<cesDoc id="guj-w-misc-txt0s004" lang="guj">
<cesHeader type="text">
<fileDesc>
<titleStmt>
<h.title>guj-w-misc-txt0s004.txt</h.title>
<respStmt>
<respType>Electronic file created by</respType>
<respName>Central Institute for Indian Languages, Mysore</respName>
<respType>transferred into Unicode and CES format by</respType>
<respName>"Unicodify" software by Andrew Hardie</respName>
</respStmt></titleStmt>
<publicationStmt>
<distributor>UCREL (on behalf of CIIL)</distributor>
<pubAddress>Department of Linguistics, Lancaster University, Lancaster, LA1 4YT, UK</pubAddress>
<availability region="WORLD"></availability>
<pubDate>03-08-17</pubDate>
</publicationStmt>
<sourceDesc>
<biblStruct>
<monogr>
<h.title>unknown</h.title>
<h.author>unknown</h.author>
<imprint>
<pubPlace>India</pubPlace>
<publisher>Unknown - unknown</publisher>
<pubDate>unknown</pubDate>
</imprint>
<idno type="CIIL code">txt0s004</idno>
</monogr></biblStruct></sourceDesc></fileDesc>
<encodingDesc>
<projectDesc>Text collected for the CIIL Corpus, subsequently integrated into the EMILLE/CIIL Monolingual Written Corpora.</projectDesc>
<samplingDesc>Simple written text only has been transcribed. Diagrams, pictures and tables have been omitted. Sampling begins at page unknown.</samplingDesc>
<editorialDecl><conformance level="1"></conformance></editorialDecl>
</encodingDesc>
<profileDesc>
<creation><date>03-08-17</date></creation>
<langUsage>Gujarati</langUsage>
<wsdUsage>
<writingSystem id="ISO/IEC 10646">Universal Multiple-Octet Coded Character Set (UCS).</writingSystem>
</wsdUsage>
<textClass>
<channel mode="w">print</channel>
<constitution type="composite"></constitution>
<domain type="public"></domain>
<factuality type="fact"></factuality>
</textClass>
<translations></translations>
</profileDesc>
<revisionDesc></revisionDesc>
</cesHeader>

<text><body>

<p>7ગુજરાતી 
 8ગુજરાતી 
 + 
 ધોરણ 4 
 પાઠ 2 
 પાન નં 3 
 3  સાચાબોલાં હરણાં 
 લેખક - ચિમનલાલ ત્રિવેદી 
 એક  મોટું વન હતું .  એમાં એક  સરોવર હતું . સરોવરના કાંઠે એક  મોટું ઘટાદાર ઝાડ હતું . મોડી 
  સાંજે એક   વિકરાળ પારધી  ત્યાં આવીને થોભ્યો . વહેલી સવારથી  તે શિકારની શોધમાં ફરતો હતો .  એને થયું 
 કે રાત્રે સરોવરમાં પાણી પીવા  જરૂર કોઇ જનાવર આવશે . 
 
 બાણ ચડાવીને  એ ઝાડ પર  ચડી ગયો .  એટલામાં એક  હરણી  એ સરોવરમાં પાણી પીવા આવી . 
 પારધીની નજર  તેના પર  પડી . હરણીએ  પણ પારધી અને  તેના બાણને જોયાં .  તે ગભરાઇ ગઇ . 
 
 હરણી બોલી , " ભલા ભાઇ ,  મારા પર  થોડી દયા કર . તારું બાણ છોડવું રહેવા દે . ઘેર  મારું 
 બચ્ચું  મારી વાટ જોઇ રહ્યું છે .  મને જવા દે !  મારું બચ્ચું ભૂખ્યું થયું હશે . " 
 
 પારધી બોલ્યો , " ભૂખ તો મનેય લાગી છે ને ઘેર  મારાં બચ્ચાં  પણ ભૂખે ટળવળતાં હશે . " 
 
 હરણી બોલી , " તારે  મને મારવી જ હોય તો  માર .  પણ  મારા બચ્ચાને ખવરાવીને પાછી આવું 
 એટલી વાર થોભી જા . " 
 
 પાન નં 4 
 
 પારધી થોડો નરમ થયો . એણે કહ્યું , " ભલે , તો  ઝટ જઇ આવ .  તારા બચ્ચાને ખવરાવી  તરત 
 પાછી વળજે . " 
 
 થોડી વાર થઇ ને એક  હરણ  ત્યાં આવી ચડયો . પારધીએ  એનો શિકાર કરવા બાણ ચડાવ્યું . હરણ 
 બોલ્યો , " થોડી વાર થોભી જા , ઓ ભલા ભાઇ !  હું  મારી હરણીની શોધમાં છું .  મારું બચ્ચું ભૂખ્યું થ૟ું 
 છે .  હું  એને માટે  મારી હરણીને બોલાવવા આવ્યો છું .  તે  અહીં આવી હતી ? તેં  એને  મારી તો નથી 
 નાંખીને ? " 
 
 પારધી બોલ્યો , " અરે , થોડી વાર  પહેલાં જ  એ  અહીં આવી હતી .  મેં  એને જીવતી જવા દીધી છે . 
 બચ્ચા  પાસે જવાનું કહીને  એ ગઇ છે .  પણ  હવે તને તો  નહિ જ જવા દઉં .  હું અને  મારાં બાળકો સવારનાં 
 ભૂખ્યાં છીએ . " 
 
 હરણે કરગરીને પારધીને કહ્યું , " ભલો થઇને થોડી વાર તારું બાણ અટકાવી રાખ , ભાઇ !  મને 
  મારા બચ્ચાને ને  મારી હરણીને મળી આવવા દે .  હું  તરત તારી  પાસે હાજર  થઇ જઇશ . " 
 
 પારધી પાછો નરમ થયો . તેણે કહ્યું , " ભલે , તો  ઝટ જઇ આવ .  બહુ મોડું  ન કરીશ . " 
 
 થોડી વાર થઇ ને એક   ત્રીજું હરણ  ત્યાં આવી ચડયું .  એ નાનું બચ્ચું હતું . પારધીએ  એને જોયું ને 
  એનો શિકાર કરવા બાણ ચડાવ્યું . હરણના બચ્ચાએ પારધીને જોયો .  એ ગભરાયું ,  પણ હિંમત રાખી 
 બોલ્યું , " થોભ ! ઓ ભાઇ ! તેં  મારી માને જોઇ છે ? તેં  મારા બાપુને જોયા છે ?  હું  મારાં માતાપિતાને 
 ક્યારનું શોધું છું . " 
 
 પારધી બોલ્યો , " તો તો  હમણાં  જે હરણી ને હરણ આવ્યાં હતાં  એ જ તારાં માતાપિતા હશે .  એ 
 તને શોધતાં એકમેકની  પાછળ ઘેર ગયાં છે .  એ તને મળવા જ ગયાં છે .  એમને તો  મેં જીવતાં જવા દીધાં 
 છે ,  પણ તને તો  હું  નહિ જ જવા દઉં .  મને  બહુ ભૂખ લાગી છે .  મારાં બાળકો  પણ ભૂખ્યા પેટે જાગતાં 
 પથારીમાં આળોટતાં હશે . 
 
 પાન નં 5 
 હરણના બચ્ચાની આંખમાં આસું આવી ગયાં .  તે બોલ્યું , " ઓ ભલા ભાઈ ! થોડી વાર માટે  મને 
 જીવતદાન  આપ .  હું  મારાં માતાપિતાને મળી  તરત પાછું આવીશ .  મારા વિના  એ બેઉ  જણ કેવાંય 
 વલવલતાં હશે !  મને એક  વાર  તેમને મલી આવવા દે ! " 
 
 હરણના બચ્ચાનું આંસુભર્યું મોં જોઈ પારધી  ફરી નરમ થયો . એણે કહ્યું , " ભલે ,  તું  પણ જા . 
  પણ તારાં માતાપિતાને મળી  ઝટ પાછું આવી જજે . " 
 
 પેલાં ત્રણે હરણાં  એમના ઘર  પાસે એકમેકને મળ્યાં . હરણ અને હરણી  એ બચ્ચાને હેતથી ખંજવાળ્યું . 
 હરણી તો  વારેવારે બચ્ચાને ડિલ પર  , કપાળ પર  , લમણા પર   એમ  બધે જીભથી ચાટવા લાગી . 
 
 હરણીએ અને હરણે  પોતાને પારધી  સાથે થયેલી વાત કરી . 
 
 બચ્ચાએ કહ્યું , "  એ પારધી તો  મને  પણ મળ્યો હતો .  તમારી  જેમ  મારે  પણ  એની  પાસે જવાનું 
 છે . ચાલો ,  આપણે ત્રણે  સાથે જ જઈએ . " 
 
 ત્રણે જણ થોડી વારમાં જ પારધી  પાસે આવી ઊભાં રહ્યાં . બોલ્યાં , "  અમે  અમારા વચન મુજબ 
 તારી  પાસે આવ્યાં છીએ .  હવે  તું સુખેથી અમને  માર . " 
 
 	  કોણ  જાણે  કેમ  પણ પારધી ગળોગળો થઈ ગયો ને બોલી ઊઠયો . "  તમે કેવાં  સાચાબોલાં છો ! 
 મરવા માટે તો  આમ પાછું  કોઈક જ આવે .  તમને મારીને  હું  કયાં જાઉં ?  તમે  હવે  નિરાંતે ઘેર જાઓ . 
  હું તમારામાંથી એકેને હણીશ  નહિ .  મારા અને  મારાં બાળકોનાં પેટ માટે  હું ઝાડનાં ફળ જ લેતો જઈશ . " 
 
 હરણ , હરણી અને હરણનું બચ્ચું પારધીને આશિષ આપતાં ઘેર પાછાં ફર્યાં . 
 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
 
 પાન નં 9 
 પાઠ - 4 
 સંપાદિત 
 3 સિંહ અને સસલો 
 એક  મોટું જંગલ હતું .  એમાં એક  સિંહ રહેતો હતો .  તે ખૂબ  ભૂખાળવો ને આળસુ હતો . વનમાં 
 ભૂખા઴વો નાનાં - મોટાં પશુઓ પર   એ આડેધડ હુમલો કરતો ને અનેક પશુઓને  મારી નાખતો . એમાંથી 
 ખવાય એટલાંને ખાતો ને બાકીનાં  એમ ને  એમ પડી રહેતાં .  પછી  તે આળસુ સિંહ ગુફામાં જઈને ઊંઘી જતો . 
 ખૂબ  ભૂખ લાગે ત્યારે  તે  વળી પાછો પશુઓ પર  ત્રાટકતો . 
 
 વનનાં પશુઓ આથી ત્રાસી ગયાં . ચોમેર ભય ફેલાઈ ગયો . સિંહ આવીને  ક્યારે હુમલો કરશે  એ  ન 
 જાણવાથી પશુઓ ડરનાં માર્યાં  બહાર  ન નીકળતાં .  પણ કયારેક સિંહ ઘણા દિવસ  ન દેખાતો .  એથી ` હાશ ' 
 કરીને  એ  બહાર નીકળતાં ને  એવામાં જ પેલો સિંહ  એકાએક કયાંકથી આવીને ત્રાટકતો ને પશુઓ  એનો 
 ભોગ બનતાં . 
 
 પાન નં 10 
 આથી એકવાર બધાં પશુઓ ભેગાં મળ્યાં .  એમણે વિચાર કર્યો કે , ` સિંહ  આમ આડેધડ આવીને 
 આપણને  મારી નાખે છે ને અનેક પશુઓનો સંહાર કરે છે .  વળી , બધાંને  એ ખાતો  પણ નથી , એટલે 
 ઘણાં તો નાહકનાં કર્યું , "  આપણે  પોતે જ  દરરોજ આપણામાંથી એક  - એક  પશુને  એની  પાસે 
 મોકલીએ ને  એ  એને ખાઈ જાય .  આમ કરવાથી  આપણે મોટા સહારમાંથી બચી જઈશું ને શાંતિથી જીવી 
 શકીશું . " 
 
 બધાં પશુઓ સિંહ  પાસે ગયાં . ને હાથ જોડીને  એને કહ્યું : " મહારાજ ,  અમે  આપને એક  વિનંતી 
 કરવા આવ્યાં છીએ . ખોરાક માટે  આપને  દૂર -  દૂર સુધી  ફરીને પશુઓના સંહાર કરવો પડે છે .  એથી 
  આપને ઘણો શ્રમ પડતો હશે .  વળી , વનના રાજાને આહાર માટે  આમ ઠેર - ઠેર ભટકવું પડે  એની  પણ 
 અમને પ્રજા તરીકે શરમ આવે છે .  એથી આપનો મોભો જાળવવા  અમે જ સામેથી ગુફા  આગળ ખોરાક 
 તરીકે હાજર  રહેવાનું વિચાર્યું છે .  અમે રોજ એક  - એક  પશુ બપોર  પહેલાં  અચૂક આપની  પાસે હાજર  
 થઈશું .  આપ  નિરાંતે આપનું ભોજન લેજો . " 
 
 સિંહે વિચાર્યું કે , `  મારે રોજ રખડવું મટ્યું . પડયે - પડયે જ ભોજન મળી જતું હોય તો  પછી 
  નકામી મહેનત શા માટે કરવી ? ' એણે કહ્યું : "  તમારી વિનંતી  હું મંજુર કરું છું .  હવે  હું સંહાર કરવા 
  બહાર  નહિ નીકળું .  પણ ધ્યાન રાખજો , જો  નિયમિત બપોર  પહેલાં  મારી  પાસે  નહિ આવો તો  હું આખા 
 જંગલનાં પ્રાણીઓને  મારી નાખીશ . " 
 
 " મહારાજે મોટી દયા કરી . "  એમ કહીને પશુઓ ગયાં .  એમને નિરાંત થઈ .  એ  પછી  નિયમિત રીતે 
 એક  - એક  પશુ સિંહ  પાસે જવા માંડયું . પડયે - પડયે ભોજન મળતું હોવાથી સિંહ  વધુ ને  વધુ આળસુ 
 થતો ગયો ને એક  - એક  પશુથી ચલાવવા માંડયો . 
 
 પાન નં 11 
 એક  દિવસ એક  સસલાનો વારો આવ્યો .  એ ખૂબ  જ ચતુર  હતો . એણે વિચાર્યું , " મરવાનું તો છે 
 જ . તો  પછી ઉતાવળ શા માટે કરવી ? જવાય છે  ધીમે  ધીમે . " 
 
 રસ્તામાં એક  કુવો આવ્યો .  એને થયું , ` મરતાં  પહેલાં  મારું મોં તો જોઇ લઉં ! ' કૂવામાં  પોતાનું 
 પ્રતિબિંબ જોતાં ચતુર  સસલાના મગજમાં એક  વિચાર આવી ગયો . સિંહને જ  મારી નાખવાની એક  યુક્તિ  એને 
 સૂઝી . એટલે ખુશ  થતો થતો  એ  ધીરે  ધીરે બપોર  પછી જ સિંહ  પાસે પહોંચ્યો . સિંહ ગુસ્સાથી ધૂંવાંપૂંવાં 
 થઇ ગયો હતો . સસલાને જોતાં જ એણે ત્રાડ પાડી : "  કેમ મોડું કર્યું ? ભાન નથી ? એક  તો  સાવ નાનકડો છે 
 ને પાછો સમયસર  ન આવ્યો !  હવે તો  હું તને ને  તારા આખા કુટુંબને ખાઇ જઇશ . " 
 
 સસલાએ હાથ જોડીને કહ્યું : " મહારાજ , મોડું થયું  એ માટે માફી માગું છું .  પણ  મારો વાંક નથી .  હું 
 તો વહેલો જ નીકળ્યો હતો ,  પણ રસ્તામાં એક  બીજા સિંહરાજે  મને રોકી રાખેલો . " 
 
 સિંહ તાડુક્યો : " બીજો સિંહ !  કોણ છે  એ ?  એને  તું સિંહરાજ કેહવાની હિંમત કરે છે ? લઇ જા  મને 
  એની  પાસે .  એને બતાવી દઉં કે આ જંગલનો રાજા  કોણ છે ! " 
 
 સસલાએ કહ્યું , " મહારાજ , શાંત થાઓ . વાત  એમ બની કે , રસ્તામાં મળેલા  એ સિંહે ત્રાડ પાડીને 
  મને કહ્યું કે , `  ક્યાં જાય છે ? '  મેં કહ્યું કે , ` રાજા  પાસે . ' તો એણે કહ્યું કે , ` આ વનનો રાજા તો  હું છું . 
 બીજો રાજા  વળી કયો ?  ક્યાં છે  એ ? બતાવ  મને ! '  મેં કહ્યું કે , `  એમને  હું જ આપની  પાસે લઇ આવું 
 છું , '  એમ સમજાવીને  હું માંડમાંડ  એની  પાસેથી છૂટયો છું . " સિંહે કહ્યું : "  અત્યારે ને  અત્યારે  તું  મને  એની 
  પાસે લઇ જા .  એ દુષ્ટને માર્યા વિના  મને જંપ  નહિ વળે . " 
 
 સસલો સિંહને લઇને પેલા કૂવા  પાસે ગયો . એણે કહ્યું : "  એ લડાઇખોર સિંહ  આટલામાં જ હતો . કોઇ 
 ગુફામાં સંતાઇ ગયો હશે . "  પછી કૂવામાં નજર કરીને એણે કહ્યું , " જુઓ મહારાજ ,  એ આની  અંદર જ ભરાઇ 
 ગયો છે . " 
 
 પાન નં 12 
 સિંહે કૂવામાં જોયું .  પોતાનું પ્રતિબિંબ જોઇને  એને થયું કે  અંદર બીજો સિંહ છે . એણે ત્રાડ નાખી . 
 કૂવામાં  એનો પડઘો પડયો . સિંહને થયું કે સામેના સિંહે  મારી  સામે ત્રાડ નાખી .  એથી ખૂબ  જ ગુસ્સે થઇને 
 પેલા સિંહને  મારી નાખવા એણે કૂવામાં ભૂસકો માર્યો . ને  એ ડૂબી ગયો . 
 
 ચતુર  સસલાની યુક્તિ સફળ  થઇ . સસલાની બુદ્ધિથી જંગલનાં બધાં જ પ્રાણીઓને કાયમ  માટે રાહત 
 થઇ ગઇ . 
 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
 
 પાઠ 5 
 પાન નં 14 
 3 અબ્બાસસાહેબ 
 મુંબઇનાં જૂનાં મુસલમાન કુટુંબોમાં તૈયબજી કુટુંબ જાણીતું છે . તૈયબજી કુટુંબ  પરદેશી કાપડના 
 વેપારમાં ખૂબ   તાલેવંત થયું હતું ;  પણ  તે કુટુંબમાં સારા - સારા દેશસેવકો જન્મ્યા ,  તેથી જ  તે કુટુંબ 
  પ્રખ્યાત થયું છે . 
 
 દેશના પ્રસિદ્ધ આગેવાન બદરુદ્દીન તૈયબજી આ જ કુટુંબમાં થઇ ગયા .  તેઓ ઇ . સ . 1887ની 
 રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ થયા હતા . 
 
 અબ્બાસ તૈયબજીનો જન્મ આ કુટુંબમાં થયો હતો . કુટુંબના બધા સારા ગુણો  તેમનામાં પૂરેપૂરા 
 ઊતર્યા હતા . 
 
 તૈયબજી કુટુંબ  ચુસ્ત મુસલમાન હોવા છતાં ઘરમાં કે  બહાર પડદો પાળતું  નહિ . પડદાનો રિવાજ 
 છોડવા અને છોડાવવામાં  એ કુટુંબે આગળપડતો ભાગ લીધો છે . 
 
 અબ્બાસસાહેબની લાયકાત જોઇ વડોદરાના શ્રી સયાજીરાવ ગાયકવાડે  તેમને  પોતાની નોકરીમાં લીધા 
 અને  છેવટે  પોતાના ન્યાયમંદિરના વડા ન્યાયાધીશ બનાવ્યા . 
 
 પાન નં 15 
 ઇ . સ . 1919ની સાલમાં પંજાબમાં જલિયાંવાલા બાગમાં અંગ્રેજ લશ્કરે હિંદીઓ  ઉપર ગોળીઓ ચલાવી 
 સેંકડો માણસોની કતલ કરી . આ બનાવે  આપણા દેશમાં ધણાંનાં જીવન પલટી નાખ્યાં . અબ્બાસસાહેબના 
 જીવનમાં  પણ  તેમ બન્યું .  એ બનાવથી તેમનું દિલ બીજાં કામકાજમાંથી ઊઠી ગયું અને તેમણે દેશસેવામાં 
 ઝંપલાવ્યું . 
 
 જલિયાંવાલા બાગના અત્યાચારોની તપાસ કરવા હિંદી રાષ્ટ્રીય મહાસભાએ એક  તપાસ સમિતિ નીમી . 
 તેમાં ન્યાય અને કાયદો  બરાબર જાણતા એવા મોટા મોટા આગેવાનોને નીમવામાં આવ્યા . ન્યાયમૂર્તિ અબ્બાસ 
 તૈયબજીને  પણ તેમાં લેવામાં આવ્યા . આ સમિતિમાં આ ઉપરાંત પંડિત મોતીલાલ નેહરુ , મહાત્મા ગાંધી , 
 પંડિત મદનમોહન માલવીય , શ્રી વિઠ્ઠલભાઇ પટેલ તથા શ્રી જયકર  પણ હતા . 
 
 આ સમિતિએ પંજાબમાં જઇ ભડકી ગયેલા લોકોનો હિંમત આપી અને પૂરી તપાસ કરી  પોતાનો 
 અહેવાલ દેશ  આગળ અને સરકાર  આગળ મૂક્યો . તેમાં તેણે સરકારનો ગુનો  પુરવાર કરી આપ્યો . 
 
 સરકારનો ગુ઩ો  પુરવાર તો થયો ,  પણ  તેથી  શું વળે ? સરકાર  પોતાનો ગુનો કબૂલ  કરવા તૈયાર  
  ન હતી .  તેથી આ સમિતિમાં નિમાયેલા આગેવાનોએ ઈશ્વરને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા કરી , " આવા અન્યાયો 
  ફરીથી  ન થાય એવી સ્થિતિ દેશમાં આવે , તથા દેશમાં સ્વરાજ્યની સ્થાપના થાય ,  ત્યાં સુધી અમારે માટે 
 તમામ  આરામ હરામ છે ;  ત્યાં સુધી  અમે કોઇ જંપીને બેસીશું  નહિ . " 
 
 અબ્બાસસાહેબે  તે દિવસથી  પોતાનું આખું જીવન સ્વરાજ્યની લડતમાં  કુરબાન કરી દીધું . ત્યારે 
 તેમની ઉંમર  પાંસઠ વર્ષની હતી . તેમણે ગાંધીટોપી ધારણ કરી અને શુદ્ધ ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી અને 
  તે આખર સુધી પાળી . 
 
  પછી તો વયોવૃદ્ધ અબ્બાસસાહેબ લોકોમાં જાગૃતિ આણવા ગામડે ગામડે ઘૂમવા લાગ્યા . કામ કરતાં 
  તેઓએ  ન દેખ્યો દિવસ કે  ન દેખી રાત . ગરીબ  લોકોનાં ઝૂંપડાંઓમાં સૂએ ,  તેઓ  આપે તેવો રોટલો ખાય 
 અને બધી જાતની અગવડો આનંદથી ઉઠાવે . 
 
 પાન નં 16 
 ઇ . સ . 1930 માં ગાંધીજીએ  પૂર્ણ સ્વરાજ્યની લડત ઉપાડી .  એ અંગે કાયદાનો  સવિનય ભંગ 
 કરવાને માટે તેમણે આખી પ્રજાને અકારો એવો મીઠાનો કાયદો તોડવાનું પસંદ  કર્યું . તેનો ભંગ કરવા ગાંઘીજી 
 સાબરમતી આશ્રમથી કૂચ કરી દાંડીને સમુદ્રકિનારે પહોંચ્યા . 
 
 અબ્બાસસાહેબથી  હવે  કેમ રહેવાય ?  તેઓ ગાંધીજીને મળવા દાંડી દોડી આવ્યા . ગાંધીજીએ  તેમને 
  પોતાની સત્યાગ્રહી ટુકડીના સેનાપતિ નીમ્યા . 
 
 ધરાસણાના અગર લૂંટવા ગાંધીજી નીકળ્યા , એટલે  તેમને સરકારે પકડી લીધા . અબ્બાસસાહેબે તેમની 
 જગા લઇ ધરાસાણા તરફ કૂચ ચાલુ  રાખી . સરકારે  તેમને  પણ પકડી જેલમાં પૂરી દીધા . અબ્બાસસાહેબે 
  એ જેલ હસતાં - હસતાં ભોગવી , અને નાના મોટા બધા દેશસેવકો  સાથે સમાન ભાવે રહી સૌનાં હૃદય જીતી 
 લીધાં </p></body></text></cesDoc>