ , નેપ્ચ્યુનિયમ . . .  વગેરે 
 તત્ત્વો રેડિયો - એક્ટિવ છે . કોઈપણ રેડિયો - એક્ટિવ તત્ત્વમાંથી ઘ઩ વીજભાર ધરાવતા 
 કણો ઉત્સર્જિત થાય તો  કોઈ રેડિયો - એક્ટિવ તત્ત્વમાંથી ઋણવીજભાર ધરાવતા કણો 
  તથા ઘણી વખત તેમાંથી Y વિકિરણો પણ નીકળતાં હોય છે . Y વિકિરણો  એ પ્રકાશના 
 જેવી પણ  અદૃશ્ય ઊર્જા છે . 
 
 પરમાણુ દળાંક  એટલે  તેના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન  અને ન્યુટ્રોનની સંખ્યા 
 હાઈડ્રોજનના પરમાણુને એકમ તરીકે ગણીને  તેના વજન કરતાં કોઈપણ તત્ત્વના પરમાણુનું 
 વજન કેટલા ગણું ભારે  છે  તે દર્શાવતી સંખ્યાને પરમાણુભાર કહે છે . 
 
 દરેક તત્ત્વ સમસ્થાનિકોને જુદાંજુદાં નામ આપવાનું શક્ય  નથી . આથી 
 પરમાણુદળાંકની મદદથી  તેમને દર્શાવવામાં આવે છે . ઒ક્સિજનનાં ત્રણ  સમસ્થાનિકો છે . 
 O16 , O17 ,  અને O18  અહીં ઒ક્સિજનની સંજ્ઞા ( O ) છે  જ્યારે 16 , 17 ,  અને 18 
  તેના દળાંક છે . યુરેનિયમનાં જુદાંજુદાં સમસ્થાનિકો U238 , U235  અને U234 ની રીતે 
 દર્શાવવામાં આવે છે . 
 
 પાન નં 46 
 
 પરમાણુનું વજન તેમાં રહેલા કણને લીધે હોય છે .  મુખ્ય ત્રણ  કણોમાં ઈલેક્ટ્રોન 
 વજનમાં સૌથી હલકા હોય છે . ઈલેક્ટ્રોનનું વજન 9 X 10 ( - 28 ) ગ્રામ છે . ન્યુટ્રોન  અને પ્રોટોન 
  એ ઈલેક્ટ્રોનથી 1836 ગણ વજનદાર છે . પ્રોટોન  અને ન્યુટ્રોનનું વજન  લગભગ સરખું છે . 
  તે  લગભગ 1 . 8 X 10 ( - 24 ) ગ્રામ છે .  આમ , પરમાણુના વજનની ગણતરી કરવી હોય તો 
 તેમાં કેટલી સંખ્યામાં ઈલેક્ટ્રોન , પ્રોટોન  અને ન્યુટ્રોન છે  એ જાણવું જોઈએ . પરમાણુમાં 
 રહેલા  અન્ય કણોની સરખામણીમાં ઈલેક્ટ્રોનનું વજન અતિ  અલ્પ ગણાય છે .  આમ , સાચું 
 વજન તો પરમાણુકેન્દ્રને લીધે જ હોય છે . પરમાણુના રાસાયણિક ગુણધર્મોનો આધાર 
 ઈલેક્ટ્રોનની સંખ્યા  ઉપર હોય છે . 
 
 0પરમાણુ - વિખંડન  અને પરમાણુ ઊર્જા 
 
 જર્મનીમાં ઓટોહોન  અને  તેના સાથીદારોનો સંશોધન કરતાં માલૂમ પડ્યું  કે 
 92 U 235 પર  ન્યુટ્રોનનો  મારો ચલાવવામાં આવે તો યુરેનિયમ - 235  ના  લગભગ સરખા 
 એવા બે  ટુકડા ( ક્રિપ્ટોન  અને બેરિયમ ) થઈ જાય છે  અને સાથેસાથે ત્રણ  ચાર  ન્યુટ્રોન 
  અને સારા પ્રમાણમાં ઊર્જા ઉત્સર્જિત થાય છે . 
 
 આ ઊર્જા ઉત્પન્ન થવાનું કારણ યુરેનિયમના થોડાક દળનું ઊર્જામાં થતું રૂપાંતર છે . 
 [ દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થઈ  શકે ( E = MC2 ) છે . તેની શોધ આલ્બર્ટ આઈન્સ્ટાઈને કરી 
 છે . ] આ પ્રક્રિયામાં યુરેનિયમના પરમાણુ ( ન્યુક્લિયસ ) નું  લગભગ બે  સમાન ટુકડામાં 
 વિભાજન થતું હોવાથી આ પ્રકિયાને 0ન્યુક્લિયસ - વિખંડન 0કહે છે . પરમાણુનું વિખંડન 
 થવાથી ઉત્પન્ન થતી ઊર્જાને પરમાણુ ઊર્જા  કે ન્યુક્લિયસ ઊર્જા કહે છે . 
 
  આપણે જોયન  કે યુરેનિયમ પરમાણુનું વિખંડન 
 થતાં બે  ટુકડા  તથા ત્રણ  ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે . આ 
 ત્રણ  ન્યુટ્રોન બીજા ત્રણ  પરમાણુનું વિખંડન કરે તેવી 
 યોજના કરવામાં આવે તો નવ  ન્યુટ્રોન  અને  પહેલાં 
 કરતાં ત્રણ  ગણી ઊર્જા ઉત્પન્ન થાય . આ નવ  ન્યુટ્રોન 
 બીજા નવ  પરમાણુનું વિખંડન કરે તો  લગભગ 27 
 ન્યુટ્રોન  અને  પહેલાં કરતાં નવ  ગણી ઊર્જા ઉત્પન્ન થાય 
 છે . આ પ્રક્રિયા  આગળ ને  આગળ વધી જાય તો  તેને 
 શૃંખલાં - પ્રક્રિયા ( Chain Reaction ) કહે છે . આ 
 પ્રક્રિયાને અમુક તબક્કે  આગળ વધતી અટકાવવામાં  ન 
 આવે તો ટૂંક સમયમાં એટલી બધી ઊર્જા ઉત્પન્ન થાય 
 તો એક  મોટો વિસ્ફોટ ( અણુધડાકો ) થાય . 
 
 પાન નં 47 
 
  જો  તેને અમુક રીતે નિયંત્રણ કરવામાં આવે ( ન્યુટ્રોન સંખ્યા અમુક થયા  પછી 
  આગળ વધતી અટકાવી દેવામાં આવે ) તો દર સેકન્ડે અમુક પ્રમાણમાં ઊર્જા  સતત મળતી 
 રહે . આવી રચનાને એટમિક રિએક્ટર ( પરમાણુભઠ્ઠી ) કહે છે . ભાભા એટમિક રિસર્ચ 
 સેન્ટર ( BARC ) માં આવાં પરમાણુરિએક્ટરો છે . 
 
 આલ્ફા કણ  એટલે બે  પ્રોટોન  અને બે  ન્યુટ્રોનનો સમૂહ :  જ્યારે બીટા - B કણ 
  એટલે ઈલેક્ટ્રોન 
 
 0પરમાણુનું ખંડન 
 
 પરમાણુ ખંડન થવાને લીધે બનાતાં નવાં તત્ત્વોના વજનનો સરવાળો શરૂઆતમાં 
 લીધેલા યુરેનિયમના વજન કરતાં ઓછો હોય છે .  એટલે વજનની  જે ઘટ આવે તેનું 
 શક્્તિમાં રૂપાંતર થયું હોય છે . એક  પાઉન્ડ ( 435 ગ્રામ ) યુરેનિયમમાંથી પરમાણુભંજન 
 થવાને પરિણામે  જે શક્્તિ મળે છે એટલી શક્્તિ પચાસ  લાખ  ટન કોલસો બાળવાને લીધે 
 મળતી શક્્તિ જેટલી  અથવા તો દસ  હજાર  ટન ટ્રાય - નાઈટ્રો - ટ્વીન ( TNT )  ના 
 વિસ્ફોટને લીધે મળતી શક્્તિની  બરાબર હોય છે .  આમ પરમાણુ - વિખંડનથી પ્રચંડ શક્્તિ 
 છૂટી પડે છે . 
 
 0ન્યુક્લિયર રિએક્ટર : પરમાણુ ભઠ્ઠી 
 
 પરમાણુ - ભંજનની પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્ટરમાં નિયંત્રિત કરી શકાય છે . 
 ન્યુક્લિયર રિએક્ટરમાં ઎લ્યુમિનિયમની પોલી નળીઓમાં યુરેનિયમ સળિયા રાખેલા હોય 
 છે . આ સળિયા કાર્બન  અથવા તો ન્યુટ્રોનની ગતિ ધીમી કરી  શકે તેવી ધાતુની પેટીમાં 
 રાખવામાં આવે છે . પ્રક્રિયા ધીમી કરવા  માટે કેડમિયમ ધાતુના સળિયા પેટીમાં ઉતારવામાં 
 આવે છે . કેડમિયમ ધાતુમાં ન્યુટ્રોન શોષી લેવાનો પણ ગુણ હોવાથી પ્રક્રિયા ધીમી કરી 
 શકાય છે . નિયમન  હેઠળ ચાલતી પરમાણુ - ખંડનની પ્રક્રિયામાં  મુક્્ત થતી ઉષ્માશક્્તિને 
 શીતક વડે  બહાર લઈ જવામાં આવે છે . શીતક તરીકે ભારે  પાણી , પ્રવાહી સોડિયમ વપરાય 
 છે . યાંત્રિક રચના વડે આ ઉષ્માશક્્તિનું વિદ્યુત શક્્તિમાં રૂપાંતર કરવામાં આવે છે . 
 
 પાન નં 48 
 
 0પરમાણુ ઊર્જાના ઉપયોગ 
 
 ( 1 ) પરમાણુ ઊર્જા અંગેની શોધ થયા  પછી તેનો પહેલો ઉપયોગ અણુબ૊ંબ 
 બનાવવામાં થયો . 
 
 ( 2 )  હવે તો પાવર - સ્ટેશનમાં વીજળી મેળવવા  માટે પરમાણુ રિએક્ટ઱નો ઉપયોગ 
 થાય છે . પરમાણુ - બળતણને ઓક્સિજનની  જરૂર પડતી નથી . 
 
 ( 3 ) પરમાણુશક્્તિનો ઉપયોગ કરીને રેડિયોએક્ટિવ સમસ્થાનિકો બનાવી શકાય 
 છે .  એનો તબીબી  , ખેતી  અને ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે . 
 
 ( 4 ) થાઈરોઈડ ગ્રંથિના કેન્સરની સારાવાર  માટે રેડિયોએક્ટિવ આયોડિન વપરાય 
 છે . 
 
 ( 5 ) મગજમાં ગાંઠ થઈ હોય તેનું સ્થાન શોધવા રેડિયોએક્ટિવ પદાર્થ ઈંજેક્શન 
 દ્વારા દાખલ  કરવામાં આવે છે . 
 
 ( 6 ) ધાતુમાં રહેલી અશુદ્ધિ પારખવામાં મદદરૂપ થાય છે . સ્ટીલ બનાવે  ત્યારે 
 રેડિયો - એક્ટિવ કાર્બન , સલ્ફર , ફ૊સ્ફરસની મદદથી સ્ટીલમાં રહેલી અશુદ્ધિ જાણી શકાય 
 છે . 
 
 0વિકિરણ  અને તેની હાનિકારક અસર 
 
 પરમાણુ ભંજનની પ્રક્રિયા  વખતે  મુક્્ત થતાં વિકિરણોને પ્રસરવા  માટે માધ્યમની 
  જરૂર રહેતી નથી . વિકિરણ શરીરમાં ઊંડે સુધી દાખલ  થઈ હાનિ પહોંચાડે છે . વિકિરણની 
 અસર થવાને લીધે પેશી  અને અંગની કાર્યશક્્તિ ઘટે છે . કેન્સર  કે લ્યુકેમિયા જેવા રોગ 
 થઈ  શકે છે . જનનપિંડ પર  અસર થાય તો જનનકોષોમાં વિકૃતિ આવે છે  અને તેની 
 અસર ભવિષ્યની પેઢીમાં પણ વિકૃતિ દ્વારા જોવા મળે છે . ગર્ભનાં વિકાસ  તથા વૃદ્ધિને 
 વિકિરણ ખરાબ  અસર કરે છે . વિકિરણની હાનિકારક અસરોમાં લોહીવિકાર , પાંચનતંત્રમાં 
 ગરબડ , નપુંસકતા , આનુવંશિક વિકૃતિ  મુખ્ય ગણાવી શકાય . આલ્ફાવિકિરણો શરીરમાં 
 દાખલ  થઈ આયનીકરણથી નુકસાન પહોંચાડે છે . બીટાકિરણો શરીરમાં ઊંડે સુધી ઊતરી 
 આવી જ હાનિ કરે છે . પ્રોટોન  અને ન્યુટ્રોન કણો પણ શરીરમાં દાખલ  થઈ નુકસાન કરી 
  શકે છે . 
 
 0વિકિરણની હાનિકારક અસર ઓછી કરવાના ઉપાયો 
 
 વિકિરણ નીકળતાં હોય એવા પદાર્થોને જાડી દીવાલવાળી સીસાની પેટી ( Lead 
 Box ) માં બંધ  રાખવામાં આવે છે .  જે મકાનમાં રેડિયો એક્ટિવ પદાર્થોનો ઉપયોગ થતો 
 હોય તેની દીવાલો પણ  સાધારણ કરતાં  વધારે જાડાઈવાળી સિમેન્ટ ક્રોંક્રિટની હોય છે . 
 જુદાજુદા પ્રકારના વિકિરણો રોકવા  માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે .  જે પાન નં 
 49 પર  દર્શાવ્યા છે . ગાયગર મુલર કાઉન્ટર તરીકે ઓળખાતા સાધન મારફતે વિકિરણની દીવાલ 
 હાજરી જાણી શકાય છે . 
 
 પાન નં 49 
 
 આલ્ફા વિકિરણોને રોકવા  માટે ફક્્ત કાપડનો તંબુ  કે સાદો કાગળ પૂરતો થઈ પડે 
 છે . આલ્ફા કણોના ઉત્સર્જનનો દર ગયગર મુલર કાઉન્ટર દ્વારા માપી શકાય છે . 
 
 બીટા કણવાળા વિકિરણને રોકવા  માટે 1 . 5 મિમી જાડું પતરું  કે 5 મિમી 
 જાડાઈની સિમેન્ટ ક્રોંક્રિટની દીવાલ  કે 16 મિમી જાડાઈનું લાકડું જરૂરી  છે . 
 
 ન્યુટ્રોન , ગેમા  અને ક્ષ - કિરણો રોકવા  માટે 28 મિમી જાડું પતરું  કે ક્રોંક્રિટની 100 
 મિમી દીવાલ  કે લાકડાની 250 મિલીમીટર જાડાઈ હોવી જરૂરી  છે . 
 
 આ માત્ર વિકિરણથી બચવા  માટે  શું થઈ  શકે  એ દર્શાવ્યું છે . પરમાણુ ભઠ્ઠીના 
 અકસ્માત  વખતે  કે બ૊મ્બમાંથી વછૂટેલા ન્યુટ્રોન ખૂબ  જ શક્્તિશાળી હોઈ શરીરમાં ઊંડે 
 સુધી ઊતરી જતા હોય છે . વનસ્પતિ  અને ખેતરના પાક  ઉપર તેની અસર થાય છે . 
 
 પરમાણુ શક્્તિ લાભદાયક નીવડે છે  કે નુકસાનકારક  એ બંને  પલ્લાં સમતુલ છે , 
  છતાં  ક્યારે , કેવા સંજોગોમાં કયું પલ્લું એક  તરફ નમી જાય  તે કહી શકાય  નહિ . યુદ્ધ 
 કરતાં શાંતિના સમયમાં પરમાણુ શક્્તિનો ઉપયોગ માનવીને  માટે  વધારે  ફાયદાકારક 
 સાબિત થઈ ચૂક્યો છે . અમેરિકા  અને રશિયા જેવા રાષ્ટ્રોએ  હવે પરમાણુઊર્જા દ્વારા 
 વિનાશ થાય તેવાં અણુશસ્ત્રોનો નાશ કરવાની દિશામાં સારું કદમ ઊઠાવ્યું છે . 
 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
 
 પાન નં 103 
 
 0પ્રકરણ - 11 
 
 3ઉપયોગી વનસ્પતિ  અને પ્રાણીઓ 
 
  તમારી તરફ  અને  તમારી  આસપાસ નજર ફેરવો  તમે  શું પહેર્યું છે ? ચામાડાના બૂટ 
  અથવા રબરનાં ચંપલ ;  સુતરાઉ  અથવા રેશમી  કપડાં  અથવા ગરમ  વસ્ત્રો .  તમે ચોપડી 
 વાંચો છો  અથવા કાગળના ટુકડા પર   કશું લખી રહ્યાં છો . આજે  તમે ગળ્યું દૂધ પીધું .  મધ , 
 ગોળ   અથવા ભાત  અને શાકભાજી ખાધાં ?  તમારી શાશાની પાટલીઓ લાકડાની બનેલી 
 છે .  તમારા ઘરમાં કલાદર્શક સૌંદર્ય ધરાવનાર થોર  કે અમરવેલ છે .  આપણે રોજિંદા 
 જીવનમાં ઉપયોગમાં લેતાં હોઈએ તેવી  અન્ય ઘણી ચીજવસ્તુઓ છે .  તમે ક્યારેક વિચાર્યું 
 છે  કે આ વસ્તુઓ  ક્યાંથી આવી  અથવા શામાંથી બની છે ? તેમાંની ઘણીખરી વસ્તુઓ 
 વનસ્પતિ  અથવા પ્રાણીમાંથી બનેલ છે . ચામડું , ઊન , દૂધ , ઈંડું , રેશમ  અને  મધ પ્રાણી - પેદાશ 
 છે ,  જ્યારે રબર , રૂ , કાગળ , ગોળ  , ચોખા , શાકભાજી , લાકડું  વગેરે  વનસ્પતિજ નીપજ છે . 
  તમે  એ પણ વિચાર્યું હશે  કે આ બધી જ વસ્તુઓના કેટકેટલા  વિવિધ ઉપયોગો  આપણે 
 કરીએ છીએ ! 
 
 આ પ્રકારમાં ,  આપણે  આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ બનનાર વનસ્પતિઓ 
  અને પ્રાણીઓ વિશે જાણીશું .  સૂક્ષ્મ જીવો આપણને કેટલા ઉપયોગી છે  તે  તમે જાણો છો . 
  પરંતુ તેમાંના કેટલાક રોગોનું નિર્માણ કરી  આપણા જીવનને , વનસ્પતિ  કે પ્રાણીઓને 
 હાનિકારક બની  શકે છે .  તે જ રીતે , બધી જ વનસ્પતિઓ  અને પ્રાણીઓ આપણને 
 ઉપયોગી  કે મદદરૂપ બનતાં નથી . કેટલાક પાકનું નુકસાન કરે છે  અને રોગોનું નિર્માણ કરે 
 છે . કેટલાંક ઝેરી  છે  જ્યારે કેટલાકનો વિકાસ આપણને ઉપયોગી વસ્તુ  ઉપર થાય છે  કે 
  જેને લીધે  તે બગડે છે .  પોતાની આસપાસનાં વનસ્પતિ  અને પ્રાણીઓનો નવી પદ્ધતિઓ 
 દ્વારા ઉપયોગ કરી લેવાની યુક્્તિઓ માનવ સમાજે શોધી કાઢી છે . મદદરૂપ થઈ  શકે તેવી 
 વનસ્પતિઓ  અને પ્રાણીઓનું ઉત્પાદન , વ્યવસ્થાપન  અને પાલનનો વ્યવસાય  કે  જે 
  સામાન્યતઃ ખેડૂતોનો ધંધો છે  તેને ` પશુપાલન ' કહેવામાં આવે છે .  આપણે  પહેલાં 
 વનસ્પતિ - તેની લાભકારક  અને નુકસાનકારક અસરો વિશે વીગતે ચર્ચા કરીશું ; ત્યારબાદ 
 કેટલાંક પ્રાણીઓ વિષે જાણીશું . 
 
 0આપણા જીવનને અસર કરનારી વનસ્પતિઓ 
 
 ઘણી મોટી સંખ્યામાં વનસ્પતિઓ આપણને ઉપયોગી બની રહે છે . કેટલાંક 
 ઉપયોગી ઝાડપાન ઉગાડવામાં આવે છે ,  જ્યારે કેટલાંક  મુક્્ત સ્વરૂપે ઊગી નીકળે છે .  તમે 
 જાણો છો  કે ચોખા  અને ઘઉં મોટા પાયા  ઉપર ઉગાડવામાં આવે છે ,  જ્યારે દવા 
 બનાવવામાં ઉપયોગી બનનાર કેટલીક વનસ્પતિઓ જંગલી  રીતે ઊગી નીકળે છે .  આપણે 
 કેટલીક ઉપયોગી વનસ્પતિઓનો , તેમનો ઉપયોગ સંદર્ભમાં વિભાગ પાડી અભ્યાસ 
 
 પાન નં 104 
 
 કરીએ  સામાન્યતઃ વૃક્ષો  અને વનસ્પતિઓને નીચેના વિભાગોમાં વહેંચી શકાય : ( 1 ) 
 ખોરાક ઉત્પાદન વનસ્પતિ ( 2 ) તંતુ - રેસા -  ઉત્પાદક વનસ્પતિ ( 3 ) લાકડું પૂરું પાડતી 
 વનસ્પતિ ( 4 ) ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ ( 5 ) કલાદર્શક સૌંદર્ય ધરાવતી 
 વનસ્પતિ . 
 
 01 . ખોરાક  ઉત્પાદક વનસ્પતિ 
 
 ઘણા લાંબા સમયથી માણસ  પોતાના ખોરાક  માટે વનસ્પતિ  ઉપર આધાર રાખતો 
 આવ્યો છે . વૈજ્ઞાનિક શોધો  અને વિકસતા જમાનાને પરિણામે ઝાડપાન ઉગાડવાની 
 નવીનવી પદ્ધતિઓ શોધાઈ રહી છે .  આપણા દેશમાં  આપણે રોજિંદા ખોરાકમાં  મુખ્ય 
 આહાર તરીકે અનાજનો ઉપયોગ કરી રહ્યાં છીએ . ચોખા , ઘઉં , મકાઈ , જુવાર  અને જવ 
  વગેરે મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવતું અનાજ છે . જવ  અને મકાઈનો પશુઆહાર તરીકે 
 પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે .  આપણે શકરિયાં  અને કસાવા જેવાં મૂળ  તરીકે 
 ઊગી નીકળનારનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ .  ઉપર દર્શાવેલ બધી જ 
 ખાદ્યપેદાશો કાર્બોદિતનો  મુખ્ય સ્ત્રોત છે  કે  જે આપણને શક્્તિ  આપે છે . તેમાં કેટલાંક 
 વિટામીનો પણ છે . બધી જ પ્રકારની દાળ , વટાણા , પાપડી  અને મગફળી શિમ્બી કુળની 
 વનસ્પતિઓ છે .  જે પ્રોટિન પૂરું પાડે છે . 
 
  આપણે વનસ્પતિનાં બીજ  અથવા  તેના ફળ કેટલાક ભાગોનો મોટા પ્રમાણમાં 
 ઉપયોગ કરીએ છીએ . કેટલાંક બીજમાંથી તેલ કાઢવામાં આવે છે , ફળમાંથી ખાંડ 
 બનાવવામાં આવે છે . , પર્ણોનો ઉપયોગ ચા , ક૊ફી  અને શાકભાજીમાં કરવામાં આવે છે . 
 રસોઈ  માટે વાપરવામાં આવતા તેલની બનાવટ  માટે સરસવ , સૂર્યમુખી , નાળિયેર , તલ 
 વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે . ગોળ  પણ તાડના ઝાડની  તેમજ શેરડીની પેદાશ છે . 
 
 માણસ વનસ્પતિના  લગભગ બધા જ ભાગોનો ખાવામાં ઉપયોગ કરતાં શીખ્યો છે . 
 પર્ણો , ફળ , ફૂલ , બીજ , પ્રકાંડ , મૂળ   અને  તેના ભાગોને  તે એક   યા બીજી રીતે ખાય છે . 
 વિયામીન , ખનિજ  તથા સ્થૂળઅંશ પદાર્થ તરીકે શાકભાજી  ઉત્તમ રીતે ઉપયોગી છે . ફળો 
 પોષક  તત્ત્વોના  મુખ્ય સ્ત્રોત છે . કેળાં દ્વારા આપણને  પુષ્કળ શક્્તિ  અને કેટલાંક ખનિજ 
 તત્ત્વો મળે છે . જામફળ વિટામીન - સી  અને લીંબુ જાતિનાં ફળો વિટામીન - સીનાં શ્રેષ્ઠ ધારકો 
 છે . ખોરાકમાં માત્ર એક  - બે  વનસ્પતિ પેદાશોને બદલે ,  આપણે બધી જ પેદાશોનો ઉપયોગ 
 શા  માટે કરીએ છીએ  અથવા કરવો જોઈએ  તે  હવે  તમને સમજાયું હશે ,  આપણા શરીરને 
 વિવિધપોષક તત્ત્વોની  જરૂર છે  અને વનસ્પતિ આપણને  તે પૂરાં પાડે છે . 
 
 વનસ્પતિ  અને તેની પેદાશોનો એક  મહત્ત્વનો ઉપયોગ તેજાના  અને મસાલા 
 તરીકેનો છે . એલચી  અને મરચાં જેવા પસંદગી પામતા તેજાના  અને મસાલાના ઉત્પાદકોમાં 
 ભારતનું સ્થાન મોખરે છે . રસોઈમાં સ્વાદ ને સુવાસ બક્ષનાર તરીકે આમલી  અને કેરી 
 જેવાં ફળોનો ઉપયોગ થાય છે . 
 
 પાન નં 105 
 
 02 . તંતુ -  ઉત્પાદક વનસ્પતિ 
 
 ઘણા સમય  પહેલાં ,  પોતાના પ્રારંભિક કાળમાં  માનવી  પોતાના શ઱ીરને ઢાંકવા  માટે 
 ઝાડની છાલ  અને પર્ણોનો ઉપયોગ કરતો હતો . રૂના તંતુ  અને નાળિયેરીના રેસાઓ 
 કપાસ  તથા નાળિયેર ફળના ભાગમાંથી મેળવવામાં આવે છે . શણના દંડમાંથી શણના 
 રેસા ( કંતાન )  પ્રાપ્ત થાય છે . આપણાં વસ્ત્રોની  અને  અન્ય જરૂરિયાતોને સંતોષવા  માટે 
 કપાસ  અને શણનું ઉત્પાદન મોટા પાયા પર  હાથ ધરવામાં આવે છે . ભારતના મધ્ય   અને 
  પશ્ચિમ પ્રદેશમાં રહેલી કાળી જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે . શણ બંગાળમાં 
  અને નાળિયેરી દરિયાકિનારે  વિપુલ પ્રમાણમાં જોવા મળે છે . રેશમનો ઉપયોગ વસ્ત્રોની 
 બનાવટમાં મોટે પાયે થા૟ છે  પરંતુ રેશમ  એ પ્રાણીજ પેદાશ છે જેની ચર્ચા  આપણે  પછી 
 કરીશું . 
 
 0003 . લાકડું પૂરું પાડતી વનસ્પતિ 
 
 બધાં જ વૃક્ષો સુકાય  ત્યારે લાકડું પૂરું પાડે છે  કે જેનો ઉપયોગ બળતણ તરીકે થઈ 
  શકે છે . લાકડાનું  અપૂર્ણ દહન ચારકોલ બનાવે છે  કે  જે  ફરી ઈંધણ તરીકે ઉપયોગમાં લઈ 
 શકાય છે . ખુરશી , ટેબલ , કબાટ , પલંગ જેવું ફર્નિચર બનાવવા  માટે દેવદાર , પાઈન , 
 સાગ  અને સાલ જેવાં  વિશિષ્ટ પ્રકારનાં વૃક્ષોનો ઉપયોગ થાય છે . વાંસ  અને બીજાં કેટલાંક 
 વૃક્ષોનું લાકડું મકાન બાંધકામમાં વાપરવામાં આવે છે . ભારતનાં ઘણાં રાજ્યોમાં એવાં 
 મકાનો બાંધવામાં આવે છે  જે પૂરેપૂરાં લાકડાં  અને વાંસમાંથી બનાવાયાં હોય . પૈડાં , હળ 
  વગેરે સાધનો  અને કેટલીક સામગ્રીઓ પણ લાકડામાંથી બનાવવામાં આવે છે . કાગળ 
 ઉદ્યોગ  માટે પણ લાકડું કાચો માલ છે ,  એમ કહી શકાય . 
 
 04 . ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ 
 
 જરૂરિયાત  અને અપ્રતિમ જિજ્ઞાસાવૃત્તિને કારણે માણસે એવી વનસ્પતિઓ શોધી 
 કાઢેલી છે  કે  જે ઔષધીય મૂલ્ય ધરાવતી હોય . આયુર્વેદ , યુનાની  અને સિદ્ધ નામની ત્રણેય 
 તબીબી  શાખાઓ ઔષધીય વનસ્પતિઓનો  વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરે છે . ` એલોપથી '  ના 
 નામે ઓળખાતી આધુનિક  અને પશ્ચિમી ઢબની તબીબી  શાખા પણ કેટલીક દવાઓ 
 બનાવવામાં વનસ્પતિનો ઉપયોગ કરે છે . લીમડાંના પાન , આમળાનાં ફળ , નીલગીરીનું 
 તેલ , પપૈયાનો રસો  અને તુલસી  તથા આદું જેવી વનસ્પતિ બહોળા પ્રમાણમાં વપરાતી 
 ઔષધીય વનસ્પતિઓ છે . 
 
 05 . કલાદર્શક સૌંદર્૟ ધરાવતી  અન્ય રીતે ઉપયોગી વનસ્પતિ 
 
 ધોમધખતા ઉનાળા  પછી  લીલાછમ પર્ણો ધરાવતાં વૃક્ષો  કે વનસ્પતિઓ આપણને 
 સૌને પસંદ  પડે છે . લીલી વનસ્પતિને નિહાળવાથી આપણી આંખને ટાઢક  પ્રાપ્ત થાય છે . 
 ઘણાં લોકો  બાગાયત - પ્રવૃત્તિ રસપૂર્વક કરે છે  અને સજાવટ  તથા સુશોભનની દૃષ્ટિ નજર 
  સમક્ષ રાખી ક્રોટોન્સ જેવા છોડ ધરમાં પણ ગોઠવે છે .  સુંદર રંગો , છોડના  વિવિધ આકારો 
  અને પર્ણો  તથા ફૂલોના મોહક રંગો આપણને આનંદ બક્ષે છે . 
 
 પાન નં 106 
 
 કેટલીક ઘરેલુ  અને  બાગાયત વનસ્પતિ  કે  જે કલાદર્શક સૌંદર્ય ધરાવે છે  તે આર્થિક 
 દૃષ્ટિએ પણ ઘણું જ મહત્ત્વનું ધરાવે છે . દા . ત . , ઓર્કિડ . ઓર્કિડ ઠંડા વાતાવરણમાં  અને 
 ખડકાળ , જંગલી  વિસ્તારમાં ઊગી નીકળે છે .  તે ઘણી ઊંચી કિંમતે વેચાય છે . થોર  એ 
 કુદરતી રણ - વનસ્પતિકિ છે ,  આમ  છતાં તેનો ઉપયોગ કલાદર્શક ઘરેલું છોડ તરીકે  બહુ મોટા 
 પાયે થાય છે .  એકદમ નાના ` બોન્સાઈ ' વૃક્ષો  કે  જે ઘરમાં ઉગાડી શકાય છે  તે સૌંદર્યમૂલ્ય 
 ધરાવે છે . 
 
 રબર , ગુંદર વૃક્ષરસ , ગુલાબજળ , અત્તર  અને બૂચ જેવી વનસ્પતિ પેદાશોનો 
  આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ થતો રહે છે . આમાંની ઘણી વસ્તુઓ  અને તંતુ - રેસાઓ 
 પણ  હવે રાસાયણિક રીતે બનાવવામાં આવે છે ,  આમ  છતાં  આપણે કુદરતી પેદાશોનો 
  પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ . ચંદનના ઝાડ જેવી ખૂબ  જ  મૂલ્યવાન વનસ્પતિ 
 ભારતના દક્ષિણ પ્રદેશના કેટલાંક રાજ્યોમાં  ઉપલબ્ધ છે . 
 
 ઝાડપાનનો  અન્ય ઘણી રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે . આપણને આવી 
 વનસ્પતિ  વારંવાર  જરૂર પડતી રહે છે . છાંયો પૂરો પાડવો , જમીનનું ધોવાણ અટકાવવું , 
 વરસાદ લાવવામાં મદદ કરવી  અને કુદરતમાં ઒ક્સિજન  અને કાર્બન ડાય૊ક્સાઈનું 
 પ્રમાણ જાળવવું - વનસ્પતિ આ બધાં કાર્યો  આપમેળે  આપણા  માટે કરે છે . આ બાબત 
 પરથી સમજી શકાય  કે વૃક્ષોની આડેધડ કાપણી  અને  એમનો નાશ પર્યાવરણની સમતુલા 
 જોખમાવી  શકે . પૃથ્વી પર  તાંડવ સર્જવા  માટે વનોનો નાશ જવાબદાર બની રહેશે . 
 
 કેટલીક ઝેરી  વનસ્પતિઓ સિવાય ઘણીખરી વનસ્પતિઓ માનવજીવન  માટે એક  
  યા બીજી રીતે ઉપયોગી છે . આઈવી , કુરેર , ઝેરી  નટ જેવી ઝેરી  વનસ્પતિઓના રસનો 
 ઉપયોગ શિકારીઓ કરતા હતા .  તેઓ બાણ  કે તીર  ઉપર આ રસ લગાડી શિકાર  ઉપર 
 છોડતાં ;  જે વાગતાં જ શિકારને ઝેરી  અસર થતી . પાર્થેનિયમ  અને કંટકીય બુશ જેવી 
 વનસ્પતિનાં પર્ણ  કે  અન્ય ભાગના સ્પર્શ માત્રથી આપણી ચામડી  ઉત્તેજિત બને છે  અને 
 ચામડીને હાનિ પહોંચે છે . ઘાસપાન જેવી કેટલીક બિનજરૂરી રીતે ઊગી નીકળતી 
 વનસ્પતિ જમીનનાં પોષક  તત્ત્વો  અને પાણીને વાપરે છે ,  જે નુકસાનકારક છે . આવાં 
 ઘાસપાનને હાથથી  અથવા નાશક તરીકે વપરાતાં રસા૟ણની મદદથી  દૂર કરવામાં 
 આવે છે .  તમે પાણીના તળાવ  ઉપર અમર્યાદિત રીતે ઊગી નીકળનાર શેવાળને જોઈ હશે . 
 લોકો આ વનસ્પતિનો પણ ઉપયોગ કરવા પ્રયત્નશીલ છે . 
 
 0આપણા જીવનને અસર કરતાં પ્રાણીઓ 
 
 બકરી , ડુક્કર , મરઘી  અને માછલીનો ઉપયોગ ખાદ્ય પદાર્થો તરીકે કરીએ છીએ . 
 પ્રાણીજ પ્રોટિન  તથા દૂધ તેમાંથી મળે રહે છે . ઘેટાંનો ઉપયોગ  તેના ફર  અને ઊન  માટે 
 પણ થાય છે . મધમાખી  અને રેશમના કીડાનો ઉપયોગ કેટલીક  વિશિષ્ટ પેદાશો દ્વારા 
 આપણી જરૂરિયાતો , સંતોષવા  માટે કરવામાં આવે છે . હજારોની સંખ્યામાં માખીઓ મધુરસ 
 એકઠો કરવા  માટે કેટલાંય ફૂલો  ઉપર ભમે છે  અને  પોતાના મધપૂડામાં તેનો સંગ્રહ કરે છે . 
  આપણે મધપૂડામાંથી  મધ મેળવવવાની પદ્ધતિ શોધી કાઢી છે . રેશમના કીડા  તેમના 
 
 પાન નં 107 
 
 કોશેટાઓમાં રેશમ વણે છે  અને  આપણે  તે કોશેટાનો ઉપયોગ કરી કાપડ - વણાટ માટેના 
 રેશમના તંતુઓ તૈયાર  કરીએ છીએ . 
 
  આપણે ઘેટાં  અને બકરાં જેવા પ્રાણીઓનો ઉપયોગ માંસ , ફર , ઊન , ચામડું  તથા 
 દૂધ મેળવવામાં કરીએ છીએ . ડુક્કર  અથવા તો સુવરનો ઉછેર તેનું માંસ  તથા ચામડું 
 મેળવવા  માટે થાય છે . 
 
 મધમાખીઓ ફૂલોમાંથી રસ એકઠો કરી  મધ બનાવે છે . મધમાં પાણી , શર્કરા , 
 ખનિજ  અને ઉત્સેચકો આવેલ હોય છે .  મધ સરળ  પાચક છે , પોષક  તત્ત્વો પૂરાં પાડનાર છે 
  અને  તેથી તેનો દવામાં પણ ઉપયોગ થાય છે . મધમાખીઓને ઉછેરી અમુક  નિશ્ચિત 
 સમયાંતરે  મધ મેળવવાની મોટા પાયા પર  પ્રવૃત્તિને ` મધુમક્ષિકાપાલન ' કહે છે . 
 
 શેતુરનાં વૃક્ષો  ઉપર જીવતા  અને તેનાં જ પર્ણો આરોગતા રેશમના 
 કીડાઓમાંથી રેશમ  પ્રાપ્ત થાય છે . તેની ઇયળમાં  વિશિષ્ટ રચના ધરાવતી રેશમગ્રંથિઓ છે 
  કે જેની મદદથી ઇ૟ળ  પોતાના શરીરની  આસપાસ રેશમનાં તંતુ વણે છે .  આમ થતાં દડા 
 આકારનો કોશેટો રચાય છે . તેમાંથી કોશિત રચના બને છે  અને  પછી  તે  પુખ્ત કીડો બને 
 છે . રેશમના તાંતણાઓ કોશેટામાંથી મેળવવામાં આવે છે . 
 
 ઘેટાં , બકરાં  અને મરઘાંના માંસ  ઉપરાંત પ્રાણીજ પ્રોટિન મેળવવાનો એક  મોટો 
 સ્ત્રોત માછલી છે . ક૊ડલીવર  અને શાર્કલીવર તેલથી વિટામીન ડી પ્રપ્ત થાય છે . માછલી 
 નદી - તળાવના મીઠા પાણીમાં  અને સમુદ્રના ખારા પાણીમાં જોવા મળે છે . માછલીને પકડ્યા 
  પછી  તેને માત્ર રાંધવામાં આવે છે તેવું નથી .  તેને સૂકવીને તેનું અથાણું બનાવાય છે  અને 
 ડબાબંધ કરવામાં આવે છે . મોટા પાયા પરના માછલીના  સમગ્ર વ્યવસ્થાપનને 
 ` મત્સ્યપાલન ' કહે છે . 
 
 0પ્રાણીઓના કેટલાક  અન્ય ઉપયોગો 
 
 ચામડાના બૂટ , ચંપલની બનાવટ ખૂબ  જ  ખર્ચાળ વસ્ત્રપરિધાન  માટે  તથા 
 સૌંદર્ય પ્રસાધનો કેટલાય પ્રાણીઓનો ઉપયોગ થાય છે . પ્રાણીઓના ચામડામાંથી બૂટ - 
 ચંપલ બને છે . સર્પની ચામડી ( કાંચળી ) માંથી સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં આવે છે . 
 હાથીના  સુંદર દાંત કાપી તેમાંથી હાથીદાંતની કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવે છે , તો 
 પ્રાણીઓનાં શિંગડામાંથી સુશોભન વસ્તુઓનું નિર્માણ થાય છે . 
 
 પ્રાણીઓનો ઉપયોગ વાહનવ્યવહારમાં , ખેતીવાડીમાં , યુદ્ધમાં  તથા શિકારમાં , તકેદારી 
  માટે  તથા વૈજ્ઞાનિક સંશોધન  માટે થતો રહ્યો છે . ઉંદર , સસલું , વાંદરા  તથા દેડકાંનો 
 ઉપયોગ ઔષધીય પરીક્ષણમાં  તથા પ્રયોગશાળામાં મોટા પાયા પર  થાય છે . 
 
 0કેટલાંક હાનિકારક પ્રાણીઓ 
 
 વનસ્પતિની  જેમ કેટલાંક પ્રાણીઓ  આપણા  માટે હાનિકારક પણ છે .  તમે ઝેરી  
 પ્રાણીઓની કલ્પના કરી શકો છો ? ઘણાંખરાં પ્રાણીઓમાં  પોતાના  ઉપર હુમલો કરનારનો 
 
 પાન નં 108 
 
 જુદીજુદી રીતે સામનો કરવાની આવડત હોય છે . સર્પ  કે કીડી જેવાં પ્રાણી  તમને ખલેલ 
 પહોંચાડનાર  કે ઈજા કરનારને કરડે છે  અને દંશ  મારે છે .  પરંતુ  આપણે આ જીવવિષનો 
 થોડો ઉપયોગ દવાઓ બનાવવામાં કરી લઈએ છીએ . 
 
  તમે વાંચ્યું હશે  કે ઘણાં  સૂક્ષ્મ જીવાણુઓ વનસ્પતિ  અને પ્રાણીઓમાં રોગોનું 
 સર્જન કરે છે . ઘણાં નાનાં પ્રાણીઓ પણ પાકનો નાશ કરીને  કે તેમાં રોગો ઉત્પન્ન કરીને 
 હાનિ પહોંચાડે છે . 
 
 ઘણાં મોટા પ્રમાણમાં કીડાઓ તેમની ઇ૟ળો વનસ્પતિ ખાઈને જીવે છે .  જ્યારે 
  તે પાકને ખાઈને જીવે છે ,  ત્યારે પાકને ખૂબ  જ નુકસાન પહોંચાડે છે  અને ઉત્પાદન 
 ઘટાડે છે . આવા કીડાઓને પીડક કહે છે  કે  જેને કાબૂમાં લેવાનું  આવશ્યક બને છે . પીડક 
 જેવા આ નાશક જીવ તેમની ખાવાની આદતના પ્રમાણે સમૂહો રચે છે  અને તેમાં જીવે છે . 
 * 
 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
 
 </p></body></text></cesDoc>