<cesDoc id="guj-w-misc-hs00s003" lang="guj">
<cesHeader type="text">
<fileDesc>
<titleStmt>
<h.title>guj-w-misc-hs00s003.txt</h.title>
<respStmt>
<respType>Electronic file created by</respType>
<respName>Central Institute for Indian Languages, Mysore</respName>
<respType>transferred into Unicode and CES format by</respType>
<respName>"Unicodify" software by Andrew Hardie</respName>
</respStmt></titleStmt>
<publicationStmt>
<distributor>UCREL (on behalf of CIIL)</distributor>
<pubAddress>Department of Linguistics, Lancaster University, Lancaster, LA1 4YT, UK</pubAddress>
<availability region="WORLD"></availability>
<pubDate>03-08-17</pubDate>
</publicationStmt>
<sourceDesc>
<biblStruct>
<monogr>
<h.title>unknown</h.title>
<h.author>unknown</h.author>
<imprint>
<pubPlace>India</pubPlace>
<publisher>Unknown - unknown</publisher>
<pubDate>unknown</pubDate>
</imprint>
<idno type="CIIL code">hs00s003</idno>
</monogr></biblStruct></sourceDesc></fileDesc>
<encodingDesc>
<projectDesc>Text collected for the CIIL Corpus, subsequently integrated into the EMILLE/CIIL Monolingual Written Corpora.</projectDesc>
<samplingDesc>Simple written text only has been transcribed. Diagrams, pictures and tables have been omitted. Sampling begins at page unknown.</samplingDesc>
<editorialDecl><conformance level="1"></conformance></editorialDecl>
</encodingDesc>
<profileDesc>
<creation><date>03-08-17</date></creation>
<langUsage>Gujarati</langUsage>
<wsdUsage>
<writingSystem id="ISO/IEC 10646">Universal Multiple-Octet Coded Character Set (UCS).</writingSystem>
</wsdUsage>
<textClass>
<channel mode="w">print</channel>
<constitution type="composite"></constitution>
<domain type="public"></domain>
<factuality type="fact"></factuality>
</textClass>
<translations></translations>
</profileDesc>
<revisionDesc></revisionDesc>
</cesHeader>

<text><body>

<p>3 33 સ્વાતિ પારેખ 
 + 
 3FILE NAME - HS00S003 . GSS 
 
 360 શરીરશાસ્ત્ર 
 
 3પાન નં 27 
 
 3પ્રકરણ - 8 
 
 3 પેશી - Tissues 
 
 આગલા પ્રકરણમાં  આપણે કોષ વિષેની વાત કરી ગયાં , દરેક સજીવના 
 જીવનની શરૂઆત એક કોષથી થાય છે , કોષોનું  વારંવાર વિભાજન થાય છે . 
 આવા  વારંવાર વિભાજનથી કોષોનો મટો જથ્થો સર્જાય છે . શરૂઆતમાં 
 સરખાં જણાતાં આ કોષોના બંધારણમાં ફેરફાર થઈ જાતજાતના કોષો બને 
 છે  અને આ રીતે પેશી સર્જાય છે . 
 
 પેશી  એટલે સમાન રચના કાર્યો  અને નિશ્ચિત ઉદ્્ભવ ધરાવતા કોષોના 
 સમૂહ છે  કે જેમાંના દરેક કોષ બીજા કોષોના સહકારથી  પોતાના બંધારણને 
 અનુરૂપ નિશ્ચિત કાર્યો કરે છે . 
 
 વનસ્પતિના દેહનું ઘડતર કરે  તેને વનસ્પતિ પેશી કહેવાય  અને પ્રાણી 
 દેહનું ઘડતર કરે  તેને પ્રાણીપેશી કહેવાય . 
 
 કાર્યને ધ્યાનમાં લઈને તેનાં બે પ્રકાર 
 
 ( 1 ) વર્ધમાન પેશી 
 
 ( 2 ) અવર્ધમાન પેશી 
 
 ( 1 ) વર્ધમાન પેશી : દરેક વનસ્પતિનું જીવન એકકોષથી શરૂ થાય 
 છે . કોષના  વારંવાર વિભાજનથી બહુકોષો ઉત્પન્ન થાય છે . મોટા ભાગના 
 કોષો વખત જતાં કોષવિભાજનની શક઼્તિ ગુમાવી દે છે .  જ્યારે કેટલાક કોષો 
 આ શક઼્તિ જાળવી રાખે છે .  અને વિભાજન પામી નવા કોષો ઉમેરી વન - 
 સ્પતિની વૃદ્ધિમાં મહત્ત્વનો ફાળો  આપે છે . આવી પેશીને વર્ધમાન પેશી 
 કહેવાય છે . 
 
 સામાન્ય રીતે પ્રકાંડ  અને તેની શાખાઓના ટોચના ભાગે આવી પેશી 
 હોય છે  તેને અગ્રસ્થ વર્ધમાન પેશી  અને  તે ભાગને પરોહાગ્ર કહે છે મૂળ 
  અને તેની શાખાઓના ટોચના ભાગને મૂલાગ્ર કહે છે  અને  ત્યાં પણ અગ્રસ્થ 
 વર્ધમાન પેશી હોય છે . 
 
 વર્ધમાન પેશીના કોષોના લક્ષણોમાં  તેઓ સજીવ  અને જીવરસથી ભરેલા 
 રસધાની અતિસૂક્ષ્મ  અને કોષદીવાલ પાતળી હોય છે . 
 
 3પાન નં 27 
 
  જે પેશીઓ કોષ વિભાજન કરતી નથી તેવી પેશીને અવર્ધમાન  કે 
 સ્થાયી પેશીઓ કહેવાય છે . આ પેશીના બે ભાગ પડે છે . ( 1 ) સરળ પેશી 
 ( 2 ) જટિલ પેશી 
 
 ( 1 ) સરળપેશી : સરળપેશી અવર્ધમાન પેશીની રચના કરતાં બધા કોષ 
 એકજ પ્રકારના હોય છે કોષોના પ્રકાર  અને લક્ષણો પરથી જ પેશીનું નામ - 
 કરણ થાય છે . 
 
 ( 2 ) જટિલપેશી : એક કરતાં  વધુ પ્રકારના કોષો એકત્રિત થાય 
  એટલે જટિલપેશી બને . 
 
 સરળપેશીના  ફરી ત્રણ ભાગ પડે છે . ( 1 ) મૃદુતક ( 2 ) સ્થૂળકોણક 
 ( 3 ) દઢોતક 
 
 જટિલપેશીના મુખ્ય બે ભાગ પડે છે . ( 1 ) જલવાહક પેશી ( 2 ) અન્ન - 
 વાહક પેશી 
 
 અવર્ધમાન સરળ પેશી 
 
 ( 1 ) મૃદુતક પેશી : આ પેશીના કોષો વર્ધમાન પેશીના કોષોને ઘણી 
 રીતે મળતા આવે છે . આ પેશીના કોષો સજીવ છે , આડા છેદમાં લંબગોળ 
  અને સમવ્યાસી હોય છે . કોષ દિવાલ પાતળી  અને સેલ્યુલોઝની બનેલી છે 
 કોષો  વચ્ચે સ્પષ્ટ ખાલી જગ્યા જણાય છે ,  જેને આંતરકોષીય અવકાશ કહે છે . 
 
 કેટલીક વિશિષ્ટ પ્રકારની મૃદુતક પેશીના ઉદાહરણોમાં ( 1 ) હરિતકણોતક 
 પેશી વનસ્પતિનાં લીલાપર્ણોમાં જોવા મળે છે . ( 2 ) વાયુતક પેશી : પાણીમાં 
 થતી વનસ્પતિ , જેવી  કે શિંગોડા , પોયણાં ઇત્યાદિના અંગોમાં આ પ્રકારની 
 પેશી જણાય છે . 
 
 ( 2 ) સ્થૂલકોણક પેશી : આ પેશીના કોષો પણ સજીવ છે . પાસ - 
 પાસેના કોષો  જ્યાં સ્પર્શે  ત્યાં આ પ્રકારનું સ્થૂલન  વધુ પ્રમાણમાં થાય છે . 
  આમ ખૂણાના ભાગે  વધુ સ્થૂલન હોય  તેથી  તે પેશી સ્થૂલકોણક પેશી કહેવાય 
 છે . આ પેશીની વિશિષ્ટતા  એ છે  કે  તે અંગેને મજબૂતી  આપે છે  અને 
 સ્થિતિ સ્થાપકતા પણ જાળવે છે . 
 
 ( 3 ) દઢોતક પેશી આ પેશીના કોષો  જ્યારે પૂર્ણ વિભેદન પામે  ત્યારે 
  તે નિર્જીવ પામે છે . વિકાસ દરમિયાન કોષમાંનો જીવરસ નાશ પામે છે . 
 
 3પાન નં 29 
 
 3અવર્ધમાન જટિલ પેશી 
 
 વનસ્પતિમાં આવેલી જટિલ અવર્ધમાન પેશી મુખ્યત્વે પાણી , ક્ષાર  તથા 
 તૈયાર ખોરાક ઇત્યાદિના વહન  સાથે સંકળાયેલી છે .  તેથી આ પેશીને 
 વાહકપેશીઓ પણ કહે છે . 
 
 આ પેશી બે પ્રકાર પડે છે : 
 
 ( 1 ) જલવાહક પેશી : પાણી  અને દ્રાવ્યક્ષારોના વહન  સાથે સંકળાયેલી 
 જટિવ અવર્ધમાન પેશી , જલવાહક પેશી તરીકે ઓળખાય છે . આ પેશીની 
 રચનામાં સંકળાયેલા વિવિધ પ્રકારના કોષો ( 1 ) જલવાહિનિકા ( 2 ) જલ - 
 વાહિની ( 3 ) જલવાહક મૃદુતક ( 4 ) જલવાહક તંતુ 
 
 ( 2 ) અન્નવાહક પેશી : વનસ્પતિનાં પર્ણો  તથા  અન્ય લીલા ભાગ 
 પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક તૈયાર કરે છે . આ ખોરાકનું વનસ્પતિના બધાં 
 અંગો તરફ વહન થાય છે . અંગો તરફ  તેના સંગ્રહ  માટે પણ વહન થાય 
 છે . તૈયાર ખોરાકના વહન  સાથે સંકળાયેલી અવર્ધમાન , જટિલ પેશી અન્ન - 
 વાહક પેશી તરીકે ઓળખાય છે . તેની રચનામાં સંકળાયેલા વિવિધ પ્રકારના 
 કોષો ચાલના ઘટકો , ચાલની કોષો અન્નવાહકતંતુ , અન્નવાહક મૃદુતક 
 વિગેરે છે . 
 
 3પ્રાણીપેશી 
 
 ` પેશી ' શબ્દ  માટે મૂળ ફ્રેન્ચ શબ્દ ટિશ્યુ છે . જેનો અર્થ વર્ણવું  એમ 
 થાય છે .  આમ પેશી શરીરના અંગોના વણાટકામ માટેનો એકમ ગણાય છે . 
 વિવિધ પેશીઓ સંગઠન  અને સમન્વય સાધી અંગની રચના કરે છે . દા . ત . , 
 જઠરની દિવાલ રચનામાં વિવિધ પ્રકારની પ્રાણી પેશીઓ સંગઠિત થયેલી છે . 
 
 પ્રાણી પેશી પ્રકાર : 
 
 મુખ્ય ચાર પ્રકાર છે . 
 
 ( 1 ) અધિચ્છદીય પેશી 
 
 ( 2 ) સંયોજક પેશી 
 
 ( 3 ) સ્નાયુ પેશી 
 
 ( 4 ) ચેતાપેશી 
 
 3પાન નં 30 
 
 અધિચ્છદીય પેશી : 
 
 આ પેશી હંમેશા શરીર  તેમજ શરીરની  અંદર આવેલાં અંગોની સપાટી 
 પર જોવા મળે છે , આ સપાટી બાહ્ય  તેમજ અંદરની  એમ બંને તરફ હોય 
 છે . આ  ઉપરાંત સપાટી પર જોવા મળતી હોવાને કારણે  તે એક રક્ષણા - 
 ત્મક પડ બનાવે છે . કોષની સંખ્યા  વધુ હોઈ  તે પાસપાસે ગોઠવાયેલા રહે છે . 
  અને  તેથી આંતરકોષીય અવકાશ  અને તેમાં રહેલાં આંતરકોષીય દ્રવ્ય ખૂબ જ 
 ઓછા હોય છે આ કોષોમાં નોંધપાત્ર સંજીવન શક઼્તિ જોવા મળે છે .  અને 
  તેથી શરીર  કે તેનાં અંગોની સપાટીના કોષો નાશ પામતાં તેમનું સ્થાન 
 નવા કોષો લે છે . 
 
 આ પેશી ત્રણ ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે . અધિચ્છદ , મધ્યચ્છદ , 
  અને અંતઃચ્છદ .  જો  કે સામાન્ય વપરાશમાં આ ત્રણેય  માટે અધિચ્છદ શબ્દ 
  વધુ પ્રચલિત છે . 
 
 અધિચ્છદીય પેશીના વર્ગીકરણની રૂપરેખા  નીચે મુજબ છે . 
 
 અધિચ્છદીય પેશી 
 ૤ 
 2 ૤ 
 ૤ ૤ 
 સરળ સ્તૃત 
 2૤ 
 ૤ ૤ ૤ ૤ 
 લાદીસમ સ્તંભઈય ઘનાકાર પક્ષ્મલ 
 
 સરળ અધિચ્દીય પેશી : આ પેશી એકજ કોષની જાડાઈ ધરાવે છે 
 કોષો ફક઼્ત એક જ સ્તરમાં ગોઠવાય છે . 
 
 લાદીસમ અધિચ્છદ :  તેના કોષો ચપટા , કિનારીએથી પાતળા  અને 
  વચ્ચેથી ઉપસેલા હોય છે . ઉપસેલા મધ્ય ભાગમાં કોષકેન્દ્ર સ્પષ્ટ જોવા મળે 
 છે કોષોની દિવાલ એકબીજા  સાથે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલી હોય છે . 
 
 ( 2 ) સ્તંભીય અધિચ્છદ : આ પેશીના કોષોમાં પહોળાઈ કરતાં 
 ઊંચાઈ  વધુ હોવાથી  તે સ્તંભાકાર દેખાય છે . તેનો ઉપરનો છેડો પહોળો 
 હોય છે . નીચેનો સાંકડો હોય છે . પ્રત્યેક કોષ  તેના નીચેના સાંકડા ભાગમાં 
 લંબગોળ  કે અંડકાર કોષ ધરાવે છે . આ કોષો ખાસ કરીને પાચન 
 માર્ગનું અસ્તર , ફેફસાંના વાયુકોષની દીવાલ  તેમજ લાળગ્રંથિઓની નલિકાની 
 દિવાલનું આવરણ બનાવે છે . 
 
 3પાન નં 31 
 
 ( 3 ) ઘનાકાર અધિચ્છદીય : આ પેશીના કોષો લંબાઈ પહોળાઈ 
  અને ઉંચાઈમાં એક સરખા જ હોવાથી ઘનાકાર દેખાય છે . પ્રત્યેક કોષની 
 મધ્યમાં સ્પષ્ટ ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું હોય છે . 
 
 ( 4 ) પક્ષ્મલ અધિચ્છદ : આનાં કોષો ગોળાકાર , ઘનાકાર , સ્તંભાકાર 
  કે શંકુઆકારના હોય છે કોષો  તેમના મુક઼્ત છેડે પક્ષ્મો  કે કેશતંતુ ધરાવે છે . 
 
  હવે મુખ્ય બીજા પ્રકારની વાત કરીએ . 
 
 સ્તૃત અધિચ્છદીય પેશી : 
 
 આ પેશી શરીરની  જે સપાટી પર  વધુ પ્રમાણમાં ઘસારો થતો હોય 
  ત્યાં જોવા મળે છે . આ પ્રકારની પેશીમાં કોષોના ઘણા સ્તરો હોય છે . સૌથી 
 નીચેનું  એટલે  કે આધારકલા  સાથે ગોઠવાયેલા સ્તરના કોષ વિભાજનનો ગુણ 
 ધર્મ ધરાવે છે . આ પેશી ચામડીના અધિચર્મમાં  તેમજ યોનિમાર્ગ  અને 
 મળમાર્ગના અસ્તરમાં જોવા મળે છે . 
 
 3સંયોજક પેશી 
 
 આ પેશી કોઈપણ બે પેશીઓ  કે અંગો  વચ્ચે પૂરણ કરતી  કે જોડાણ 
 સાંધતી રચના તરીકે જોવા મળે છે , અ પેશીમાં કોષોની સંખ્યા પ્રમાણમાં 
 ઓછી હોય છે .  અને આંતરકોષીય અવકાશ  વધુ જોવા મળે છે . આ પેશીનું 
 કાર્ય પેશીઓ  કે અંગોને એકબીજા  સાથે જોડાવાનું , તેમની આસપાસપૂરણ 
 કરવાનું , ઘાને લીધે નાશ પામેલી પેશીઓને  સ્થાને નવી પેશીઓ સર્જવાનું , 
 શરીરમાં પ્રવેશેલાં વિષદ્રવ્યો  કે જીવાણુઓનો સામનો કરવાનું  તેમજ શરીરને 
 ટેકો આપવા  અને તેનો આકાર જાળવી રાખવા માળખું બનાવવાનું  વગેરે 
 હોય છે . 
 
 સંયોજક પેશી 
 2 ૤ 
 ૤ ૤ ૤ 
 વિશેષ સંયોજક પેશી કંકાલ સં૟ોજક પેશી પ્રવાહી સંયોજક પેશી 
 ૤ ૤ ૤ 
 તંતુઘટક પેશી કાચવત કાસ્થિ રૂધિર પેશી 
 
 વિશેષ સંયોજક પેશી : આ પ્રકારની પેશીનું કાર્ય મુખ્યત્વે વિવિધ 
 અંગોને એકબીજા  સાથે જોડાવાનું  અને તેમની  આસપાસ પૂરણ કરવાનું છે . 
 
 3પાન નં 32 
 
 તંતુઘટકપેશી : આ પેશી સ્નાયુઓની  વચ્ચે પૂરણમાં ચામડી  અને 
 સ્નાયુઓને પરસ્પર જોડતી પેશી તરીકે રુધિરવાહિની  અને ચેતાતંતુઓની 
  આસપાસ જોવા મળે છે . આ પેશીની સૂક્ષ્મરચના જોતાં તેમાં માસ્ટકોષ , 
 પીળા સ્થિતિ સ્થાપક તંતુઓ , ભક્ષકકોષ , શ્વેતતંતુઓ , તંતુકોષ  અને આંતર - 
 કોષીય દ્રવ્ય આવેલું છે , 
 
 કંકાલ સંયોજક પેશી : કંકાલ સંયોજક પેશી પૃષ્ઠવંશી પ્રાણીઓનું 
 કંકાલતંત્ર બનાવે છે ,  અને આ હેતુસર  તે સખત બનેલી છે . આ સખતાઈ 
 ખાસ કરીને આંતરકોષીય દ્રવ્યની સમકેન્દ્રિત ગોઠવણીને આભારી છે . આનું કામ 
 શરીરના નાજુક અંગોનું રક્ષણ કરવાનું છે . 
 
 કાસ્થિ કંકાલપેશી : ( કાચવત કાસ્થિ ) કાચવત કાસ્થિ લાંબા 
 હાડકાંના અસ્થિશિર  ઉપર આવેલું કાસ્થિ કાચ જેવું લીસું , અર્ધપારદર્શક 
  અને ચમકતું દેખાય છે .  તેથી  તે  તેને કાચવત્્ કાસ્થિ કહે છે . 
 
 પ્રવાહી સંયોજક પેશી : રૂધિર  તેમજ લસિકાને પ્રવાહી સંયોજક 
 પેશી તરીકે ગણવામાં આવે છે . અંગો અંગોનું સાંકળાવાનું , આધાર આપવાનું , 
 રક્ષણ કરવાનું  વગેરે કાર્ય કરે છે . 
 
 રુધિરપેશી : રુધિર નિર્ઝવ , ઓછા પીળા રંગનું  અને ચીકણું પ્રવાહી 
 છે . તેમાં 90 ટકા પાણી , 7 ટકા રૂધિરનત્રલો ફાઈબ્રીનોજન સીરમ આલ્બ્યુ - 
 મિન સીરમ ગ્લોબ્યુલિનના  અન્ય )  અને બાકીના ત્રણ ટકામાં દ્રાવ્ય પોષક 
 દ્રવ્યો ક્ષારો , અંતઃસ્ત્રાવો , ઉત્સેચકો આવેલાં હોય છે . ઱ુધિરકોષો ત્રણ પ્રકારનાં 
 હોય છે . ( 1 ) રક્્તકણ ( 2 ) શ્વેતકણ ( 3 ) ઱ુધિરકણિકાઓ . 
 
 3	 સ્નાયુપેશી 
 
 	 આ પેશી હલનચલન  માટે વિશિષ્ટ રીતે બનેલી છે . આ પેશી મુખ્ય 
 ત્રણ પ્રકારમાં વહેંચાયેલી છે . 
 
 	 ( 1 ) અરેખિત સ્નાયુપેશી 
 	 ( 2 ) રેખિત સ્નાયુપેશી 
 	 ( 3 ) હૃદ સ્નાયુપેશી 
 
 	 અરેખિત સ્નાયુપેશી : આ પેશી રચનામાં 
 
 3પાન નં 33 
 
 	 અરેખિત સ્નાયુંપેશી : આ પેશી રચનામાં ખૂબજ સર઴ હોવાથી 
 સરળ સ્નાયુપેશી તરીકે પણ ઓળખાય છે .  વળી તેનું સંકોચન પ્રાણીની 
 ઈચ્છાશક્્તિ પ્રમાણે થતું નથી  અને  તેથી  તેને અનૈચ્છિક સ્નાયુપેશી પણ કહે 
 છે . પ્રત્યેક કોષ એક સ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવે છે . જઠર , ફેફસા , મૂત્રાશય ,  વગેરે . 
 અંતઃસ્થ અંગોની દીવાલમાં આ પ્રકારની સ્નાયુપેશી જોવા મળે છે . 
 
 	 રેખિત સ્નાયુપેશી : આ સ્નાયુપેશી  હંમેશાં અસ્થિની  સાથે જોડાયેલી 
 હોવાથી  તેને કંકાલ સ્નાયુપેશી કહે છે .  વળી તેમનું સંકોચન પ્રાણીની ઈચ્છા 
 શક્્તિ  ઉપર અવલંબે છે .  તેથી  તેમને ઐચ્છિક સ્નાયુપેશી પણ કહેવામાં આવે 
 છે . આ સ્નાયુ પેશીની રચના કરતાં સ્નાયુકોષો નળાકાર સ્નાયુતંતુ બનાવે છે . 
  આમ સ્નાયુતંતુની રચનામાં એક કરતાં વધારે સ્નાયુકોષો ભાગ લે છે ,  તેથી 
 સ્નાયુતંતુ બહુકોષકેન્દ્રીય હોય છે . 
 
 	 હૃદ - સ્નાયુપેશી : હૃદયની દીવાલ બનાવતી વિશિષ્ટ સ્નાયુપેશીને 
 હૃદસ્નાયુ પેશી કહે છે . અરેખિત સ્નાયુપેશીની માફક હદસ્નાયુ પણ અનૈ - 
 ચ્છિક સકોચન દર્શાવે છે . તેમાં સંકોચન  અને વિસ્તરણ તાલબદ્ધ રીતે થાય છે . 
 
 	 ચેતાપેશી : આ પેશી ચેતાકોષ , ચેતાતંતુઓ  અને વિભેદન પામ્યા 
 વગરની ચેતાધાર નામે ઓળખાતી ચેતા - સંયોજક પેશીથી બને છે . ચેતાકોષો 
  અને ચેતાતંતુઓ સંવેદનશીલ હોઈ ઊર્મિવેગ ગ્રહણ કરી તેનું વહન કરી 
  શકે છે . 
 
 													 * 
 
 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
 
 </p></body></text></cesDoc>