<cesDoc id="guj-w-literature-critic-cr00g001" lang="guj">
<cesHeader type="text">
<fileDesc>
<titleStmt>
<h.title>guj-w-literature-critic-cr00g001.txt</h.title>
<respStmt>
<respType>Electronic file created by</respType>
<respName>Central Institute for Indian Languages, Mysore</respName>
<respType>transferred into Unicode and CES format by</respType>
<respName>"Unicodify" software by Andrew Hardie</respName>
</respStmt></titleStmt>
<publicationStmt>
<distributor>UCREL (on behalf of CIIL)</distributor>
<pubAddress>Department of Linguistics, Lancaster University, Lancaster, LA1 4YT, UK</pubAddress>
<availability region="WORLD"></availability>
<pubDate>03-08-17</pubDate>
</publicationStmt>
<sourceDesc>
<biblStruct>
<monogr>
<h.title>unknown</h.title>
<h.author>unknown</h.author>
<imprint>
<pubPlace>India</pubPlace>
<publisher>Unknown - unknown</publisher>
<pubDate>unknown</pubDate>
</imprint>
<idno type="CIIL code">cr00g001</idno>
</monogr></biblStruct></sourceDesc></fileDesc>
<encodingDesc>
<projectDesc>Text collected for the CIIL Corpus, subsequently integrated into the EMILLE/CIIL Monolingual Written Corpora.</projectDesc>
<samplingDesc>Simple written text only has been transcribed. Diagrams, pictures and tables have been omitted. Sampling begins at page unknown.</samplingDesc>
<editorialDecl><conformance level="1"></conformance></editorialDecl>
</encodingDesc>
<profileDesc>
<creation><date>03-08-17</date></creation>
<langUsage>Gujarati</langUsage>
<wsdUsage>
<writingSystem id="ISO/IEC 10646">Universal Multiple-Octet Coded Character Set (UCS).</writingSystem>
</wsdUsage>
<textClass>
<channel mode="w">print</channel>
<constitution type="composite"></constitution>
<domain type="public"></domain>
<factuality type="fact"></factuality>
</textClass>
<translations></translations>
</profileDesc>
<revisionDesc></revisionDesc>
</cesHeader>

<text><body>

<p>+ 
 30ફાઈલનું નામ - CR00G001 . Gal 
 30પુસ્તકનું નામ - ભારતીય ટૂંકી વાર્તા 
 30લેખક - ભોળાભાઈ પટેલ 
 30પ્રથમ આવૃત્તિ : - 0 01973 
 30પ્રકાશક - જે . બીસેંડિલ 
 30મળવાનું ઠેકાણું - D . O . E . 
 30વિભાગ - AESTHETICS - Literature 
 30ઉપવિભાગ - Criticism 
 30કિંમત - રૂપિયા - 28 = 00 
 30શબ્દ - 
 33 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
 0 
 પાન નં 1 
 
 0ભારતીય ટૂંકી વાર્તાઓ : એક  ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય 
 
 01 : સૌથી પ્રાચીન , સૌથી નવી 
 
 ઈ . સ . 1946માં પ્રગટ ` ઈન્ડિયન શોર્ટ સ્ટોરીઝ ' ( સંપા . મુલ્કરાજ આનંદ 
  અને ઇકબાલ સિંહ ) ની પ્રસ્તાવનામાં  પહેલું  વિધાન આ પ્રમાણે છે : 
 
 The short story is one of the oldest literacy of India 
 and the youngest . 
 
 - ટૂંકી વાર્તા ભારતનું પ્રાચીન  અને સોથી નવીન સાહિત્યસ્વરૂપ છે . 
 
 જેને આજે આપણે બોધકથાઓ - ` ફેબલ્સ કહીએ છીએ તેવા પ્રકારની કથાઓ 
 ભારતીય સાહિતયમાં ચેક છાંદોગ્ય ઉપનિષદમાં જોવા મળે છે . તેનો ચરમ ઉત્કર્ષ 
 પંચતંત્રની કથાઓમાં  પ્રાપ્ત થાય છે . પંચતંત્રની આ વાર્તાઓ દેશદેશાવરમાં  ફરી 
  વળી એવા પ્રકારની કથાઓની પ્રેરક બની છે . એવી જ રીતે બૌદ્ધ જાતકોનો પ્રભાવ 
 ચીન , જાપાન આદિ  પૂર્વ એશિયાના દેશોના કથાસાહિત્યને પ્રેરક બને છે . આ અર્થમાં 
 વાર્તા ભારતીય સાહિત્યમાં સૌથી પ્રાચીન સ્વરૂપોમાંનું એક  છે .  પરંતુ એ વાત સ્પષ્ટ 
 હોવી જોઈએ  કે આજની ટૂંકી વાર્તા પગેરું આ પ્રાચીન કથાઓમાં જોનારા 
 મિથ્યા રાષ્ટ્ર - અભિમાન પોષે છે ,  કેમ  કે ભારતીય ભાષાઓમાં આજે જે ટૂંકી વાર્તા 
 લખાય છે તે એક  આગન્તુક સાહિત્યસ્વરૂપ છે ,  અને વિશ્વસાહિત્યમાં પણ તે સૌથી 
 તરુણ સાહિત્યસ્વરૂપ છે એ અર્થમાં આપણા દેશની ભાષાઓમાં પણ ટૂંકી વાર્તા 
 સૌથી નવીન સાહિત્યસ્વરૂપ છે . 
 
 પાન નં 2 
 02 . આરંભ : પહેલી વાર્તા 
 
 પ્રશ્ન એ છે  કે ભારતીય ભાષાઓમાં આજની ટૂંકી વાર્તાનો આરંભ  ક્યારે 
 થયો ? એનાં પ્રભાવક બળો કયા હતાં ? એના પ્રેરક આદર્શો કયા હતા ? આ 
 પ્રશ્નોના ઉત્તર  આપતી  વખતે  જ્યારે જુદી જુદી ભાષાઓના ટૂંકી વાર્તાનો ઇતિહાસ 
 તપાસીએ છીએ  ત્યારે પોતપોતાની ભાષામાં ટૂંકી વાર્તાનો આરંભ જેટલો વહેલો 
 બની  શકે તેટલો દેખાડવાનું વલણ આ સાહિત્યના ઇતિહાસકારોમાં જોવા મળે છે . 
 તે  સાથે દરેક ભાષામાં પહેલી ટૂંકી વાર્તા કઈ , એ અંગે અણઊકલ્યો વાદવિવાદ 
 ચાલ્યા કરે છે . 
 
 એ તો આપણે જાણીએ છીએ  કે ટૂંકી વાર્તા પશ્ચિમની દેણ છે , તેમાંય તે 
 વદારે ફ્રેંચ , રૂસી  અને અંગ્રેજી વાર્તાઓના અનુસંધાનમાં તે આવે છે . નવલ  - 
 કથા તો આ  અગાઉ લખાવી શરૂ થઈ ગઈ હતી . તે પણ પશ્ચિમી નવલકથાના 
 અનુસંધાનમાં લખાતી હતી . ભારતીય ભાષાઓમાં નવલકથાનું સ્વરૂપ ખેડાણ 
 ઓગણીસમી સદીના ઉત્તારર્ધથી  લગભગ શરૂ થાય છે .  પરંતુ થોડાક અપવાદ સિવાય 
 ટૂંકી વાર્તાનો આરંભ વીસમી સદીના પહેલા - બીજા દાયકાથી થાય છે . આ અપવાદોમાં 
 એક  તો બંગાળી સાહિત્ય . પશ્ચિમના સંપર્કમાં સૌથી  પહેલું બંગાળી સાહિત્ય આવ્યું 
 તેનું પણ આ પરિણામ હોય . 
 
  તેમ  છતાં ઓડિયા સાહિત્યના ઇતિહાસકારો તો તેમની ભાષામાં 1868 માં 
 લખાયેલી ફકીર મોહન સેનાપતિની ` લછમનિયા ' વાર્તા ભારતીય ભાષાઓમાં સૌથી 
 પહેલી ટૂંકી વાર્ત હોવાનું ગૌરવ લે છે જોકે  પછી કહે છે ખરા  કે ઓડિયામાં 
 સાચા અર્થમાં ટૂંકી વાર્તાનો આરંભ તો 1899 માં આ જ લેખકની ` રેવતી ' નામની 
 વાર્તાથી થાય છે . 
 
  એટલે 1883 માં ` બંગદર્શન ' ( સંપા . બંકિમચંદ્ર ચેટરજી ) પત્રિકામાં પ્રગટ 
 થયેલી શ્રી પૂ . ( અનુમાનતઃ પૂર્ણચંદ્ર ચેટરજી ) ની ` મધુમતી ' ની વાર્તાનો ભારતીય 
 ભાષાઓમાં આરંભની વાર્તાઓમાંની એક  હોવાનો દાવો સ્વીકારી શકાય . તે  પછી 
 ટૂંકી વાર્તની ચૂસ્ત કલાત્મક લઈને આવતી રવીન્દ્રનાથની વાર્તાઓ 1891 થી 
 પ્રગટ થવા લાગે છે . 
 
 ઐતિહાસિક દૃષ્ટિએ જરા  વિચાર કરીએ તો બંગાળી  પછી  મરાઠી વાર્તાને 
 મૂકી શકાય . મરાઠીમાં 1889 થી શરૂ થતા ` કરમણૂકી ' માસિકમાં હરિનારાયણ 
 
 પાન નં 3 
 
 આપ્ટેની વાર્તાઓ શરૂ થાય છે . તે  વખતે તેમની ` સ્ફુટ ગોષ્ટ ' ને નામે ઓળખાતી 
 વાર્તાઓ  એટલે  આમ તો  લગભગ ટૂંકી નવલકથા જ . ટૂંકી વાર્તાના સ્વરૂપનો 
 ચુસ્તપણે ખ્યાલ કરવા જતાં  કદાચ ટૂંકી વાર્તાના ક્ષેત્રમાંથી આજે તો આ ` સ્ફુટ 
 ગોષ્ટ ' ને બાદ  કરવા વારો આવે . 1915 ની  આસપાસ  મરાઠી ટૂંકી વાર્તાના 
 વિકાસનો બીજો તબક્કો શરૂ થા૟ છે . વાર્તાનું સ્વરૂપ કલાત્મક બનતું જાય છે . તે 
  વખતે બંગાળીમાંથી રવીન્દ્ર , શરતના અનુવાદો પણ પ્રભાવક બને છે . 
 
 હિન્દી વાર્તા ` ઇન્દુમતી ' ( કિશોરીલાલ ગોસ્વામી ) 1900  અને ` ગ્યારહ 
 વર્ષ કા સમય ' ( રામચંદ્ર શુકલ ) 1903 માં પ્રગટ થાય છે . આ  સાથે 1907 માં 
 પ્રગટ બંગ મહિલાની ` દુલાઈવાલી ' વાર્તા પણ હિન્દીની પ્રથમ મૌલિક વાર્તા  માટે 
  હકદાર ગણાય છે .  પરંતુ 1915 માં ગુલેરીની ` ઉસને કહા થા '  અને 1916 માં 
 પ્રેમચંદની ` પંચપરમેશ્વર ' જેવી ટૂંકી વાર્તાનો પ્રથમ કલાત્મક ઉન્મેષ સિદ્ધ 
 કરે છે . હિન્દી વાર્તા પણ બંગાળથી પ્રભાવિત છે . આ઱ંભમાં તેનું નામ ` ગલ્પ '  કે 
 ` આખ્યાયિકા ' પ્રચલિત થયું હતું , તે આ સંદર્ભમાં સૂચક છે . 
 
 ગુજરાતીની પહેલી ગણાતી વાર્તા ` શાંતિદાસ ' ( અંબાલાલ સાકરલાલ દેસાઈ ) 
 1900 માં પ્રગટ થઈ હતી , પણ 1918 માં ` વીસમી સદી ' માં પ્રકાશિત મલયાનિલની 
 ` ગોવાલણી ' વાર્તાને કેટલાક વિદ્વાનો ગુજરાતીની પહેલી  શિષ્ટ વાર્તા ગણે છે . તે  પછી 
 1926 માં વાર્તાને કલ3ત્મક સંસિદ્ધ આપનાર ધૂમકેતુ ` તણખામંડળ ' લઈને આવે છે . 
 
 પ્રેમચંજે હિન્દીમાં લખવાનું શરૂ કર્યું તે  પહેલાં ઉર્દુમાં લખતા હતા . તેમની 
 લખેલી ` સંસાર કા સબસે અનમોલ રત્ન ' ( 1907 ) ઉર્દુની પહેલી વાર્તા છે . તેલગુમાં 
 1910માં તે ભાષાના પ્રથમ વાર્તાકાર ગુરજાડ અપ્પારાવની વાર્તા ` માતામંતી ' પ્રગટ 
 થાય છે . તામિળ , મલયાલમ , કન્નડ આદિ ભાષાઓમાં પણ આ જ સમયની  આસપાસ 
 વાર્તાઓ લખાવી શરૂ થાય છે . 
 
  પંજાબી , સિંધી , કાશ્મીરી ટૂંકી વાર્તાનો આરંભ પ્રમામમાં મોડો થયો છે . 
 પંડાબીમાં 1930 ની  આસપાસ રવીન્દ્રનાથની વાર્તાઓના અનુવાદો પ્રગટ થાય છે . 
 તે  પછી તેના પ્રથમ ગણનાપાત્ર વાર્તાકાર નાનકસિંહનો વાર્તાસંગ્રહ ` હુંઝુંઆંદે 
 હાર ' 1934 માં પ્રગટ થાય છે . સિંધીની એક  વાર્તા 1914 માં પ્રગટ થયેલી છે , પણ 
 1930 માં પ્રગટ થયેલી અમરલાલ હિંગોરાણીની વાર્તા ` અદો અબ્દુર રહેમાન ' ને 
 સિંધી વિવેચકો પહેલી વાર્તાનું સમ્માન  આપે છે .  જ્યારે કાશ્મીરમાં તો 1947  પછી 
 
 પાન નં 4 
 
 જ , ગદ્યનો વિકાસ થતાં ટૂંકી વાર્તાઓ લખાવી શરૂ થઈ ગઈ છે .  એટલે કાશ્મીરીમાં 
 છેલ્લાં પચ્ચીસ વર્ષથી જ આ સાહિત્યસ્વરૂપ ખેડાવા લાગ્યું છે . 
 
 03 . ટૂંકી વાર્તા  અને માસિક પત્ર - પત્રિકાઓ 
 
  અહીં ટૂંકી વાર્તાના વિકાસ  સાથે જેમનો અવિચ્છેદ્ય સંબંધ છે , તે ભારતીય 
 ભાષાઓમાં શરૂ થયેલાં માસિક પત્ર - પત્રિકાઓનો ઉલ્લેખ અનિવાર્ય છે . આ પત્ર - 
 પત્રિકાઓ  સાથે ટૂંકી વાર્તાની વિકાસગતિ જોડાયેલી છે . નવલકથા આદિ પત્ર - પત્રિકાઓનું 
 માધ્યમ અતિ ઉપયોગી નીવડ્યું .  લગભગ બધી ભારતીય ટૂંકી વાર્તાઓને આ લાગુ  પડે 
 છે . અસમિયામાં તો આધુનિક સાહિત્યના વિકાસ તબક્કા પત્રિકાઓના પ્રકાશન 
  સાથે જોડાયેલા છે .  અને  તેથી ટૂંકી વાર્તાના વિકાસના તબક્કા પણ ;  જેમ  કે , ` જોનાકી 
 યુગ , ' ` આવાહન યુગ ' ( આ બંને  પત્રિકાઓ છે )  વગેરે . `  મરાઠી ટૂંકી વાર્તાનો 
 ઇતિહાસ  એટલે  મરાઠી સાહિત્યનાં સામયિકોનો ઇતિહાસ . ' - એવું પ્રસિદ્ધ  મરાઠી 
  વિવેચક વા લ . કુળકર્ણીનું  વિધાન છે . મરાઠીમાં ટૂંકી વાર્તા - સાહિત્યમાં ` મનોરંજન 
 યુગ ' , ` યશવંત - કિલોસ્કર યુગ '  વગેરે નામકરમ માસિકોના આધારે થયાં છે . ઉર્દુની 
 પહેલી વાર્તા - ` સંસાર કા સબ સે અનમોલ રત્ન ' ( પ્રેમચંદ ) ` જમાના ' માસિકમાં 
 પ્રગટ થઈ હતી . હિન્દી વાર્તાઓના આરંભિક વિકાસકાળમાં પણ મહાવીરપ્રસાદ 
 દ્વિવેદી સંપાદિત ` સરસ્વતી '  કે જયશંકર પ્રસાદ સંપાદિત ` ઇન્દુ ' પત્રિકાનો ફાળો 
 અનન્ય  છે . તેવી જ રીતે તેલગુ વાર્તાના જનક  ગુરુજાડ અપ્પારવની ` માતામંતી ' 
 વાર્તા ` ત્રિશંકુ ' માસિકમાં સૌ પ્રથમ પ્રગટ થઈ હતી .  એટલે શ્રી વા . લ . કુળકર્ણીએ 
  મરાઠી ટૂંકી વાર્તા વિષે જે  વિધાન કર્યું છે તે  લગભગ બધી જ ભારતીય ભાષાઓની 
 ટૂંકી વાર્તાઓના ઇતિહાસને લાગુ  પડી  શકે  તેમ છે . આજે પણ આપણે જોઈએ 
 છીએ  કે ટૂંકી વાર્તાઓના પ્રકાશનનું સૌથી પ્રભાવક માધ્યમ પત્ર - પત્રિકાઓ છે 
 માત્ર ટૂંકી વાર્તાની જ પત્રિકાઓ પણ અનેક પ્રગટ થાય છે . 
 
 04 . ભારતીય ટૂંકી વાર્તાનો ઉત્સ :  પશ્ચિમ 
 
 એ વાત તો  નિર્વિવાદ છે  કે બ્રિટિશ રાજનાં પગરણ  સાથે  સાથે શરૂ થયેલા 
 પશ્ચિમના પ્રભાવમાંથી ભારતીય ભાષાઓમાં આજની ટૂંકી વાર્તા જન્મી છે .  એટલે 
 પશ્ચિમી સાહિત્યકારોનો પ્રભાવ આ સ્વરૂપ પર  પડ્યા સિવાય રહે  નહિ . એટલું જ 
 
 પાન નં 5 
 
  નહિ , ઘણાખરા વાર્તાકારો પશ્ચિમી સાહિત્યકારોને આદર્શ  રૂપ રાખીને લખતા ,  કે 
 તેમની વાર્તાઓનાં પોતાની ભાષામાં રૂપાંતરો કરતા . સાહિત્ય અકાદમી પ્રકાશિત 
 ` કન્ટેમ્પોરરી ઇન્ડિયન શ૊ર્ટ સ્ટોરીઝ '  ના પ્રથમ ખંડની ભૂમિકામાં હુમાયુન કબીરે 
 આ પ્રભાવ પાડનારા પશ્ચિમી સાહિત્યકારોમાં સૌથી પહેલા વ૊લ્ટર સ્ક૊ટને ગણ્યા 
 છે . તેમને મતે માત્ર નવલકથા પર  જ  નહિ , ટૂકી વાર્તાઓ પર  પણ સ્ક૊ટનો પ્રભાવ 
 છે . પણ એ ટૂંકી નવલકથાથી માત્ર લંબાણની દૃષ્ટિએ જ જુદી પડતી . તે  વખતે 
 ટૂંકી વાર્તાને એક  અલગ કલાસ્વરૂપ તરીકે ખેડવાની સભાનતા  કદાચ નહોતી . 
 
 ભારતમાં કવિતા સ્વરૂપ પર  જેટલો અંગ્રેજીનો પ્રબાવ પડ્યો છે તેટલો 
 અન્ય   યુરોપીય સાહિત્યનો નથી પડ્યો .  પરંતુ ટૂંકી વાર્તા  છેક અધતન સ્વરૂપ હોવાને 
 કારણે  અને  ત્યાં સુધીમાં  યુરોપીય સાહિત્યનો અંગ્રેજ દ્વારા ભારતમાં પ્રવેશ થઈ ગયો 
 હોવાને કારણે ટૂંકી વાર્તા પર  અંગ્રેજી કરતાં ફ્રેંચ  અને રૂસી વાર્તાકારોનો  વધારે 
 નિર્ણાયક પ્રભાવ પડ્યો છે .  લગભગ દરેક ભારતીય ભાષાની ટૂંકી વાર્તા એક   યા 
 અન્ય  રૂપે તે  વખતે એડગર એલન પો  કે ઓ . હેનરી જેવા અમેરિકી વાર્તાકાર 
 મ૊પાસાં જેવા ફ્રેંચ વાર્તાકાર , ગોગોલ  કે  વિશેષ ચેખોવ જેવા રૂસી વાર્તાકારથી 
 પ્રભાવિત થઈ પોતાના સ્વરૂપને પામી છે . તેમાંય સ્વરૂપગત સંસિદ્ધિ તો મ૊પાસાં , 
 ચેખોવ  અને ઓ . હેનરી  પાસેથી મળી છે . હુમાયુન કબીરે યથાર્થ  વિધાન કર્યું છે : 
 
 Chekov has with Maupassant the honour of moulding 
 the form as well as the content of contemporary Indian 
 short stories . 
 
 05 . રવીન્દ્રનાથ 
 
 ભારતીય ભાષાઓમાં સૌથી પહેલી વાર્તા કોણે લખી એ વિષે ભલે મતભેદ 
 રહે , પણ ભારતીય ભાષાઓમાં ટૂંકી વાર્તાને તેનું આગવું કલાત્મક સ્વરૂપ આપનાર 
 સૌથી પહેલા તો રવીન્દ્રનાથ છે તે વિષે મતભેદને અવકાશ નથી . રવીન્દ્રનાથ ટૂંકી 
 વાર્તાને ક્ષેત્રે માત્ર અગ્રણી છે એટલું જ  નહિ , ટૂંકી વાર્તાક્ષેત્રે વિશ્વના સૌથી  ઉત્તમ 
 વાર્તાકારોની પંક્્તિમાં બેસવાની સંસિદ્ધિ પણ તેમણે મેળવી છે . તેમનો પ્રભાવ માત્ર 
 બંગાળી ભાષાની સીમા પૂરતો મર્યાદિત નથી રહ્યો .  લગભગ તમામ  ભારતીય ભાષાઓની 
 ટૂંકી વાર્તા પર  રવીન્દ્રપ્રભાવને ઓછોવત્તો જોઈ શકાય છે . કેટલીક ભાષાઓમાં તો 
 તેમના અનુવાદોની પ્રવૃત્તિ  પછી મૌલિક વાર્તાકાર  આગળ આવ્યા છે . 
 
 પાન નં 6 
 
 06 . સ્વરૂપવિકાસ : ટૂંકી નવલકથામાંછી ટૂંકી વાર્તા ? 
 
 ભારતીય ટૂંકી વાર્તા પશ્ચિમના  ઉત્તમ વાર્તાકારોની વાર્તાઓની પ્રભાવિત થઈ 
 ખેડાય છે , એનો અર્થ એવો નથી  કે આરંભથી જ ટૂંકી વાર્તાને એક   વિશિષ્ટ 
 સાહિત્યસ્વરૂપ તરીકે કલાત્મક દિશા મળી જાય છે . એ સ્થિતિ આવતાં વખતા લાગે 
 છે .  જ્યારે આપણે કેટલીક ભારતીય ભાષાઓના આ઱ઁભથી ટૂંકી વાર્તાઓ જોઈએ 
 છીએ  ત્યારે ` ટૂંકી ' વિશેષણ તરીકે લેવાનું છે  એટલે  કે જે નવલકથાઓ 
 પ્રચલિત લંબાઈ કરતાં ટૂંકી બહોય તેવી કથા એ ટૂંકી વાર્તા .  એટલે  કે મોટા ભાગની 
 વાર્તાઓ નવલકથાધર્મી છે . આપણે  ત્યાં પશ્ચિમનની  જેમ જ ઐતિહાસિક ક્રમે નવલ  - 
 કથા  પહેલાં આવે છે ,  પછી ટૂંકી વાર્તા . કહો  કે નવલકથામાંથી ટૂંકી વાર્તા  ભણી 
 જવાની પ્રક્રિયા શરૂ થાય છે  એટલે  કે આ઱ઁભમાં માત્ર ` લંબાઈ '  ના એક  ઘટક  
 તત્ત્વને બાદ  કરીએ તો નલકથા  અને ટૂંકી વાર્તાના  સમગ્ર સંઘટનમાં ભેદક રેખાઓ 
 ઓછી દેખાય . ` એક  બેઠકે જે વાંચીને પૂરી કરી શકાય તેવી કથા હોય તે ટૂંકી 
 વાર્તા ' - એવી વ્યાખ્યા ,  કે ` 2500 થી 10000 શબ્દો જેમાં હોય તેવી કથા તે 
 ટૂંકી વાર્તા ' એવી વ્યાખ્યાઓ માત્ર લંબાઈને જ ભેદક રેખા સ્વીકારવા પર  ભાર 
 મૂકે છે . 
 
  એટલે  જ્યારે મરાઠીના આદ્ય ટૂંકી વાર્તાકાર હરિનારાયણ આપ્ટેની ` સ્ફુટ 
 ગોષ્ટ ' ને આજે ટૂંકી નવલકથાઓ કહેવામાં આવે છે  ત્યારે તે સમયનો નવલકથા 
  અને ટૂંકી વાર્તાનો આ સંબંધ સ્પષ્ટ થાય છે . ઘણીખરી આ વાર્તાઓમાં વર્ષોનો 
 વ્યાપ હોય છે , ઘટનાઓનું બાહુલ્ય હોય છે , પ્રભાવૈક્યનો પ્રમાણ અભાવ હોય 
 છે .  હજી આ વાર્તાઓ કખા - ` ટેય્્લ ' ની  નજીક જતી  વધારે લાગે .  એટલે ચરિત્ર 
 ઉદ્્ઘાટન પર   વિશેષ જોર જોવા  ન મળે .  પરંતુ આપણે જાણીએ છી  કે ટૂંકી વાર્તા 
 ભલે નવલકથાને પગલે પગલે આવી હોય , પણ બંને  વચ્ચેનું પાર્થક્્ય માત્ર લંબાઈ 
 સુધી જ સીમિત નથી . પ્રભાકર પાધ્યે  અને સદાનંદ ભટકાળ સંપાદિત ` ઇન્ડિયન 
 રાઈટિંગ ટુ - ડે '  ના ચોથા અંકના પ્રાસ્તાવિકમાં બંને  વચ્ચેની ભેદકતા  સુંદર રીતે 
 બતાવી છે - તે ઉતારું છું : 
 
 The Difference between the novel and the short story was 
 not of sheer length . It may best be compared with the 
 difference between consciouseness and self - consciousness . 
 consciousness points to something external , self - consciou - 
 ness points inwards . The one is other directed the other 
 is inner directed . The world outside is vaster it has many 
 
 પાન નં 7 
 
 dimensions . The inner word is comparatively narrowr ; it 
 tries to make up by dwelling on different levels . That is 
 why the novel is longer and more particularly multi - dimen - 
 sional . The short story is shorter and uni - dimensional 
 
 માર્ક શોરરે પોતાના એક  સંપાદિત ગ્રંથ - ` ધી સ્ટોરી - એ ક્રિટિકલ એન્થોલોજી ' માં 
 નવલકથા , લઘુનવલ  અને ટૂંકી વાર્તા  વચ્ચે  ખરેખર ભેદક રેખાઓ કેવી રીતે 
 છે તે દર્શાવ્યું છે . તેમણે કહ્યું છે  કે જે ` ચાર  લક્ષણિક સંયોજનો ' કથાસહિત્યમાં 
 હોય છે , તે ટૂંકી વાર્તા , લઘુનવલ  અને નવલકથામા સમાનપણે હોય છે , તો 
  પછી ટૂંકી વાર્તા એક  સાહિત્યસ્વરૂપ લેખે કેવી રીતે અલગ પડે છે ? તે લખે છે : 
 
 If we can pin down the difference between the short story 
 and the novelette and novel at all , it would seem to be in 
 this distinction , that the short story is an art of moral 
 revelation , the novel an art of maoral evalution . In both 
 story and novel there is change , but the first is a change 
 in view that we are briefly shown , the other a change in 
 coundct that more leisurely we trace . 
 
 પાન નં 8 
 
  પહેલાં ` બંગદર્શન ' માં ` ઇન્દિરા ' નામે એક  કથા લખી હતી . જે એક  જ અંકમાં 
 સમાપ્ત થઈ હતી . એ આકારમાં નાની છે , પણ તેઠી ટૂંકી વાર્તા નથી . લઘુનવલ 
 જ ગણાય છે . આ વાત આપ્ટેની ` સ્ફુટ ગોષ્ટ ' ને પણ લાગુ  પડે છે . આ 
 બધી ટૂંકી વાર્તાઓમાં ` નવલકથાધર્મિતા ' છે . 
 
 ટૂંકી વાર્તાના સ્વરૂપવિકાસના તબક્કાઓને સંક્ષેપમાં  આમ રજૂ  કરી શકાય : 
  પહેલાં આપણે  ત્યાં જે વાર્તાઓ લખાવા લાગી તેમાં ઘટાનાબાહુલ્ય હતું . આ 
 ઘટનાઓ  માટે વસ્તુ  અને ચરિત્રની સૃષ્ટિ થતી ,  એટલે  કે ચરિત્રનું કોઈ પ્રાધન્ય 
 નહોતું . ટૂંકી વાર્તા કથાની  વધારે  નજીક હતી . વિકાસના બીજા તબક્કામાં ચરિત્ર પર  
 ભાર આવ્યો . ઘટનાઓનું પ્રાધન્ય ઓછું થાય છે . ચરિત્રની ભાવપરિસ્થિતિ  અને 
 તેનું પરિવર્તન વાર્તાકારનું લક્ષ્ય બને છે . ત્રીજા તબક્કામાં ઘટનાના તિરોધાનનો 
 મહિમા વધતો જોઈએ છીએ . 
 
 07 : સ્વરૂપ - સભાનતા 
 
 આ઱ઁભમાં ટૂંકી વાર્તાના સ્વરૂપ પ્રત્યે એવી કોઈ સભાનતા નહોતી . પત્ર - 
 પત્રિકાઓના આવિર્ભાવ  સાથે , સમયની માંગને કારણે ટૂંકી વાર્તા લખાવાં  માંડી 
  અને એના આરંભિક લખનારાઓને પોતે કોઈ નવું સ્વરૂપ ખેડી રહ્યા છે એવી 
 સભાનતા પણ  કદાચ નહોતી  ધીમે  ધીમે આ સભાનતા આવતી જાય છે . ટૂંકી વાર્તા 
 વિશેની એડગર એલન પોની મીમસામાંથી પ્રભાવૈક્્ય - ` a certain unique 
 or single effect ' વાળું સૂત્ર ઉપસ્ય બને છે . 
 
 પ્રસિદ્ધ હિન્દી વાર્તાકાર ચંદ્રધર શર્મા ( ` ગુલેરી ' ) એ માત્ર ત્રણ  જ વાર્તાઓ 
 લખી છે . તેમાં તેમની પહેલી વાર્તા ` બુધ્ધુકા કાંટા ' આકારમાં નાની છે , પણ તેમાં 
 અનેક વર્ષોની , ઘણી બધી ઘટનાઓ છે , જે એક  નવલકથામાં  પરિણામી  શકે .  પરંતુ 
 તેમની ત્રીજી વાર્તા ` ઉસને કહા થા ' માં સમયની દૃષ્ટિએ વર્ષોનું વ્યધાન છે ,  તેમ 
  છતાં વાર્તાકરા ` ફ્્લેશ બ૆ક ' ની ટેકનિકનો વિનિયોગ પ્રભાવૈક્્ય જન્માવે છે , પાત્રોની 
 ચારિત્રિક વિશેતાઓ પણ છતી કરે છે . ` ટૂંકી વાર્તા ' નામને  પાત્ર એવી એ હિન્દીની 
 પહેલી વાર્તા છે . 
 
 ` અ સર્વે ઒ફ મલયાલમ લિટરેચર ' નામના પોતાના ગ્રંથમાં  કે .  એમ . 
 જ્યોર્જ મલાયમ ટૂંકી વાર્તાના વિકાસક્રમની વાત કરતાં લખે છે  કે આરંભની 
 તેમની ભાષામાં લખાતી વાર્તાઓનું ધ્યેય માત્ર મનોરંજન હતું . ટૂંકી વાર્તાની 
 વિભાવના  અને ટેકનિક વિષેની સભાનતા તો ઘણી મોડી આવી .  જેમ  કે આ઱ંભિક 
 
 પાન નં 9 
 
 વાર્તાકાર ઓટુવિલ કુંજ કૃષ્ણ મેનોનની ` નાલુ કથકલ ' ( ચાર  વાર્તાઓ ) ને ` ટૂંકી ' 
 વિશેષણ લગાડી શકાય  કે  કેમ તે પ્રશ્ન છે . તેઓ કહે છે : 
 
 It was in the third decade of the twentieth century that the 
 short story in Malayalam evolved into a truely modern art . 
 
 ફકીર મોહન સેનાપતિની ઓડિયા વાર્તા ` રેવતી ' પણ આજે નવલકથા લાગે 
 છે . તેનું કથાનક  અત્યંત  શિથિલ ચે . તેમાં વર્ષોની વાત ગૂંથી લીધી છે . વાર્તાના 
 સ્વરૂપની ચુસ્તતાનો અભાવ છે . નવલકથાની  જેમ ચરિત્ર વિકાસધર્મી છે . 
 
 પહેલી અસમિયા વાર્તા ` ભદરી ' આકારે ટૂંકી હોવા  છતાં નવલકથાની  જેમ 
 ` અધ્યાયો ' માં વહેંચાલી છે . 
 
 ભારતીય ભાષાઓમાં ટૂંકી વાર્તાના આરંભિક કાળનાં આ કેટલાંક ઉદાહરણો 
 એટલા  માટે આપ્યાં છે  કે  તેથી આપણી ભાષાઓમાં તેના વિકાસની આરંભિક કડી 
 વિષે અનુમાન કરી શકાય . આપણી ભાષાઓમાં ટૂંકી વાર્તાના શાસ્ત્રની સભાનતા 
  ધીમે  ધીમે કેળવતી ગઈ છે . કિસ્સા - ગો વાર્તાઓમાંથી વિકસતી વિકસતી તે મનસ્તત્ત્વ - 
  પ્રધાન વાર્તા  ભણી જતી ગઈ છે . 
 
 08 . કલમી  છોડનો ભારતીય ઉછેર 
 
 આપણે જોયું  તેમ ભારતમાં ટૂંકી વાર્તાનો પ્રવેશ ઓગણીસમી સદીના છેલ્લા 
  અને વિશેષે વીસમી સદીના  પહેલાં - બીજા દાયકામાં થયો . ટૂંકી વાર્તા પંચતંત્ર , 
 હિતોપદેશ  કે કથાસરિત્સાગરની પરંપરામાં  નહિ , પણ પશ્ચિમની ટૂંકી વાર્તાઓને પગલે 
 પગલે આવી છે . હોથોર્ન , પો , ચેખોવ , ગોગોલ , મ૊પાસાં , ઓ હેનરી જેવા 
 વાર્તાકારો  અને પૂર્વસૂરિઓ છે .  તેમ  છતાં આ સ્વરૂપ ભારતની તે વખતની સામાજિક , 
  રાજકીય , , સંસ્કૃતિક , સાહિત્યિક આબોહવામાં વિકસે છે , તે  ન ભુલાવું જોઈએ . 
 ટૂંકી વાર્તા , અન્ય  કેટલાંક સ્વરૂપોની  જેમ કલમી  છોડ ભલે હોય , એ ઊછરે છે આપણાં 
 જમીન - હવા - પાણીમાં . આ઱ઁભની આ વાર્તાઓ ,  એટલે કેટલાક ખાસ  વિષ૟ો લઈને 
 આવે છે . તેમાં ધ્યાન ખેંચે તેવા વિષ૟ો  વધારે ગ્રામજીવનને લગતા છે . રવીન્દ્રનાથ 
 હતા તો નગરના જીવ , પણ  જમીનદારી અંગે શિલાઈદહમાં રહ્યાં  અને ગ્રામપ્રકૃતિને 
  નિકટથી જોઈ , જાણી . તેમાંથી પોતાની વાર્તાઓનો પરિવેશ રચ્યો . પ્રેમચંદની 
 ` પંચપરમેશ્વર ' થી ` કફન ' સુધી વાર્તાસૃષ્ટિનો આધાર  ગ્રામીણ જીવન છે અસમિયા 
 વાર્તાકાર બેજબરુવાની ` ભદરી ' વાર્તા ખેડુજીવનને વણે છે . 
 
 પાન નં 10 
 
 09 : પ્રભાવક પરિબળો : રાષ્ટ્રીય ચેતના  અને ગાંધીજી 
 
  પરંતુ ભારતીય ઇતિહાસમાં ટૂંકી વાર્તાના આરંભિક કાળનો આ સમય એ 
 નવજાગરણનો પણ સમય છે . અગ્રેજ શાસન  અને અંગ્રેજી શિક્ષણ દૃઢ થયાં હતાં , તે  સાથે 
 રાષ્ટ્રીય ચેતનાની ભૂમિકા પણ રચાઈ ચૂકી હતી . આ બધાં પરિબળોએ સર્જાતા સાહિત્યને 
 પ્રભાવિત કર્યું છે  એટલે આ઱ઁભની વાર્તાઓનો સૂર , આવા સમયમાં , થોડો બોધપ્રધાન 
 હોવાનો . ભારતીય સંસ્કારનો આગ્રહ હોવાનો . તમિળમાં તો નવા વિષ૟ોની વાર્તાઓની 
  સાથે  સાથે પૌરાણિક વસ્તુ લઈને વાર્તાઓ લખાવા લાગી હતી . થોડા વાસ્તવ  સાથે 
 આદર્શવાદની ભૂમિકા હતી . તે  સાથે આપણે  ત્યાં આવેલા નવા વ્યવસાય , નવા 
 ઉદ્યોગો  અને આવતી જતી યંત્ર સંસ્કૃતિને કારણે ઊભાં થતાં જતાં નગરોની 
 વાર્તાઓ પણ લખાવા લાગી . રવીન્દ્રનાથની ` પોસ્ટ માસ્ટર ' વાર્તા 1891 માં લખાય 
 છે , આપણે  ત્યાં ` પોસ્ટ ઓફિસ ' વાર્તા આવે છે ,  કે ` ભૈયાદાદા ' વાર્તા આવે 
 છે , તે નવી આવેલી રેલવે  અને ટપાલવ્યવસ્થાની ઘોતક છે . આવાં ઉદાહરણો  લગભગ 
 આપણી ભાષાઓમાં  સમાંતર રૂપે મળી આવશે . 
 
 વીસમી સદીના આ઱ઁભથી જ દેશમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિનો જુવાળ આવે છે . 
 1905માં બંગભંગ આદોલન થાય છે . 1914માં પ્રથમ વિશ્વયુદ્ધનો આ઱ઁભ થાય 
 છે . 1916 માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનું સફળ  નેતૃત્વ કરી ગાંધી હિન્દની ભૂમિ 
 પર  પગ મૂકે છે . 1919 માં જલિયાનવાલા હત્યાકાંડ થાય છે આ  સમગ્ર ઘટનાઓ 
 પ્રભાવક નીવડે છે તેમાં સોથી મોટો પ્રભાવ ગાંધીનો પડે છે . બધી ભારતીય 
 ભાષાઓમાં ગાંધીજીના પ્રભાવથી એક  નવી ચેતનાના સાહિત્યનું નિર્માણ થવા લાગે 
 છે ,  કેમ  કે ગાંધીજી એક  વ્યક્્તિ કરતાં વિશેષે તો એક  આંદોલન - રાષ્ટ્રીય આંદોલનનું 
 મૂર્ત રૂપ હતા . તેણે દીન - દલિત વર્ગ  ભણી  સમગ્ર સમાજનું ધ્યાન કેન્દ્રિત કર્યું . 
 તેમણે ભારતનાં ગામડાંઓ  ભણી જોવાની નવી દૃષ્ટિ આપી . જીવનનો  અને શિક્ષણનો 
 નવો આદર્શ  આપ્યો . સત્ય   અને અહિંસાની નવી શક્્તિ બતાવી એટલું જ  નહિ , 
 ગાંધીજીએ સાહિત્યની પોતાની નવી વ્યાખ્યા આપી , જે તે  વખતે પ્રભાવક બની . 
 ગાધીજીના આગમન  પછી  ગુજરાતી જેવી ભાષાની ઇબારત આશ્ચર્યકારક રીતે 
 વ્યવહાર થવા લાગ્યો અંગ્રેજીમાં લખતા લેખકોમાં પણ મ૆કોલેના વાગ્મિતાવાળા 
 અંગ્રેજી ગદ્યને બદલે , સીધા અંગ્રેજી ગદ્યનો પુરસ્કાર થવા લાગ્યો . ગાંધીજીનો 
 આ પ્રભાવ માત્ર ભાષાની પસંદગી પર  જ પ્રભાવક નીવડે  તેમ નથી , વિષયોની 
 
 પાન નં 11 
 
 પસંદગી પર  પણ પ્રભાવક બને છે . ગ્રામજીવન પર  ભાર મૂકાય . છે . નૈતિક મૂલ્યોનો 
 આગ્રહ સેવાય છે . દરિદ્રનારાયણ આરાધ્ય બને છે . 
 
 ભારતના અંગ્રેજી લેખકોમાં મુલ્કરાજ આનંદ ` અન્્ટચેબલ ' નવલકથા લખે 
 છે . આર .  કે નારાયણ ` વેઇટિંગ ફોર ધ મહાત્મા ' માં  અને રાજારાવ ` કંથાપુર ' માં 
 ગાંધીજીને એક  ભારતીય પાત્રરૂપે નિરૂપે છે . તેમની વાર્તાઓમાં પણ આ વલણ 
 જોવા મળે છે . 
 
 010 : ફ્ર૊ઈડ઼  અને માર્ક્્સ 
 
 ગાંધીજીની  જેમ વીસમી સદીના ભારતીય સાહિત્યને  અત્યંત પ્રભાવિત કરનાર 
 બીજા બે  મહાનુભાવો છે , ફ્ર૊ઈડ  અને માર્કસ . આ બંનેનો પ્રભાવ  હજી ઓસર્યો નથી . 
 ફ્ર૊ઈડના મનોવિશ્લેષણથી , સ્વપ્નવિશ્લેષણથી જગત આખાની દૃષ્ટિ બદલાઈ ગઈ . 
 થોડો વખત તો ફ્ર૊ઈડ સાહિત્યકારનો ઉપાસ્ય દેવ બની ગયો જણાયો અચેતન   અને 
 અર્ધચેતન ચિત્ત , કથાસાહિત્યનો વિષ૟ બન્યું . વર્જીનિયા વુલ્ફ , જેમ્સ જોય્યસ જેવા 
 કથાકારો એ ચેતનાપ્રવાહ - ` સ્ટ્રીમ ઓફ ક૊ન્શ્યનેસ '  ના કથાસાહિત્યનું નિર્માણ 
 કર્યું . ફ્ર૊ઈડનો આ પ્રભાવ ભારતીય કથાસાહિત્ય પર  પડે છે . ફ્ર૊ઈડના મનો વિજ્ઞાને 
 માણસની ` ઈમેય્્જ ' બદલી નાખી . કામ - ` સ૆ક્્સ ' વિષેની ભ્રમણાઓ તોડી . આ 
 બધુ સાહિત્યમાં પ્રતિબિબંબિત થવા લાગ્યું . નવા નવા વિષયો  અને નવી નવી ટેકનિક 
 આવી સ્ત્રીપુરુષના સંબંધ વિષે નવી દૃષ્ટિ વાર્તાઓ લખાઈ . 
 
 ફ્ર૊ઈડ જેવું  બીજું પ્રભાવક બળ છે માર્ક્્સ . 1916 માં રૂસી ક્રાંતિ  પછી , 
 માર્ક્્સ  ના સિદ્ધાંતોનો પ્રભાવ વધવા લાગ્યો . મેક્્સિમ ગોર્કી જેવા સાહિત્યકાર તેના 
 પુરસ્કર્તા બને છે . 1936 માં ભારતમાં પ્રગતિશીલ લેખક સંઘની સ્થાપના થાય છે 
 તે પહાલં 1930 - 31  ના સત્યાગ્રહમાં જેલમાં જઈ આવનાર અનેક સર્જકો  જ્યારે 
 જેલની  બહાર નીકળતા ભારે  સમાજવાદનું ભાથું બાંધી - માર્ક્્સવાદી બનીને આવતા . 
 અનેક સર્જકોએ ` પ્રગતીશીલ ' તરીકેની પ્રતિબદ્ધતા સ્વીકારી લખવા માંડ્યું . સર્વહારા 
 - ગરીબ  વર્ગનું પ્રતિનિધિત્વ ગાંધીપ્રભાવિત સાહિત્યકારોમાં થવા લાગ્યું હતું ,  પરંતુ 
 ` લાલરંગ '  ના આવેગ , આવેશ  અને એક  ક્રુદ્ધ ભૃકુટીભંગ  સાથે આ પ્રગતશીલો 
 મેદાનમાં આવે છે . ` દ્વન્દ્વત્મક ભૌતિવાદ ' વાતાવરણમાં ગૂંજે છે .  આમ 1930ની 
  આસપાસ ઘણીખરી ભાષાઓમાં ટૂંકી વાર્તા વિકાસના નવા તબક્કામાં પ્રવેશે છે . 
 
 ગાંધી માર્ક્્સ  અને ફ્ર૊ઈડ સમાંચરે ચાલે છે . માર્ક્્સ  અને ફ્ર૊ઈડ  આમ તો 
  સાથે  ન જઈ  શકે ,  તેમ  છતાં કેટલાક વાર્તાકારો એક   સાથે માર્ક્્સવાદી  અને 
 ફ્ર૊ઈડિયન દૃષ્ટિ  સાથે આવે છે . 
 
 પાન નં 12 
 
 બંગાળમાં બુદ્ધદેવ બસુ જે  વખતે ફ્ર૊ઈડથી પ્રભાવિત થઈ પોતાની વાર્તાઓ 
 લખે છે . તે વેળા ` કલ્લોલ ' દલના બીજા બંગાળી વાર્તાકારો માર્ક્્સથી પ્રભાવિત 
 થઈને લખતા હોય છે . આ સમયે બંગાળીમાં અનેક  યુરોપીય વાર્તાકારોનો પ્રભાવ 
 પણ વિસ્તર્યો હતો સ્કેન્ડિનેવિયન વાર્તાકારો પણ પ્રભાવક બળ બન્યા હતા . કલ્લોલ 
 દલના આ વાર્તાકારોમાં કલાબોધની સભાનતા ધ્યાન ખેંચે તેવી છે . 
 
 આ કલ્લોલદલમા જેવું ઓડિયા ભાષામાં હતું ` સબુજદલ ' સબુજદલ નામ 
 ` સબુજ ' પત્ર  સાથે જોડાયેલું છે . પણ તે પત્ર હતું . બંગાળી .  એટલે ઓડિયા પર  
 આ સમયે બંગાળીનો પ્રભાવ કેટલો છે તેનો સંકેત મળે છે . આ સબુજદલમાં 
 પ્રાગતિક રંગો 1936 ની  આસપાસ આવી જાય છે . ભગવતી પાણિગ્રાહીએ 
 ` નવયુગ સાહિત્ય સંસદ ' ની સ્થાપના કરી ` આધુનિક ' વાર્તામાં જોવા મળે ચે , જેમાં 
 સમાજ માટેની ભારોભરા નફરત તેમની ` શિકાર ' વાર્તામાં જોવા મળે છે , જેમાં 
  ઉત્તમ શિકારી એવો એક  ભોળો આદીવાસી , હિસ્ત્ર જાનવર કરતાંય બદતર એવા 
 અત્યાચીરને ઠેકાણે કરી આ શિકારીનો  ઉત્તમ બદલો મેળવવાની આશા રાખે છે , 
 પણ એને મળે છે ફાંસી એવા જ પ્રગતીશીલ કવિ - લેખક છે શચી રાઉત રાય . 
 
 તેલુગુમાં 1938 માં ` પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિએશન ' ની સ્થાપના થાય 
 છે . એક   મુખ્ય વાર્તાકાર કુટુમ્બરાવે માર્ક્્સવાદી વાસ્વતની ભૂમિકા પરથી વાર્તાઓ 
 લખી છે . તેઓ સંડોવણી - ` ઇન્વ૊લ્વમેન્ટ '  ના આગ્રહી છે . તેમણે લગાડેલો પ્રગતિ - 
 શીલતાનો રંગ  હજી ઓસર્યો નથી . શ્રી રંગમ્ નિવાસ રાવે ( શ્રી . એ ) પણ 
 પ્રગતિશીલ વાર્તાઓ લખી છે . 
 
 મલયાલમમાં પ્રસિદ્ધ કથાકાર તક્ષી શિવશંકર પિલ્લાએ પ્રગતિવાદનો પુરસ્કાર 
 કરીને વાર્તાઓ - નવલકથાઓ લખી છે .  આમ તો તેઓ વાર્તાકલામાં મ૊પાસાંના 
 શિષ્ય ગણાય છે . મલયાલમ સાહિત્યમાં 1930ની  આસપાસ પત્ર - પત્રિકાની પ્રવૃત્તિ 
  સાથે ટૂંકી વાર્તા  લોકપ્રિય બનતી જાય છે . પ્રગતિશીલ લેખકો  નિયમિત મળે છે 
 જેમાં તક્ષી પણ એક  હોય છે . 
 
 તમિળમાં 1932 માં શરૂ થતા ` મણિકકોડ ' માસિકમાં પ્રગતિશીલ વાર્તાકારોને 
 પ્લ૆ટફોર્મ મળે છે . ( પશ્ચિમના અનેક વાર્તાકારોય પ્રવેશ પામે છે . ) વાતાવરણમાં 
 ક્રાંતિ , પ્રગતિ વાસ્તવ વગહેરે સંજ્ઞાઓ તરે છે . પ્રગતિશીલતા  સાથે  જાતીય કુંટાઓનું 
 નિરૂપણ કરતી વાર્તાઓ પણ લખાય છે . 
 
 હિન્દીમાં 1936 માં પ્રેમચંદ પોતે પ્રગતિશીલ હોવાની ઘોષણા ` ઒લ ઇન્ડિયા 
 પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન '  ના પ્રમુખપદેથી કરે છે . પ્રેમચંદ આ પ્રગતિકતા 
 
 પાન નં 13 
 
  પહેલેથી છે ખરી , પણ તે  વધારે ગાંધીપ્રભાવિત છે . પ્રેમચંદ  પછી યશપાલ જેવા 
 વાર્તાકાર માર્ક્્સવાદી બનીને વાર્તાઓ લખે છે .  હજી પણ યશપાલની રચનાઓમાંથી 
 એ રંગ ગયો નથી .  જ્યારે જૈનેન્દ્ર જેવા વાર્તાકારો ફ્ર૊ઈડ ( - ગાંધી ) લઈ આવે છે . 
 ઇલાચંદ્ર જોશી ફ્ર૊ઈડના રંગે રંગાઈ કથાઓ લખે છે . 
 
 ગુજરાતીમાં ગાધીજીનો પ્રભાવ  વ્યાપક હતો .  તેમ  છતાં સુંદરમ્ , ઉમાશંકર , 
 જયંતી દલાલ એ સમયમાં પ્રગતિક રંગની વાર્તાઓ લખે છે . ગુજરાતીમાં ` પ્રગતિ - 
 શીલ મંડળ ' ની સ્થાપના થઈ હતી . એ મંડળે પુસ્તક રૂપે પ્રગતિશીલ સાહિત્યના બે  
 મણકા પણ પ્રગટ કર્યા હતા . 
 
  આમ  લગભગ 1930 ની  આસપાસ પ્રગતિશીલ દૃષ્ટિકોણ જોર પકડે છે . 
 1936 ની  આસપાસ તે ચરમસીમાએ પહોંચે છે ,  અને  પછી 1945 ની  આસપાસ 
 તેનાં વળતાં પાણી થાય . છે . પ્રગતિશીલતા પ્રચારાત્મકતામાં માને છે . સાહિત્યને એ 
 પ્રચારનું માધ્યમ બને છે .  તેમ  છતાં આ સમયના વાર્તાકારોમાં સૌથી ઉગ્ર  કલાભાન 
 પણ જોવા મળે છે . ભારતીય ટૂંકી વાર્તા એનું કલાત્મક સ્વરૂપ આ સમયે સિદ્ધ કરે 
 છે . અનેક  યુરોપીય ભાષાઓની ટૂંકી વાર્તાઓની સંપર્કથી ભારતીય વાર્તા પણ એક  
 જાગતિક સ્તર પર  આવતી જણાય છે . 
 
 011 . નવા આદર્શ  : નવા અભિગમ 
 
 માર્ક્્સ દ્વન્દ્વત્મકતા  અને ફ્ર૊ઈડ જાતીયતાની અસર  તળે વિશ્વસાહિત્યનો 
 નકશો બદલાય છે . તેમાં ભારતીય કથાસાહિત્યની તાસીર પમ પલટાય છે .  પરંતુ 
 આ બંને  મહાનુભાવોની વૈચારિક અસર  સાથે  સાથે મ૊પાસાં , ચેખોવ  કે ઓ . હેનરી  પૂર્વ - 
 સૂરિઓને  સ્થાને સ્થાપનારા ભારતીય સર્જકનોની પેઢી આથમે છે  અને માર્સેલ પ્રુસ્ત , 
 વર્જીનિયા વુલ્ફ , જેમ્સ જોય્યસ , ફ્રાન્ઝ કાફ્્કા ,  જ્યાં પોલ સાર્ત્ર , આસ્બ૆ક કામું 
  વગેરે કથાલેખકો ભારતીય કથાલેખકોના આદર્શ  બને છે . યુરોપના કથાસાહિત્યમાં જે 
 1910 ની  આસપાસ બદલવા માંડ્યું હતું , તેનું અનુસંધાન થવા લાગે છે . આ 
 બધા સર્જકોએ સાહિત્યનાં સ્વરૂપોમાં  અને ટેકનિકમાં જબર્દસ્ત પરિણામ આણ્યું છે . 
  મરાઠી કવિ - લેખત મર્ઢેકર ` રાત્રિચા દિવસ ' કથામાં લખે છે તો તેમાં ચેતના પ્રવાહનો - 
 સ્ટ્રીમ ઒ફ ક૊ન્શ્યસનેસનો સીધો સભાન ઉપયોગ કરે છે , જેમ્સ જોય્ય્સને પગલે 
 પગલે . અલબત જોય્યસમાં જે ઊંડું પરિણામ લાધે છે તેનો  અહીં અભાવ છે હિન્દીમાં 
  અજ્ઞેય માર્સેલ પ્રસ્તુને પગલે ` શેખર , એક  જીવની ' નવલકથા લખે છે . 1952 માં 
 
 પાન નં 14 
 
 પ્રગટ થતી તેમની નવલકથા ` નદી  કે દ્વીપ ' માં જોય્ય્સે અપનાવેલી વિભિન્ન મનોવિજ્ઞાન 
 આધારિત શૈલીઓનો ઉપોયગ છે ; તો તેમની નવલકથા ` અપને અપને અજનબી ' માં 
 અસ્તિત્વનું ભારતીય રૂપ રજૂ  કરવાનો પ્રયત્ન છે . ટૂંકી વાર્તા પરત્વે પણ આવા 
 પ્રયોગો થવા લાગે છે . 
 
 વિષયોની રીતે વિચારીએ તો 1954ની  આસપાસ નવાં નવાં વલણો દૃષ્ટિ - 
 ગોચર  થશે . પ્રગતિવાદે સામાજિક વાસ્વની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો , પણ 
 તે  પછી મનોવૈજ્ઞાનિક વાસ્તવનો પુરસ્કાર થતાં સ્ત્રી - પુરુષના સંબંધો વિષે નવો 
 અભિગમ લઈને વાર્તાઓ લખાવા લાગી . ગાંધીવાદે પુરસ્કારેલા મૂલ્યબોધનો ભાર 
 ઓછો થવા લાગ્યો ,  તેમ  તેમ સ્ત્રી - પુરુષસંબંધના નિરૂપણમાં છોછ ઓછો થતો ગયો . 
 એટલું જ  નહિ , ઇડિપસ - ગ્રંથિ  કે ઇલેક્ટ્રા - ગ્રંથિની વાર્તાઓ લખાવા  માંડી . યશપાલની 
 વાર્તા ` ધર્મરક્ષા ' માં  ચુસ્ત આર્યસમાજી  વિધુર પિતા , આર્૟સમાજમાં દિક્ષિત ગુરુકુલમાં 
 શિક્ષિત પુત્રીના જાતીયતાના અજ્ઞાનથી તેના જ એક  નોકરથી ભોગવતાં , પુત્રી પર  
 ગુસ્સે થઈ તેને મારવા જતાં પોતે જ તેનાં અંગોને  જાતીય આવેગથી મસળવા લાગે 
 છે તેનું વેધક  નિરૂપણ છે . 
 
 ભારતીય - અંગ્રેજ લેખક ખુશવંતસિંહ ` ઘ રેપ ' બલાત્કાર જેવી માંસલ આવેગની 
 વાર્તા લખે છે , જેમાં કાકાની છોકરી પરના બલાત્કારનું વર્ણન છે . એટલું જ  નહિ , 
 વાર્તાના અંતમાં જતાં બલાત્કારનો ભગ બનનારી છોકરી પોતે પોતાની ઇચ્છાથી 
 આરોપી  પાસે ગઈ હતી તેનો અપ્રત્યાશિત એકરાર કરે છે . ઉર્દૂમાં આ પ્રકારની 
 વાર્તાઓ મન્ટો  આપે છે . તેના પર  નગ્નતાવાદનો આરોપ પણ થયો છે . ખુશવંતસિંહની 
  જેમ મન્ટો પણ પ્રતિષેઘમુક્્ત ( અન - ઇન્હિબિટેડ ) લેખક છે . 
 
 તેલુગુ વાર્તાકાર પાલગુમ્મિ પદ્્રાજુની ` તોફાન ' વાર્તાનો પણ આ સંદર્ભમાં 
 ઉલ્લેખ કરી શકાય , જેમાં રાવ નામનો એક  પ્રવચનકાર એક  ભયંકર તોફાનમાં જેને 
 પોતે ગાડીના ડબ્બામાં ધુત્કારી હતી , તેવી ભિખારણના યુવાન શરીરની ઉષ્માથી રાત 
 કાઢે છે તેનું સાંકેતિક નિરૂપણ છે . 
 
  અહીં આપણને ચંદ્રકાન્ત બક્ષીનું ` કુંત્તી ' રચનાનું સ્મરણ થશે , જેમાં બે  
  બાજુ પુરુષ  સાથે શય્યાશાયિની થનાર નારીનું ચિત્રણ છે . અલબત્ત વાર્તા 
 કારે નિષિદ્ધ વિષય લીધો છે  અને વાર્તામાં રૂપમાં લખાણ રજૂ  કર્યું છે ,  એટલે 
 જ  અહીં તેની ઉલ્લેખપાત્રતા છે ,  વિશેષ  નહિ ,  કેમ  કે વાર્તા થતી નથી 
 
 પાન નં 18 
 
 014 . ટૂંકી વાર્તા : નવી ક્ષિતિજો 
 
 જેમકે ડ૊ . નામરાવસિંહ હિન્દી ટૂંકી વાર્તા વિષે વાત કરતાં સાતમાં દશકમાં 
 લખતા વાર્તાકારોની સિદ્ધિઓને બિરદાવતાં કહે છે : 
 
 સાતમા દશકના વાર્તાકારઓ પરંપરાથી  પ્રાપ્ત થતા વાસ્તવના ખ્યાલોનો 
 ત્યાગ કરીને , જેનાથી આજ સુધી આંખને અળગી રાખાવામાં આવે છે તેવી 
  સામાન્ય માનવીની સરેરાશ જિંદગીમાં વ્યાપ્ત એવાં પરાયાપણાનાં , પોતે જ 
  જાણે  નિર્વાસિત હોય . તેવી તેની સ્થિતનાં , અમાનુષિકતા  અને સંત્રાસના 
 અતલ  ઊંડામમાં દૃષ્ટિ નાખવાનો પ્રયત્ન કર્યો . . . આ પરિવર્તનમાં હિન્દી ટૂંકી 
 વાર્તામાં નવી સર્જનાત્મક સંભાવનાનનાં દ્વાર ખુલ્યાં છે . તેમાં શંકા નથી , 
 
  ગુજરાતી ટૂંકી વાર્તા પૂરતી વાત કરીએ તો સ્વાતંત્ર્યોત્તર ટૂંકી વાર્તાના 
 સ્વરૂપમાં સુરેશ જોષીએ કરેલ ` કપોલકલ્પિત ' નો પ્રયોગ  અને મધુરાયનો ` હાર્મિનેકા ' 
 નો પ્રયોગ ઉલ્લેખ માગી લે છે . ` કપોકલ્પિત ' આપણને પરીલોકના નવા ભાવિવિશ્વમાં 
 
 પાન નં 19 
 
 લઈ જાય છે . ભાષા , ભાવ કલ્પના બધુંય અધર  લોકનું  અને  છતાં દરેકનાં 
 મનમાં રહેલા શિશુમન સાથેનું સંધાન થતું જાય છે . 
 
 ` હાર્મોનિકા '  ના પ્રયોજક મધુ રાય પોતાના નવા વાર્તાસંગ્રહ ` રૂપકથા ' 
 ( 1972 ) ને  અંતે હાર્મોનિકા વિષે વાત કરતાં લખે છે : 
 
 નવલિકા ,  કે વાર્તા  હવે  કદાચ વ્યાખ્યા સાંખે એટલી સ્પષ્ટ ગણતરીના 
 પરિણામો વાળી નથી રહી , પરમેશ્વર  કે પરમેશ્વર સર્જેલી કોઈ પણ વ્યક્્તિ 
  કે વસ્તુને એક  વાક્ય્  કે મહાનિબંધથી પૂરેપૂરી વર્ણવી શકાઈ નથી . એવું 
 જ સંકુલ સ્વરૂપ વાર્તાએ પણ પકડ્યું છે . દરેકે દરેક વાર્તા છેલ્લી સ્થપાયેલી 
 વ્યાખ્યા તોડે છે . 
 
  પછી તેઓ લખે છે : 
 
 આજની વાર્તાના સ્વરૂપોમાં  કદાચ ` વાર્તા ' જ પૂરતી નથી .  કદાચ ` વાર્તા ' 
 જરૂરી  જ નથી .  કદાચ વાર્તા આડી આવે છે . 
 
  પછી પોતાની હાર્મોનિકાઓ વિષે વાત કરતાં લખે છે : 
 
 હાર્મોનિકા આ લખનારે પોતાની વાર્તા - સરખા લખાણો  માટે પ્રયોજેલો શબ્દ 
 છે . . . એમાં લય આવે છે  અને ટૂટે છે , કવિતાની  જેમ હાર્મોનિકા કાનથી 
 વાંચવાની કૃતિઓ છે . 
 
  અને દેખીરતા અર્થશૂન્ય સ્વરૂપને કારણે હાસ્ય  કે પ્રતિકૃતિઓ પ્રેરે તે 
 સ્વાભાવિક છે . 
 
 મધુરાયની હાર્મોનિકા  આમ , ટૂંકી વાર્તાના સ્વરૂપની એક  નવી બારી ખોલવાની 
 દિશાનો પ્રયત્ન છે . ભાષાના  અને ટેકનિકના સ્તરે થતા સ્વરૂપવિકાસ આવા 
 પ્રયોગો અન્ય  ભાષાઓમાં પણ થતા હશે . 
 
 1960 માં બુદ્ધદેવ બસુએ બંગાળી સાહિત્યમાં કવિતા  અને ટૂંકી વાર્તા - 
 આ બે  જ સાહિત્યસ્વરપો વિકસતાં હોવાની વાત કરી હતી . 1969 માં ` આજકેર 
 ગલ્પ ' ( આજની વાર્તાઓ )  ના ટૂંકી વાર્તાના સંકલનમાં તેના સંપાદિક પ્રસિદ્ધ 
 કવિ - કથાકાર સુનિલ ગંગોપાધ્યાયે એવી ઘોષણાકરી છે  કે આ સંકલનમાં ઘણી 
 બધી વાર્તાઓ વિશ્વની કોઈ પણ ભાષાની સંપત્તિ બની  શકે તેવી છે તેઓ લખે છે : 
 
 પાન નં 20 
 
 ` એક   વખતે નિઃસંગતા  અને દુઃખબોધનું જે પ્રાબલ્ય જોવા મળતું હતું , 
 તેનાથી આ રચનાઓનો તફાવત  હવે સ્પષ્ટ દેખાય છે . દુઃખને બદલે આવી 
 પરિશીલિત નિર્લિપ્તતા , નિઃસંગતાને  સ્થાને કૌતુકભાવ . વાર્તા તૈયાર  કરવાની 
 બાબતમાં કોઈના કોઈ આગ્રહ નથી . વાર્તા  જાણે  કે જીવનનો ધારાવાહિતાનો 
 એક  એક  ખંડ  છે .  લગભગ બધી વાર્તાઓનો નાયક  પ્રત્યક્ષ  કે પરોક્ષભાવે 
  સંપૂર્ણ વાસ્તવભાવે દશ્યરચનામાં ચરમ દક્ષતા બતાવી હતી  જેમ અનેક 
 લેખકોએ ,  તેમ  સંપૂર્ણ  અમૂર્ત દશ્યરચનામાં અનેકોએ પારદર્શિતા બતાવી 
 છે . કેટલાક તો આ બને  સૂક્ષ્મ રૂપે જોડી શક્યા છે . આ છેલ્લી ટેકનિકનો 
 અત્યાર સુધી બંગાળીમાં અભાવ હતો . ' 
 
  એટલે સુનિલે ગંગોપાધ્યાયને મતે આજનૂ ટુંકી વાર્તા ( બંગાળી ) એ એક  
 નવી ભૂમિકા પર  પ્રગતિ કરી છે ( સુનિલ ગંગોપાધ્યાય સંપાદિત આ વાર્તાસંગ્રહમાં 
 મોટા ભાગના વાર્તાકારો 1934 થી 1946  ના વર્ષો  વચ્ચે જન્મેલા છે , તે સૂચક છે . ) 
 
  સામાન્ય રીતે કોઈ પણ ભાષામાં કોઈ કોઈ સાહિત્યસ્વરૂપ ક્યારેક ગતિરોધકની 
 અવસ્થા આવતી હોય છે . ખરી . ગુજરાતીમાં સ્વાતંત્ર્ય પછીનાં કેટલાક વર્ષોમાં વાર્તા - 
 ક્ષેત્રે આ સ્થિતિ રહી હતી , જે 1956 માં ` ગૃહપ્રવેશ '  ના પ્રકાશન  સાથે બદલાય છે . 
  વચ્ચે એવી ઘોષણાઓ થતી હતી  કે નવલકથાનો ` નાભિસ્વાસ ' ચાલે છે . પણ આપણે 
 જોઈએ છીએ  કે આ ક્ષેત્રમાં પણ નવી નવી શક્યતાઓ તો ખીલતી જ જાય છે . 
 
 આમેય જોઈએ તો વાર્તાનું સ્વરૂપ તો જમાનાજૂનું છે . એ બદલાતું રહ્યું છે . 
 વિશ્વમાં એના નવા સ્વરૂપનો આવિર્ભાવ ઓગણીસમી સદીનાં પૂર્વાર્ધમાં થયો હતો . 
 તે પછીય તેમાં ફેરફારો થતા રહ્યાં છે . 20 મી સદીના ઉત્તરાર્ધમાંય ટૂંકી વાર્તા 
 સમય  સાથે કાયાકલ્પ સાધી નવ  નવ  રૂપે વિલસતી રહી છે .  એટલે આજે ટૂંકી 
 વાર્તા ત્રિભેટે ઊભી છે એવો ભય સેવવાની  જરૂર નથી . નવી નવી ક્ષિતિજો ઊઘડી 
 રહી છે . ભારતની  વિવિધ ભાષાઓમાં લખાતી આજની ટૂંકી વાર્તાઓ એની સાખ 
 પૂરે છે . 
 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
 
 પાન નં 338 
 
 પ્રકરણ - 16 
 
 0ગુજરાતી ટૂંકી વાર્તા : 1 વિકાસની રૂપરેખા 
 
  ખરેખર જેને ટૂંકી વાર્તા કહી શકાય એવી ગુજરાતીની પહેલી ટૂંકી વાર્તા 
 કઈ - એ વિષે ટૂંકી વાર્તાના ઇતિહાસકારોમાં મતભેદ છે .  પરંતુ કેટલાકને મતે અંબાલાલ 
 સાકરલાલ દેસાઈની વાર્તા ` શાંતિદાસ ' ( 1900 ) તે  ગુજરાતી ભાષાની પહેલી 
 ટૂંકી વાર્તા છે . આ સમયે જે કેટલીક વાર્તાઓ લખાઈ છે તેમાં સુધારાવાદનો 
 વિષ૟ પરોક્ષપણે જોવા મળે છે . રમણભાઈ નીલકંઠ જેવાની વાર્તાઓમાં હાસ્યરસની 
 પ્રધાનતા પણ જોવા મળે ,  પરંતુ ટૂંકી વાર્તાને એક  કલાસ્વરૂપ તરીકે ખિલવવાનો 
 આ સમયના વાર્તાકારોના કોઈ પ્રયત્ન નથી . 
 
 કલાસ્વરૂપની સભાનના સાથેનો આવો પ્રયત્ન સૌ પ્રથમ મલયાનિલ ( લ 1892 - 
 1919 ) ની વાર્તાઓમાં જોવા મળે છે . તેમની ` ગોવાલણી ' વાર્તા 1918 માં પ્રગટ 
 થઈ હતી . એ વાર્તામાં  ગુજરાતી ટૂંકી વાર્તા એનું કલાસ્વરૂપ સિદ્ધ કરતી જોવા મળે છે . 
 
 ` ગોવાલણી ' વાર્તા પ્રથમ પુરુષમાં કહેવાઈ છે કથાનાયક વાર્તાની શરૂઆત 
 ગોવાલણીના સૌન્દર્યવર્ણનથી કરે છે . એ વર્ણનમાં ભારોભાર રોમાંટિકતા છે , પણ 
 કથાનાયક તેના સૌન્દર્ય જિતાઈ ગયો છે ,  તેથી તે નિર્વાહ્ય  બલકે ,  આવશ્યક બને છે 
 ગોવાલણીનું સૌન્દર્ય જોઈ  પરિણીત કથાનાયક થાય છે  કે પોતે ભરવાડ જન્મ્યો 
 હોત તો ઠીક થાત . એક  દિવસ ગોવાલણમીની  પાછળ  પાછળ જવા નીકળે છે . રસ્તે 
 વડના ઝાડ  નીચે ગોવાલણી કથાનાયક  જોડે વાતચીત કરે છે  અને એને દૂધ પીવા 
  આપે છે . કથાનાયક મનને  જાણે એ ઓળખી ગઈ છે . ` હુંલ્લી ચ્યોંક  મેલી આવીસુ ' 
 
 પાન નં 339 
 
  એમ કહી કથાનાયક બેસાડી તે ` હુંલ્લી ' લેવાને બાહને જાય છે  અને પાછી આવે છે . 
 કથાનાયક એના આવ્યા પછથી  વળી પાછો ભાવુક બનીને તેની  સાથે વાતો કરવા 
 માંડે છે , તે વાતોમાં આ ગોવાલણી માટેની એની ઘેલછા  પ્રકટ થઈ જાય છે . એ કહે 
 છે , ` તારા જેવું કોઈક મારી  સાથે હોય તો મારે ઘેર જવાનું નામ જ  ન લઉં . ' 
  આમ વાતચીત ચાલતી હોય છે .  ત્યાં વડ નીચેની એ છાપરીની બારીમાંથી કથાનાયકની 
 પત્ની ડોકિયું કરે છે (  ખરેખર તો ગોવ3ાલણીએ જ સુલ્લીને બહાને એને બોલાવી 
 આણી છે . ) કથાનાયક ગોવાલણીની ચતુરાઈ સમજી જાય છે . પ્રથમ પુરુષમાં આ 
 વાર્તા છે  અને વાર્તાનાક પોતાની બેવકૂફી પર  પણ હસી લે છે . વાર્તામાં છેલ્લું 
 વાક્ય છે : 
 
 ચિત્રકારને  અહીં ચિત્ર ચીતરવાનાં હતાં ; એક  કાલિકા , બીજી જાદુગરણી 
 ને ત્રીજો  બેવકૂફ . 
 
 વાર્તા સહજ  ગતિએ કહેવાતી ગઈ છે . પ્રસંગોની સ્વાભાવિકતા  અને એની આણધારી 
 ચરમસીમા વાર્તાને કલાત્મક બનાવે છે . 
 
 મલયાનલની  સાથે ટૂંકી વાર્તાના લેખકોમાં ધ઩સુખલાલ મહેતા  અને કનૈયાલાલ 
 મુનશીનું પણ સ્મરણ કરવું પડશે . પણ  પછી ધૂમકેતુની વાર્તાઓએ  ગુજરાતી ટૂંકી 
 વાર્તાને એની ખરી અસ્મિતા આપી . તેમણે જુદા જુદા વિષ૟ની ટૂંકી વાર્તાઓ 
 લખી , એટલું જ  નહિ ટૂંકી વાર્તાના કલાસ્વરૂપ વિષે પણ વિચારણા કરી ` તણખા ' 
 ( 1925 ) ની પ્રસ્તાવનામાં તેમણે નમવલકથા  અને ટૂંકી વાર્તાનો ભેદ બતાવી કહ્યું 
 " જે વીજળીના ચમકારાની પેઠે એક  દૃષ્ટિબિંદુ રજૂ  કરતાં કરતાં સોંસરવી નીકળી 
 જાય , એને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ 
 જગાડી , વાંચનારની  આસપાસ એક  નવી જ કાલ્પિનક સૃષ્ટિ ઘડી કાઢે , એ ટૂંકી 
 વાર્તા . નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે , ટૂંકી વાર્તા કલ્પના  અને 
 લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ - તણખો જ - મૂકે છે . " 
 
 તે  પછી તેમણે ટૂંકી વાર્તાના ઘટક  તત્ત્વોમાં વસ્તુવિધાન , પાત્રાલેખન  અને 
 શૈલી પર  ભાર મૂક્યો . 
 
 આ સમયે રાષ્ટ્રીય આંદોલન પુરજોશમાં હતું .  સમગ્ર ભારતમાં  અને વિશેષે 
 ગુજરાતમાં ગાંધીવિચારનો પ્રભાવ સાહિત્યકારો પર  પડવા લાગ્યો હતો .  કદાચ  તેથી 
 ધૂમકેતુની વાર્તાઓમાં ભાવનાવાદનું પ્રાબલ્ય છે . તેમનાં ચરિત્રો ઘણી વાર ધૂની  
  કે ભાવનાપરસ્ત હોય છે . ભૈયા દાદા  કે અલી ડોસા જેવાં તેમના પાત્રો અમર  
 
 પાન નં 340 
 
 બની ગયાં છે . પોતાની વાર્તાઓમાં ધૂમકેતુ પ્રકૃત્તિનાં  સુંદર વર્ણનો ગૂંથી લે છે વાર્તા 
 કહેતાં કહેતાં  વચ્ચે તેઓ લેખકીય ટીકાટિપ્પણી પણ આપતા જાય છે . તેમની 
 વાર્તાઓમાં ગ્રામજીવન પ્રત્યેનો તેમનો પક્ષપાત છતો થાય છે . 
 
 રા . વિ પાઠકે ` દ્વિરેફ '  ના નામથી વાર્તાઓ લખી છે . ધૂમકેતુના ભાવનાવાદની 
 તુલનામાં દ્વિરેફની તાર્કિકતા ધ્યાન ખેંચે . તેમણે પણ ટૂંકી વાર્તા સ્વરૂપ વિષે  વિગતે 
 ચર્ચા કરી .  વિવિધ દૃષ્ટાંતોથી તેમણે ટચૂકો  અને ટૂંકી વાર્તા વચ્ચેનો તફાવત સ્પષ્ટ 
 કર્યો . તેમણે કહ્યું  કે ` ટૂંકી વાર્તા જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા પાત્રોથી , 
 ઓછામાં ઓછા બનાવોથી , ઓછામાં ઓછા શબ્દો નિરૂપિત કરે છે . ' 
 
 પોતાની વાર્તાઓમાં દ્વિરેફે આ જીવનરહસ્યને કલાત્મક રીતે નિરૂપિત કર્યું 
 છે . તેમની વાર્તાઓમાં એક  પ્રકારની વાસ્તવિકતા જોવા મળે છે . અંગ્રેજી કેળવણીની 
 યુવા માનસ  પર  પડતી અસરનું નિરૂપણ કરતી વાર્તા ` મુકુન્દરાય ' તેના  સમગ્ર 
 નિરૂપણ  અને કલાત્મક અંતથી અવિસ્મરણીય બની ગઈ છે . તો ` જક્ષણી ' જેવી 
 વિનોદપ્રવણ વાર્તા દ્વિરેફની નર્મવૃત્તિને  પ્રકટ કરે છે . આવી નર્મમર્મવાળી વાર્તાઓની 
 સંખ્યા દ્વિરે઱માં સારી એવી છે . ` ખેમી ' સમાજના નીચલા સાસ્તરનાં પાત્રોને કેન્દ્રમાં 
 રાખીને લખાયેલી દામ્પત્યપ્રેમની તેમની પ્રસિદ્ધ વાર્તા છે , ` બુદ્ધિવિજય ' જેવી4 
 તેમની જુદા જ પ્રકારની વાર્તા પણ નોંધ  પાત્ર છે . 
 
  ખરેખર તો  ગુજરાતી ટૂંકી વાર્તાને નક્કર  ભૂમિકા મળી હોય તો તે આ સદીના ત્રીજા 
 દશકમાં ધૂમકેતુ  અને દ્વિરેફની વાર્તાઓથી . બંનેની વાર્તાઓ અલગ પ્રકારની છે ,  તેમ 
  છતાં તે બંનેની વાર્તાઓથી  ગુજરાતી ટૂંકી વાર્તાને ઉચિત  દિશામાં ગતિ મળે છે . 
 
 1930 ની  આસપાસ  ગુજરાતી સાહિત્યમા પ્રાગતિક બળો  પ્રકટ થતાં જોવા 
 મળે છે . 1930ની દાંડીકૂચ જેવી રાષ્ટ્રીય ચળવળનો બોધ તેમાં ભળેલો હોય . છે . 
 ગાંધીજીના પ્રભાવને કારણે  અગાઉથી જ સમાજના દીનદલિત  કે કિસાનમજદૂર 
 વર્ગ પ્રત્યે  ગુજરાતી સાહિત્યકારો  ઉન્મુખ થયેલા જ હતા . ઝવેરચંદ મેઘાણીએ 
 ` મેઘાણીની નવલિકઓમાં ' પીડિતોની વાતો લખી છે . 
 
 આ સમયે ટૂંકી વાર્તાના ક્ષેત્રે કવિઓનો પ્રવેશ થાય છે . સુંદરમ્્ ` ખોલકી 
  અને નાગરિકા ' ની  અને ઉમાશંકર જોશી ` શ્રાવણીમેળો ' ની વાર્તાઓ લખે છે . 
 ઉમાશંકરની વાર્તાઓમાં વિષ૟ોનું વૈવિધ્ય  અને પ્રયોગોનું નાવીન્ય ધ્યાન ખેંચે છે . માર્ક્્સ 
  અને ફ્રોઈડની વિચારધારાથી આ વાર્તાકાર પરિચિત છે , એટલું જ  નહિ પોતાની 
 
 પાન નં 341 
 
 વાર્તાઓમાં એ પરિચય  પ્રકટ કરે છે . ` શ્રાવણી મેળો ' વાર્તામાં આદિવાસી સમાજના 
 મેળાના રંગભર્યા વાતચાવરણની પૃષ્ઠભૂમિમાં જીવનની કઠોર  વાસ્તવિકતા તેઓ 
 ઉપસાવે છે . ` મારી ચંપાનો વર ' તેમની એક   ઉત્તમ વાર્તા છે , જેમાં સાસુ જમાઈના 
 નિષિદ્ધ સંબંધોનું  અત્યંત કલાત્મક નિરૂપણ છે . વાર્તાકાર નૈતિકતાનો પ્રશ્ન કેન્દ્રમાં 
 લાવ્યા વિના નીતિરપક્ષેરૂપે વાર્તા સિદ્ધ કરે છે . વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખીને 
 લખાયેલી ` જાકળિયું ' પણ તેમની પ્રસિદ્ધ વાર્તા છે . 
 
 સુન્દરમ્્ની વાર્તાઓમાં વાસ્તવિકતાની ભૂમિ છે . ` માને ખોળે '  કે ` માજા 
 વેલાનું મૃત્યુ ' જેવી તેમની વાર્તાઓ આ દૃષ્ટિએ  અત્યંત નમોંધપાત્ર છે . ` નારસિંહ ' 
 જેવી  સજાતીય સંબંધોની વાર્તા પણ તેમણે લખી છે . ` ખોલકી ' માં તેમણે કખાનાયિકાને 
 મુખે વાત કહેવડાવી  ઉત્તમ વાર્તા સિદ્ધ કરી છે . ` ખોલકી ' ની પડછે ` નાગરિકા ' ની 
 સરખામણી રસપ્રદ બનશે . સુંદરમ્્ની વાર્તાઓમા ક્યાેરક  વધારે પડતો પ્રસ્તાર 
 કલાત્મકને દુષિત કરે છે . 
 
 ગુલાબદાસ બ્રોકર આ સમયે નગરજીવનનાં પાત્રોના સંકુલ મનોવ્યાપારોની 
 વાર્તાઓ લખે છે . ` લતા શું બોલે ? ' તેમની  અત્યંત પ્રસિદ્ધ વાર્તા છે . ટૂંકી વાર્તા 
 ગુલાબદાસની સાહિત્યિક અભિવ્યક્્તિનું  મુખ્ય માધ્યમ છે . સુંદરમ  અને ઉમાશંકર વાર્તા 
 લખતા બંધ  થયા છે ,  જ્યારે ગુલાબદાસ  હજી પણ આ ક્ષેત્રે ક્રિયાશીલ રહ્યા છે . 
 ` સ્નેહરશ્મિ ' એ ભાવનાવાદી વાર્તાઓ આપી છે ,  જો  કે એ સ્નેહરશ્મિ  પછી 
 ` પ્રતિકાર ' જેવી પ્રગલ્ભ વાર્તા પણ લખે છે . 
 
 ` શ્રાવણી મેળો ' માં ઉમાશંકરે ઉત્તરગુજરાતના ગ્રામપ્રદગેશની વાર્તાઓ આપી 
 પણ  પછી ગ્રામપ્રદેશની  ભરપૂર વાર્તાઓ પન્નાલાલ પટેલની કલમમાંથી મળે છે . આ 
 ક્ષેત્રમાં તેમની  સાથે ઇશ્વર પેટલીકરનું  નનામ લઈ શકાય .  પરંતુ પન્નાલાલ કલા - 
 તત્ત્વની સરસાઈ જોવા મળે . તેમની ` વાત્રકને કાંઠે ' વાર્તાએનું જવલંત ઉદાહરણ 
 છે . ` સાચાં શમણાં ' પન્નાલાલ લાંબી ટૂંકી વાર્તા છે . વાર્તાનાયક મથુરના જાગ્રત 
  અને અર્ધજાગ્રત ચિત્તના વ્યાપારો દ્વારા વાર્તાકાર એને ભીંસતી વ્યથા આલેખે છે 
 વાર્તાના અંત સુધી મથુરના આંતરદ્વન્દ્વને તીવ્ર આંદોલનથી ઝંકૃત કરતા જઈ પ્રચંડ 
 રાગાવેગની કથા વા4તાકાર  આપે છે . પેટલીકરની ` લોહીની સગાઈ ' જેવી વાર્તાઓ 
 ગુજરાતીમાં  બહુ ઓછી જોવા મળે છે . એમાં ગાંડી દીકરીની સારાવાર કરતી મા એ 
 દીકરીનેગાંડાની ઇસ્પિતાલમાં ભરતી કરાવ્યા  પછી એનો વિાચર કરતાં કરતાં ` એની 
 નાતમાં બદલાઈ જાય છે . ' 
 
 પાન નં 342 
 
 જયંત ખત્રી  , બકુલેશમાં પ્રાગતિક રંગો છે . જયંત ખત્રીની વાર્તાઓમાં એક  
 પ્રકારની કલાત્મક જોવા મળે છે . તેમનો પહેલો વાર્તાસંગ્રહ ` ફોરાં ' 1944 માં  પ્રકટ 
 થયો હતો . તે  પછી ` વહેતાં ઝરણાં '  અને ` ખરા બપોર . ' તેમની ટૂંકી વાર્તા 
 ` લોહીનું ટીપું ' ઘણાને મન નવી ટૂંકી વાર્તાનું પ્રસ્થાનબિંદુ છે . તેમની વાર્તાઓમાં 
 વૈવિધ્યભરી પાત્રસૃષ્ટિ , બલિષ્ઠ નિરૂપણરીતિ પ્રકૃતિક રંગછટા , ભાષાનો સર્જના 
 ત્મક વિનિયોગ જોવા મળે છે . નવી નવલિકાના આવિર્ભાવ  સાથે જયંત ખત્રીની 
 વાર્તાઓ  વિશેષ ચર્ચા પામી . તેમની પરવર્તી વાર્તાઓમાં ` ધાડ ' , ` ખરા બપોર ' 
  અને ` માટીનો ઘડો ' પ્રતીકાત્મક નિરૂપણ  માટે જાણીતી છે . 
 
  ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં જયેતી દલાલનું નામ એક  પ્રયોગવીર તરીકે 
 લઈ શકાય . આ પ્રયોગવૃત્તિમાં ભળે છે . લેખકની વ્યંગકટાક્ષની રીતિ . ભાષાની 
 વિનિયોગમાં  અને ટેકનિકની બાબતમાં જયંતી દલાલ  અત્યંત સભાન છે  અને  એટલે 
 પોતાના સમકાલીનોમાં તેઓ વાર્તાકાર તરીકે જુદા તરી આવે છે . ` જગ મોહને શું 
 જોવું ' , ` મોહન ધૂળાની હિસ્ટરી ટિકિટ ' , ` આ ઘેર પેલે ઘેર ' , ` આભલાનો ટુકડો ' 
 આદિ તેમણી જાણીતી વાર્તાઓ છે . ઘટનાનું જેમાં ઓછું વજન છે , તેવી તેમની 
 વાર્તાઓમાં ` આભલાનો ટુકડો ' લઈ શકાય . વાર્તાઓમાં તેમણે મિથનો પણ ઉપયોગ 
 કરી જાણ્યો છે . જયેતી દલાલ વાર્તાકલાના મર્મી છે . તેવી પ૟્રતીતિ `  અડખેપડખે ' 
 સંગ્રહ  સાથે જોડેલો ` પંડ પૂરતો ' લેખ છે . 
 
 ` ઘૂઘવતાં પૂર '  સાથે ચુનિલાલ મડિયા વાર્તાક્ષેત્રે આવ્યા  અને તેઓ જેવા 
 આવ્યા તેવા છવાઈ ગયા . વિષ૟ોની સીમા ક્યાંય એમને નડી નથી . ` નીલાંજસા ' 
 જેવી ઐતિહાસિક પરિવેશની સફળ  વાર્તા લખનાર ` કમાઉ દીકરો ' જેવી લખુડા 
 પાડાની જબર્દસ્ત પ્રભાવક વાર્તા લખે છે . તેમણે વાર્તાઓ  વિપુલ પ્રમાણમાં લખી 
 છે . ટૂંકી વાર્તના સ્વરૂપ વિષે તેમણે પણ જાણકારની અદાથી લખ્યું છે . 
 
 ધીરુબહેન પટેલ  અને શિવકુમાર જોષીના નામ ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં લેવાં પડે 
 શિવકુમાર જોષીએ ઘણા વાર્તાસંગ્રહ આપ્યા છે . ` વિશ્રંભ કથા ' સંગ્રહમાં એ નામની 
 ધીરુબહેનની વાર્તા નારી હૃદયની ફલ્ગુધારા જેવી પ્રણયધારાના સંકેતિક નિરૂપણથી 
 સ્પર્શી જાય છે . 
 
 1957માં સુરેશ જોષીનો વાર્તાસંગ્રહ ` ગૃહપ્રવેશ '  પ્રકટ થયો . અરૂઢ રચના - 
 રીતિથી આ વાર્તાઓએ  તરત ધ્યાન ખએંચ્યું . એ સંગ્રહની પ્રસ્તાવના ટૂંકી વાર્તામાં 
 ઘટના વિષેના વિધાનેઘણી બધી ચર્ચાઓ જગાવી . તેમણે લખ્યું છે : 
 
 પાન નં 343 
 
 ઘટનાનો બને તેટલો હાસ સિદ્ધ કરવા તરફ મારો પ્રયત્ન છે . એનો રસ 
 હોય તો તે આકારની રચનામાં છે . લાગણઓને બીબાં પૂરતી વાપરી છે , 
 આકાર ઢાળ્યા  પછી એને વર્જય ગણીને પરિહાર કર્યો છે . 
 
 પરવર્તી  ગુજરાતી ટૂંકી વાર્તાની રચનારીતિમાં ઘટના તિરોધાન તરફ ઝુકાવ 
 વધ્યો ,  અને એક  અંતિમે પહોંચી ગયો , જેને પરિણામે વાર્તા ક્ષીણદેહ થતી ગઈ . 
 આ રચનારીતિઓ સર્જનાત્મક વિરોધ પણ થતો રહ્યો છે . વાર્તાકાર સુરેશ જોષી 
  સતત પ્રયોગશીલ રહ્યાં છે . 1957માં  પ્રકટ ` ગૃહપ્રવેશ ' પ્રથમ વાર્તાસંગ્રહ . 1981માં 
 પાંચમો વાર્તાસંગ્રહ `  એકદા નૈમિષારણ્યે '  પ્રકટ થયો છે ! એ વાત  ચોક્કસ  કે સુરેશ 
 જોષીની લવાર્તાઓએ  ગુજરાતી વાર્તાને નવો વળાંક આપ્યો . 
 
 આ નવી ટૂંકી વાર્તાની ગતિવિધિ જોતાં તેના સ્વરૂપ વિષે કતોઈ  નિશ્ચિત 
 લક્ષણો બાંધી આપવાં  મુશ્કેલ છે . ટૂંકી વાર્તા  ક્યાંક કવિતા , મિથ  કે કપોલ 
  કલ્પિત ( ફેન્ટસી ) તરફ ગતિ કરતી લાગે છે .  ક્યાંક રેખાચિત્ર જેવી લાગે છે .  ક્યાંક 
 રિપોતાઝ જેવી . ધૂમકેતુ  કે દ્વિરેફની ટૂંકી વાર્તા જેવી - આદિ - મધ્ય  અંત વાળી સંઘેડા 
 ઉતાર રચનાઓનો આગ્રહ જવલ્લે જ જોવા મળશે . 
 
 ટેકનિકની સભાનતા નવી ટૂંકી વાર્તામાં  અત્યંત ઉગ્ર  છે . એ  સાથે નવા નવા 
 વિષ૟ો ખેડવાની પણ વાર્તાકારોની તમન્ના છે . ટૂંકી વાર્તામાં દર દાયકે નવા વળાંકો 
 આવતા રહ્યા છે , પણ 1957 પછીનો વળાંક તપરત ધ્યાન ખેંચે એવો છે . 
 
 નવી ટૂંકી વાર્તામાં આજના માણસની વાત કેન્દ્રમાં રહે છે . નવી વાર્તાનો 
 નાયક કોઈ  પરાક્રમી રાજકુમાર નથી , તે કોઈ સર્વહારા વર્ગનો પ્રતિનિધિ પણ નથી , 
 જેની તમામ  યાતના વિષમ  અર્થવ્યવસ્થા પર   નિર્ભર કરતી હોય . તે તો આજનો 
 માણસ છે . એના વિભન્ન લાગતા ચહેરાઓમાં  આખરે તો એક  ચહેરો છે - જેમાં 
 નામરૂપ વ્યવસાય આધિ વિલુપ્ત થઈ માત્ર ` એ '  કે ` તે ' બની રહે છે . 
 
 ` કુરુક્ષેત્ર ' ( સુ . જોષી ) નો હું , ` એક  સાંજની મુલાકાત ' ( ચં . બક્ષી ) નો 
 હું , `  નહિ અજવાળું ,  નહિ અંધારું ' ( સ . પાઠક ) ની હું , ` યારિક ' ( મધુ રાય )  ના 
 કુન્તલ સેન , ` થાક ' ( ર . ચૌધરી ) નો ` હેમંત આવી ' ( ઇવ ડેવ ) નો હું 
 ` ગૃહત્યાગ ' ( સુહાસ ઓઝા ) નો સુધીર ઠાકોર , ` શ્રીનવનીતરામ આત્મારામ શાહ 
 સુખી છે . ' ( જ્યો . જાની  )  ના નવનીતરામ વિશ્રઁભકથા ( ધીરુબહેન ) ની મંગળા 
 ` વ્હાઈ હોસ ' ( સુધીર દલાલ )  ના ` ધીરુભાઈ ' અન્નકૂટ ' ( ર . રાવળ ) નો વશરામ , 
 
 પાન નં 344 
 
 ` શિકાર ' (  ન . રાવળ ) નો હું આ સૃષ્ટિનો અંત નથી પણ આ બધા  છેવટે તો 
 આજના માણસના ચહેરા રૂપે પ્રકટી રહે છે . 
 
 ` તણખા ' માં ધૂમકેતુ ટૂંકી વાર્તા જે લક્ષણો બાંધી  આપે છે ,  કે રા . વિ 
 પાઠખ ટૂંકી વાર્તાની જે મીમસાં કરે છે . તેમાંથી જરા   આગળ જઈ ઉમાશંકર જોશી 
  અને ચૂનીલાલ મડિયા તેની વ્યાખ્યા કરે છે . સુરેશ જોષી ભિન્ન રીતે ટૂંકી વાર્તાને 
 પરિભાષિત કરે છે , જોકે ચંદ્રકાન્ત બક્ષી , રઘુવીર ચૌધરી આદિ અનેક સર્જકો સુરેશ 
 જોષીની વા4તાવિષયક દૃષ્ટિના ટીકાકાર રહ્યાં છે . તેમના મતે સુરેશ જોષીની 
 ટૂંકી વાર્તાની વિભાવનાએ  ગુજરાતી ટૂંકી વાર્તાના વિકાસને કુંઠિત કર્યો છે . 
 
 નવી ટૂંકી વાર્તાએ ટેકનિક પરત્વે જે જુદા જુદા પ્રયોગો ક4યા છે , તે નોંધ 
  પાત્ર છે . ટેકનિક માત્ર ચમત્કૃતિ સાધવા યોજાતી નથી નવા પ્રકારની માનસિકતા 
 વ્યક્્ત કરવા નવી નવી ટેકનિકોનો આશ્ર૟ લેવાય છે . કથા સાહિત્યમાં મનના આંતર 
 પ્રવાહોના આલેખન દ્વારા માનસિક દ્વન્દ્વને  પ્રકટ કરવાનું વલણ જોવા મળે છે . 
 બાહ્ય સંઘર્ષ  નહિ , પણ આંતરિક સંઘર્ષ ` ચેતનાપ્રવાહ ' જેવી ટેકનિકનો આધાર 
 લેવાનું કારણ છે . એ ચેતન  અને અર્ધચેતન મનના આલેખન દ્વારા વાર્તાકાર 
 કોઈ મનોવૈજ્ઞાનિક તથ્ય સિદ્ધ કરે છે  એમ  નહિ , એ એક  કલાકૃતિ રચે છે . સ્વપ્ન , 
 સ્મૃતિસાહચર્યો આદિ પદ્ધતિ દ્વારા તે  આમ કરવા મથે છે . ` તરંગિણીનું સ્વપ્ન ' , 
 ( ઈવા ડેવ ) માં આવતા સ્વપ્નમાં પાત્રોનાં કાયાકલ્પ તરગિણીના દામ્પત્યજીવનની 
 નિષ્ફળતાને એક  કલાસત્ય વડે રજૂ  કરે છે . ` સારિકા પંજરસ્થા ' ( સરોજ પાઠક ) ની 
 વાર્તામાં  મુક્્ત સાહચર્યોની ટેકનિકનો વિનિયોગ છે . 
 
 સુરેશ જોષી ફેન્ટસી ( કપોલકલ્પિત ) ની સૃષ્ટિ લઈને આવતી વાર્તાઓ 
  ગુજરાતી વા4તાની એક  તદ્દન નવી બારી છે . તેમની ` રાક્ષસ '  કે ` કપોલક્લપિત ' માં 
 પ્રતીક  ન ઢૂંઢીએ તો પણ જે તે રૂપે વાર્તા આસ્વાદ્ય બની રહે છે , કિશોર  જાદવની 
 વાર્તાઓ  અત્યંત પ્રયોગશીલ છે  અને કશુંક નવું સિદ્ધ કરવાનો દૃઢ અભિનિવેશ 
 લઈને આવે છે . તેમનો વાર્તા સંગ્રહ ` સૂર્યગ્રહણ '  કે ` છહ્મવેશ ' જોતાં એની પ્રતીત 
 થાય છે .  અહીં આપને કુન્દનિકા કાપડિયાની વાર્તાઓનું પણ સ્મરણ થશે . 
 
 નવા વાર્તાકારોમાં ચંદ્રકાન્ત બક્ષી , મધુ રાયનાં નામનો  વિશેષ ઉલ્લેખ થાય છે . 
 બક્ષીએ મુખ્યત્વે ઘટનાપ્રધાન વાર્તાઓ લખી છે . તેમની વાર્તામાં વિષયોનું વૈવિધ્ય 
 ધ્યન ખેંચે છે . મધુ રાય ટૂંકી વાર્તાને ` હાર્મોનિકા '  ના સ્વરૂપ સુધી લઈ જવાનો 
 પ્રયત્ન કરે છે . રાધેશ્યામ શર્મા  અત્યંત પ્રયોગશીલ વાર્તાકાર  અને વાર્તામીમાંસક 
 
 પાન નં 345 
 
 છે . રઘુવીર ચૌધરીનું વાર્તાવિશ્વ વૈવિધ્યભર્યું છે . ગ્રામ  અને નગરચેતનાની વાર્તાઓ 
 સફળતાથી લખી છે . આ  ઉપરાંત રાવજી પટેલ , વિભૂત શાહ , મહેશ દવે , જ્યોતિષ 
 જાની  , ઇવા ડેવ , પ્રબોધ પરીખ , ઘનશ્યામ દેસાઈ , સુધીર દલાલ , અશ્વિન દેસાઈ , 
 ઉત્પલ ભાયાણી , વર્ષા અડાલજા , સત્યજિત શર્મા આદિ વાર્તાકારો આજની  ગુજરાતી 
 ટૂંકી વાર્તાને સમૃદ્ધ કરી રહ્યાં છે . 
 
 ટૂંકી વાર્તાની એક  પ્રવૃત્તિ લખે લઘુકથાના સ્વરૂપનો વિકાસ થાય છે . મોહનલાલ 
 પટેલનું એ ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન છે .  હમણાં આવી લઘુકથાઓનો એક  પ્રતિરિધિ 
 સંગ્રહ `  ગુજરાતી પ્રતિનિધિ લઘુકથાઓ ' નામથી સંપાદિત કર્યો છે . 
 
 02 : થોડીક પ્રતિનિધિ વાર્તાઓનું વિવરણ - વિવેચન 
 
  ગુજરાતી ટૂંકી વાર્તાનું ક્ષેત્ર ઘ઱આંગણાનું ક્ષેત્ર છે .  અહીં કઈ વાર્તાઓને પ્રતિનિધિ - 
 રૂપ ગણવી તેની મુંઝવણ રહી છે .  તેમ  છતાં પ્રતિનિધિરૂપ  નહિ , તો માત્ર કેટલાંક મહત્ત્વનાં 
 ઉદાહરણો રૂપે આહીં વાર્તાઓ વિવેચન  માટે પસંદ  કરી છે . 
 
 તેમાં રા . વિ પાઠકની ` મુકુન્ગરાય ' , પન્નાલાલ પટેલની ` વાત્રકને કાંઠે ' , ઉમાશંકર 
 જોશીની ઝાકળિયું , ચુનિલાલ મડિયાની ` વાની મારી કોયલ ' , સરેશ જોશીની ` થીગડું ' 
 ચંદ્રકાંત બક્ષીની ` ગુડનાઈટ ડ૆ડી '  અને મોહનલાલ પટેલની ` મૌન ' વાર્તાઓ 
 લીધી છે . 
 
 3મુકુન્દરાય 
 
 રસિકલાલ પરીખના મતાનુસાર - " રા . વિ પાઠક ` દ્વિરેફ ' ની વાર્તા ` મુકુન્દરાય ' 
 અંગ્રેજીમાં જેને ટ્રેજિક કહી શકાય એવી વાર્તા છે . 
 
 વાર્તા ગામડાની પશ્ચાત્્ભૂમાં લખાઈ છે . એવું ગામડું છે , જે સ્ટેશનથી  દૂર 
 છે  અને  જ્યાં તાર ટપાલની સગવડ નથી . એવા એક  ગામમાં પ્રતિષ્ઠિત  અને નાતજાતમાં 
 આબરૂદાર , પ્રાચીન પરંપરાના સંસ્કારોથી સમૃદ્ધ રઘનાથ ભટ પોતાની બાલ - વિધવા 
 દીકરી ગંગા  સાથે રહે છે . પત્નીના અવસાન બાદ   અને તે  પછી , પુત્રી ગંગાના આવી 
 પડેલા વૈધવ્યથી ભક્્તહૃદય રઘનાથ ભટનું જીવન  જાણે વેગથી સરતું જાય છે .  હવે 
 તેમને માત્ર એક  જ ઇચ્છા છે - પુત્રને પ્રર્તિષ્ઠિત જોવાની . આ પુત્ર મેટ્રિક થયા  પછી 
 શહેરની કૉલેજમાં ભણે છે . રઘનાથ ભટનું કુટુંબ સંસ્કારી  જરૂર હતું , પણ જીવનમાં 
 આવી ગયેલી ઉદાસીનતાને લીધે ઘરમાંય પૈસાટકાની ખેંચ રહેતી . પરિણામે મુકુન્દને 
 જોઈએ એટલા પૈસા મળતા  નહિ .  પરંતુ મુકુન્દમાં  પૈસાદાર દેખાવાની કળા હતી . 
 પોતે ગરીબ  છે , એવું બતાવતાં એને શરમ આવે છે . કૉલેજજીવનથી એનામાં 
 થોડી બેપરવાઈ  અને ઉચ્છખલતા આવ્યાં છે . પોતાની આવડતથી મિત્રવર્ગમાં 
 
 પાન નં 346 
 
 મુકુન્દરાયે સારી પ્રતિષ્ઠા મેળવી છે . રજાઓમાં તે મિત્રો  સાથે ઘેર આવે છે . ઘેર 
 આવ્યા  પછી વૃદ્ધ પિતા  અને વિધવા પબહેન  સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન દાખવે છે . 
 એ જ  સાંજે મિત્રોને વળાવવા જાય છે  અને પોતે પણ તેમની  સાથે  બારોબાર 
 શહેર પાછો ચાલ્યો જાય છે . વૃદ્ધ રઘનાથ પુત્રનાં લક્ષણ પામી ગયા છે . વાર્તાને 
  અંતે પરોક્ષ એ એવી ઇચ્છા વ્યક્્ત કરે છે ,  કે આ કરતાં પુત્ર  ન હોય તો સારું . 
 
 વાર્તામાં એક  દિવસ કરતાંય ઓછો સમયગાળો છે . સવારના નવ  - દસ  વાગ્યે 
 એક  ઠાકરડો મુકુન્દરાયના મિત્રોના આગમન સાથેના સમાચારનો તાર લઈ઩ે આવે 
 છે . ત્યાંથી વાર્તાનો આ઱ઁભ થાય છે ,  અને  સાંજે પાંચેક વાગ્યે મુકુન્દ મિત્રોને વળાવવા 
 જાય છે  અને ત્યાંથી બારોબર ચાલ્યો જાય છે , તે  પછી ઘરમાં બાપ - દીકરીના 
 મર્મભેદી વાર્તાલાપના અંત  સાથે વાર્તા પૂરી થાય છે . 
 
  દરમ્યાન વાર્તાકાર રઘનાથ ભટ , તેમના કૌટુંબિક જીવનની કરુણતા ; મુકુન્દરાય 
 તેના કૉલેજ જીવનની કેટલીક રંગિનીઓ આલેખી પિતા - પુત્રની જીવનરીતિનો 
 વિરોધ રચી વાર્તામાં તણાવ લાવે છે . સમયનો આ કરકસરભર્યો ઉપયોગ વાર્તાને 
 કલાત્મક ઘાટ આપવામાં  સહાયક બને છે . ઘરમાં  પહેલાં સાંતિ હતી , ઘ઱માં  પછી 
 શાંતિ છે , પણ એ પછીની શાંતિ કેવી છે ? વાર્તામાં અંત ભાગે જતાં વાર્તાકારે કહ્યું 
 છે  તેમ - ` કોઈ મોટું મકાન આવે , અનેક વહાણોને ફાડી , તોડી , ડુબાડી પસાર  
 થઈ જાય  અને  પછી દરિયામાં શાંતિ ફેલાય તેવી શાંતિ ઘરમાં ફેલાઈ રહી . ' 
 
 વાર્તાકારે આ ` તોફાન ' મુકુન્દરાયનું આગમન  અને તેના વૃદ્ધ પિતા  અને 
 વિધવા બહેન પ્રત્યેના  નિર્મમ તોછડાઈભર્યા વર્તનમાં જોયું છે . પપરિણામે વાર્તામાં 
 કોઈ મૃત્યુ નથી  છતાં મૃત્યુ કરતાંય ઘેરી કરુણતા આ વાર્તા મૂકી જાય છે . 
 
 વાર્તાની શરૂઆત  અત્યંત ધીમી ગતિના ચિત્રાંકનથી થાય છે . 
 
 રાવૈયા ગામમાં સવારના નવદસ વાગ્યે પાદરે વડેલા  હેઠળ ગામનાં ઢોર ભેગાં 
 થયેલાં છે . વડનો છાંયો ફરે તડકો પડે  તેથી , તપીને કોઈ ઢોર માંડ માંડ 
 ઊઠી પાછું છાંયે જાય તે સિવાય ઢોર પણ નિસ્તબ્ધ થઈ ગોવાળની રાહ જોતાં 
 બેઠાં છે .  નજીક તળાવની પાળ  ઉપર એક  નાની પણ  સુંદર પુરાતન દેરી 
 છે . . . . તે દેરી  પાસે ધર્મદાની જાર વરેલી પડી હતી . પણ  સુંદર પુરાતન દેરી 
 કેટલાક પોપટ દેરી  ઉપર  અત્યારે મોટાં માથાં હલવાતા હલાવતા  જાણે 
 કોઈ કારભારાં ડોળતા હોય  તેમ વાતો કરતા હતા . તે સમયે એક  ઠાકરડો 
 બેઠેલાં ઢોરમાંથી વાંકોચૂકો રસ્તો કરતો  ધીમે  ધીમે ગામમાં ગયો . 
 
 પાન નં 347 
 
 આ પેન૊રેમિક મિત્ર  ધીરે  ધીરે નાનું થતું જાય છે . ઠાકરડો ગાનમાં ચૌટામાં 
 જાય છે ,  ત્યાં એક  દુકાને ચા પીવે છે ,  પછી રઘનાથનું ` ઘર ' પૂછે છે . આપણી 
  સામે  હવે આવે છે ખડકીબંધ ઘર  અને એ ઘરમાંથી  બહાર ડોકાતી વિધવા ગંગા 
 તે  પછી આવે છે રઘનાથ ભટ . 
 
 વાર્તામાં પ્રવેશ  વખતે જ વાર્તાકાર પોતાનાં પાત્રોનાં વર્ણનથી વાચકને એનો 
 પરિચય કરાવી દે છે . ગંગાનું વર્ણન કરતાં લેખે છે - ` બાઈએ થીગડાવાળું પણ 
 ચોખ્ખું અબોટિયું પહેર્યું હતું . તેનું મોં ચિંતાવાળું દેખાતું હતું ,  અને માથાના 
 વાળ આજે જ કઢાવેલા હતા ;  છતાં તેના અંગેઅંગમાં સ્ફૂર્તિ ,  અને તંદુરસ્તી 
 દેખાતાં હતાં . અનો પોતાની સ્થિતિ ઉપરના પ્રભુત્વથી  અને ,  અજ્ઞાત કૃત્યકૃત્યતાના 
 સંતોષથી જે સ્વસ્થતા આવે છે તે તેનામાં હતી . ' 
 
 રઘનાથ ભટની થબી પણ એવી પ્રભાવક રીતે આવે છે  કે પાત્રના શીલનો 
 વાચકને આ ઓછા શબ્દોમાં પણ પરિચય થઈ જાય - ` ઘરમાંથી પહેરેલી ધાબળીએ , 
 પાઠની ભગવદ્ ગીતાનો ગુટકો  એમ  ન  એમ હાથમાં રાખી , તેના પિતા  બહાર 
 આવ્યા . ' રઘનાથ ભટ્ટ ગામડાગામમાં સ્વભાવિક રીતે તાર જોઈ ચિંતિત થાય છે , 
 પણ ગંગા પિતાને ચિંતા  ન કરવા કહે છે . 
 
 તારમાં મુકુન્દરાય મિત્રો  સાથે આવે છે એવો સંદેશો હતો .  પછી પિતાપુત્રી 
 રસોઈ બનાવવાની વ્યવસ્થા લાગી જાય છે ,  અને વાર્તાકાર કહે છે .  તેમ ` થોડી 
 મિનિટ પર  ચિન્તાજન્ય શાંતિમાં ડૂબેલું ઘર ઘડીમાં હર્ષજન્ય વ્યવસાય પડી ગયું . ' 
 
 વાર્તાકારે આ  વખતે રઘનાથ ભટની કુટુંબકથા સહજી રીતે ગૂંથી લે છે , 
 જેમાં રઘનાથની સદ્ગતિ પત્ની હરકોરનું  સુંદર શબ્દચિત્ર છે . હરકોરનું મૃત્યુ  વખતે 
 ગંગા નવ  વરસની હતી  અને મુકુન્દ છ  વરસનો .  પછી ગંગા ચૌદમે વરસે વિધવા 
 થતાં રઘનાથના જીવન પર  બીજો કારી ઘા પડતાં એ ભગ્નહૃદય વૃદ્ધ કેવી રીતે 
 દિવસો વિતાવે છે , તેનું વર્ણન છે . 
 
 વેદનાવિધ્વસ્ત વૃદ્ધ પિતાના આ ચિત્રની સહોપસ્થિતિમાં  પછી વાર્તાકાર 
 ક૊લેજિયન મુકુન્દરાયનું ચિત્ર આલેખે છે . કેવી રીતે તે વિદ્યાર્થીઓમાં માનીતો થાય 
 છે  અને એ રીતે વિદ્યાર્થીઓ પણ તેને કેવી રીતે માન આપતા થાય છે , તે બાબતના 
 આલેખનમાં મુકુન્દરાયની ચારિત્રિક લાક્ષણઇકતાઓ છતી થાય છે . મિસ ગુપ્તા 
 સાથેની મુકુન્દરાયની મૈત્રિની વાત  અત્યંત અસરકારક રીતે કહેવાઈ છે . મુકુન્દરાયને 
 
 પાન નં 348 
 
 ગરીબ  દેખાવું પસંદ  નથી  અને  પૈસાદાર દેખાવાની કળા એને સિદધ છે  એમ તે 
 માનતો . વિધવા ગંગા  અને ઉદાસ  રઘનાથ ભટનાં શબ્દચિત્રોના વિરોધમાં મુકુન્દનું 
 શબ્દચિત્ર વાર્તાના પ્રભાવને દૃઢ કરે છે . આ ચિત્રો વાચકને તૈયાર  કરે છે  કે 
 કેવા પ્રકારનું ` કન્ફ્રન્ટેશન '  હવે  સામે છે . 
 
 વાર્તાના ઘટનાપ્રવાહમાં મુકુન્દરાયનો ` કમ  ઒ન , કમ  ઒ન ' શબ્દો સાથેનો 
 પ્રવેશ વાચક ભૂલી  શકે  તેમ નથી . આ પ્રવેશની રીતિ ઘણું સૂચવી જાય છે . 
 પિતા ` ભાઈ આવ્યો ? ' , કહે છે મુકુન્દરાય તો મિત્રોના વિવેકમાંથી પરવર્યૌ નથી ; 
  એટલે જવાબ પણ આપતો નથી . તેનું આ વર્તન એના ચરિત્રનું નિર્દશક છે . 
 ઘંટીના અવાજથી એ ચિઢાઈ જાય છે . વાર્તાકાર લખે છે - `  જાણે પોતે દોરી રાખેલું 
 કોઈ  સુંદર ચિત્ર કોઈએ ભૂંસી નાખ્યું હોય . . . . ' 
 
 મિત્રોની હાજરીમાં મુકુન્દરાયને  હવે પોતાની કહેવાતી પ્રતિષ્ઠા સાચવવાના પ્રયત્ન 
 કરતો વાર્તાકાર આલેખે છે  અને  એમ કરવામાં વાર્તાને સંઘર્ષના  સૂક્ષ્મ માર્ગે લઈ 
 જાય છે . મુકુન્દના તોછડા વ્યવહારના ખડકને અથડાઈ બહેન  તથા પિતાની ઊર્મિઓ 
 પાછી પાડે છે . 
 * 
 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
 
 </p></body></text></cesDoc>